તમારા ફાટી ગયેલા જુના જીન્સ એટલે કે વેસ્ટમાંથી બનાવો બેસ્ટ જીવન જરૂરિયાત વસ્તુઓ, વાંચો રીત

તમારા ફાટી ગયેલા જુના જીન્સ એટલે કે વેસ્ટમાંથી બનાવો બેસ્ટ જીવન જરૂરિયાત વસ્તુઓ, વાંચો રીત

મોટાભાગ ના લોકો ઘર મા કોઈ વસ્તુ જુની થાય એટલે તેને કયા રાખવી તે વિચારવુ પડે છે. પરંતુ ,આજે એક એવી ટેક્નીક વિશે ચર્ચા કરી રહ્યા છીએ જેમા થી વેસ્ટ વ્સ્તુઓ મા થી બેસ્ટ જીવન જરૂરીયાત ની ચીજ-વસ્તુઓ બનાવી શકાય છે. મિત્રો , હાલ ના બાળકોના કપડા જેમ ફેશન ચેન્જ થાય તેમ ફરતા રહે છે. ઘર મા જુના કપડા ના ઢગલા થાય છે. આજે બાળકો ના જુના જીન્સ મા થી અવનવી જીવન જરૂરીયાત ની વસ્તુઓ બનાવી શકાય તેના વિશે ચર્ચા કરીશુ.

ડ્રેસ:

આ જુના જિન્સ મા થી પાર્ટીવેર ડ્રેસ ,ની-લેન્થ ડ્રેસ , વેસ્ટ કોટ , બ્લાઉઝ તથા નાની બેબી માટે જીન્સ ના સ્કર્ટ નુ પણ નિર્માણ કરી શકાય છે.

કુશન કવર :

તમારી પાસે જો જુના ફાટેલા જીન્સ પડયા હોય તો કાતર કે બ્લેડ ની મદદ થી તે પેન્ટ ના પાયસા ફાડી ને હવે કુશન ની માપ સાઈઝ લઈ ને તે અનુસાર બધી કોર સીવી લઈ ને કુશન માટે એક નવુ કવર બનાવી શકાય છે.

હોમ ડેકોર :

તમારા જુના ફાટેલા જીન્સ ને વિવિધ શેપ્સ મા કટ કરી તેને સ્ટીચ કરી પેન સ્ટેન્ડ , ડોર મેટ , ફ્લોર કુશન , ગાદી વાળૂ આસન , ખુરશી નુ કવર વગેરે હોમ ડેકોર ની વસ્તુઓ બનાવી શકો છો.

ચપ્પલ :

તમારી પાસે ઘણા જુના પુરાણા શુઝ કે ચપ્પલ પડયા હશે. આ શુઝ કે ચપ્પલને તમારા જુના ફાટેલા જીન્સ ના કોતરણ થી ડેકોરેટ કરી ને એક નવા ફેશન વાળા શુઝ તથા ચપ્પલ નુ નિર્માણ થઈ શકે.

બેગ :

માર્કેટ મા અઢળક પૈસા ખર્ચી ને પણ આપણ ને ટકાવ તથા મનપસંદ બેગ નથી મળતુ. એની જગ્યા એ તમે તમારા જુના જીન્સ મા થી તમારી મનપસંદ ડીઝાઈન વાળુ બેગ બનાવી શકો છો.

બીન બેગ :

આ ચિત્ર મા દર્શાવેલ બીન બેગ તમે નિહાળશો તો તે આબેહુબ બજારમા મળતા બીન બેગ જેવુ દેખાશે પરંતુ , તે જુના ફાટેલા જીન્સ ના પેન્ટમા થી બનાવવા મા આવે છે.

બેડ કવર :

જો તમે તમારા બેડ રૂમ ને એકદમ હટકે બનાવવા માંગો છો તો તમારા ફાટેલા જીન્સ ને કોતરી તે બધા કટકાઓ ને સીવી ને એક સુંદર તથા આકર્ષક બેડકવર બનાવી શકો છો.

આ નુસ્ખો બધા ના મગજ મા તો નહી બેસે પરંતુ, જે લોકો મધ્યમ તથા ગરીબ વર્ગ મા જન્મેલા હશે તેઓ એ આ વસ્તુ નો અનુભવ કરેલો હશે કે તેમના માતા-પિતા ઘર ના બે છેડા જોડવા માટે આવા ઘણા નવીનતમ નુસ્ખા અપનાવતા હોય છે. જેથી , લો બજેટ મા પણ હાઈ-ફાઈ જીંદગી જીવી શકાય.