પુલવામાં નો જવાબ: ભારતે પાક. માં ઘુસીને આતંકી કેમ્પો ઉપર કર્યો હુમલો, વરસાવ્યા ૧૦૦૦ કિલો બોમ્બ

પુલવામાં નો જવાબ: ભારતે પાક. માં ઘુસીને આતંકી કેમ્પો ઉપર કર્યો હુમલો, વરસાવ્યા ૧૦૦૦ કિલો બોમ્બ

મંગળવાર ની સવારે ૩:૩૦ વાગ્યે કરવામાં આવી કાર્યવાહી, પુલવામાં અટેક ના ૧૨ દિવસ પછી ભારતે કર્યો હુમલો

ભારતીય વાયુસેના એ બાલાકોટ, ચકોટી અને મુજફ્ફરબાદ માં જૈશ ના ઠેકાણા કર્યા નાશ

ભારત ની કાર્યવાહી ની પાક એ પુષ્ટી કરી, કહ્યું – પાક. માં ઘુસ્યા હતા ભારતીય વિમાન

પુલવામાં હુમલા ના ૧૨ દિવસ પછી ભારતીય વાયુસેના એ પાકિસ્તાન ની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. મંગળવાર ૩:૩૦ વાગ્યે મિરાજ-૨૦૦૦ ફાઇટર વિમાનો એ નિયંત્રણ રેખા (એલઓસી) ની પાર પાક ના કબ્જા વાળા કાશ્મીર (પીઓકે) માં ઘુસી ને હુમલો કર્યો. ૧૨ મિરાજ વિમાનો એ ૧૦૦૦ કિલો બોમ્બ વરસાવ્યા. આમાં ઘણા બધા આતંકી કેમ્પ નાશ પામ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ગૃહમંત્રી , વિદેશમંત્રી સહીત કેબીનેટ ની મહત્વ ની બેઠક બોલાવી. આ દરમ્યાન ભારતીય વાયુસેના ના હવાઈ હુમલા પછી પાક ના વિદેશ મંત્રાલય એ તાત્કાલિક બેઠક બોલાવી છે.

વાયુસેના સુત્રો એ કહ્યું – ભારતીય ફાઈટર વિમાનો એ પંજાબ ના આદમપુર થી ઉડાન ભરી હતી. બાલાકોટ , ચકોટી , મુજફ્ફરબાદ માં જૈશ ના ઠેકાણા નાશ કરી દીધા છે. જૈશ નો કંટ્રોલ રૂમ અલ્ફા–૩ ઉડાડી દેવામાં આવ્યો. બાલાકોટ પાકિસ્તાન ના પ્રાંત ખૈબર પખ્તુનખ્વાહ માં સ્થિત છે. હુમલા વાળી જગ્યા એલઓસી થી અંદાજે ૫૦ કિલોમીટર દુર છે. ૧૪ ફેબ્રુઆરી માં થયેલા પુલવામાં ફીયાદીન હુમલા માં સીઆરપીએફ ના ૪૦ જવાન શહીદ થયા હતા. જૈશ-એ-મોહમ્મદ એ આની જવાબદારી લીધી હતી.

પાક. આર્મી એ કહ્યું – ભારતે ઘુસણખોરી કરી

ભારત ની કાર્યવાહી ઉપર પાકિસ્તાની સેના ના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફુરે એક ટ્વીટ કરી કે ભારતીય વાયુસેના એ મુજફ્ફરબાદ સેક્ટર થી ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો.