માતાએ તેના અંધ સંતાનને પોતાની આંખો આપી દીધું નવું જીવન, વાંચો અંધ માતાની હ્રદય ફાટી જાય તેવી કરૂણ ગાથા

માતાએ તેના અંધ સંતાનને પોતાની આંખો આપી દીધું નવું જીવન, વાંચો અંધ માતાની હ્રદય ફાટી જાય તેવી કરૂણ ગાથા

‘ભૂલો ભલે બીજુ બધુ મા-બાપ ને ભુલશો નહી , અગણિત છે ઉપકાર એના એ કદી વીસરશો નહી.’

ખુબ જ નાની વય મા પોતાના પતિ ના મૃત્યુ બાદ આ સ્ત્રી પોતાના એક ના એક પુત્ર માટે જીવન વ્યતીત કરી રહી હતી. પરંતુ , આજે તે જ પુત્રએ પોતાની અંધ માતા નો સહારો બનવા ની જગ્યાએ તેમને એક સાઈડ મા જીવન જીવવા પર મજબૂર કરી દીધા. આખો દીવસ પુત્ર અને પત્નિ ના ઝેરભર્યા કડવા વેણો ના ઘૂટડા પી ને આ માતા એક ઘર ના ખૂણા મા જીવન વ્યતીત કરી રહી હતી.

માં ને જેટલુ પુત્રવધુ નુ મેણા‌-ટૉણા મારવા નુ દુઃખ થતુ તેના થી બે ગણુ વધુ પુત્ર ના શબ્દો થી થતુ. એક સવારે પુત્ર અને તેની પત્નિ ના બોલાયેલા શબ્દો માતા ની મનોસ્થિતિ મા થી દૂર જ નહોતા થઈ રહ્યા. આમ તો માતા માટે આ વેણ સાંભળવા એ નિત્યક્રમ હતો. પરંતુ , આજે જે વેણ તેમણે તેમના પુત્ર ના મુખે થી સાંભળ્યા હતા તે સાંભળી ને તેમનુ હ્રદય જ ચીરાઈ ગયુ.

સવારે કઈક એવુ બન્યુ કે માતા પોતાના ઓરડા મા થી બેઠકરૂમ તરફ જઈ રહી હતી અને ટેબલ પર પાણી નો ગ્લાસ પડેલો હતો તથા તેની બાજુ મા જ ઓફિસ ની ફાઈલો પડેલી હતી. હવે માતા ત્યા ટેબલ પાસે થી પસાર થઈ રહ્યા હતા ને અચાનક જ તેમનો હાથ ગ્લાસ પર લાગતા ગ્લાસ નુ તમામ પાણી ફાઈલો પર ઢોળાઈ ગયુ. આ વાત તેમના પુત્ર ને જાણ થતા તેણે તેની મા ને કઈક આવુ સંભળાવ્યુ.

“ શુ તમે આમ-તેમ આંટા માર્યા રાખો છો ? એક તો કઈ દેખાતુ નથી ને ? શાંતિ થી એક જગ્યાએ પડયા નથી રહી શકતા. તને ખબર છે તમારા લીધે મારી બધી જ ઓફીસ ની ફાઈલો બગડી ગઈ. આ કેટલી મહત્વ ની ફાઈલો છે તમને ખબર છે ? આજે તે ફાઈલો બગાડી હવે રામ જાણે આગળ હજી શુ-શુ નુકશાન પહોચાડીશ!!!”

પતિ ની આ વાત મા સાથ આપતી પત્ની પણ વિચાર્યા વગર નુ મનફાવે તેમ બોલે છે. “ અમે સારા કહેવાય કે તમને આ ઘર મા રહેવા દઈ એ છીએ અને આ તો સમાજ ના ભય ને લીધે અમે તમને ઘર મા થી બહાર નથી કાઢી મુકતા. પરંતુ , હવે દિવસે-દિવસે તમે બોજ બનતા જાવ છો.”

પુત્ર અને પત્નિ ના આવા ઝેર સમાન શબ્દો મધ્યાહન ના પ્રહર સુધી માતા ના કાન મા ગુંજ્યા રહ્યા જેમા પુત્ર એ તેની માતા ને આંધળી અને તેની પત્નિ એ બોજ કહ્યુ. આ બે શબ્દો માતા ના હ્રદય પાર ખૂંચી ગયા હતા. માતા પોતાના રૂમ મા ચાલ્યા જાય છે અને મનોમન જાણે પોતાના પુત્ર ને કહી રહ્યા હોય તેમ મન મા વિચારે છે…

“બેટા તુ આજે મને બોજ ગણી રહ્યો છો તને શુ ખ્યાલ છે કે તારુ ભરણપોષણ કરવા માટે તને કાબેલ બનાવવા માટે મે જીવન મા કેટલા સંઘર્ષો કર્યા છે. આ ઉપરાંત જો મે નવ માસ સુધી તારો બોજ ના ઉપાડયો હોત તો તુ આ દુનિયા મા હોત !” આ મનોમંથન કરતા-કરતા સવાર થી સાંજ સુધી નો સમય વીતી ગયો. માતા ને ખાવા-પીવા ની કઈપણ સુધા જ ના રહી ને પોતે કરેલા ત્યાગ ને સ્મરણ કરતી રહી ને આંખો મા થી અશ્રુઓ છલકાઈ રહ્યા હતા.

આ ત્યાગ ફક્ત દાકતર અને માતા સિવાય કોઈ ને પણ ખ્યાલ ના હતો. વાત એ સમય ની છે જ્યારે આ માતા નો પુત્ર ૯ વર્ષ નો હતો.આ પુત્ર ને ગંભીર તાવ આવી ગયો હતો. સતત ૨૦-૨૫ દિવસ સુધી તાવ મા રહેવા ને કારણે તેની આંખો જતી રહી હતી. ઘર મા નાણા ની તંગી હોવા છતા આ માતા એ પોતાના પુત્ર ની આંખો ની દ્રષ્ટી પાછી લાવવા માટે બધા જ હોસ્પિટલો ની મુલાકાત લઈ લીધી હતી.

પરંતુ , એક પણ જગ્યાએ થી ઉમ્મીદ ના કિરણ દેખાતા ન હતા. આ માતા એ દાકતર ના પગ પકડયા અને કહ્યુ ,“ જે પણ ખર્ચ થાય તમે મારા પુત્ર ની આંખો પાછી લાવી આપો. કારણ કે તે મારા બુઢાપા નો એકમાત્ર સહારો છે. મહેરબાની કરી ને , તમે કઈક કરો સાહેબ ?”

ત્યારે દાકતર તેની માં ને જણાવે છે કે “ જુઓ , માજી દવા કે ઓપરેશન થી તમારા પુત્ર ની આંખો પાછી નહી આવી શકે. હવે તમારા પુત્ર ની આંખો ત્યારે જ પાછી આવી શકે જ્યારે કોઈ તેને પોતાની આંખો આપે.” આ સમયે માતા એ એક ક્ષણ પણ વિચાર્યા વિના પોતાની આંખો પોતાના પુત્ર ને આપવા સજ્જ થઈ ગઈ.

ડોક્ટર દ્વારા આ બાબત નો વિરોધ કરાયો. પરંતુ , ત્યારે આ માજીએ જણાવ્યુ કે ,“ સાઈબ , તમે જરા પણ ચિંતા ના કરો. હુ ભલે આંધળી બની જાઉ પરંતુ મારો પુત્ર તો ફરી દેખતો થઈ જશે ને. એ મારો સહારો બનશે. તે મારી આંખો બનશે..” આમ , માં એ દીકરા ને પોતાની આંખો આપી પોતે અંધત્વ સ્વિકાર્યુ અને આ વાત ત્યા ને ત્યા જ દબાવી દીધી.

જ્યારે આ અંધ માતા આ વિચારોએ ચઢયા હતા ત્યા જ તેમના કાને તેમના પુત્ર અને પત્નિ નો અવાજ સંભળાયો. તે બંને વાતો કરી રહ્યા હતા કે ,“ હવે આપણે સમાજ નો ભય રાખ્યા વગર માજી ને વૃધ્ધાશ્રમ મોકલી દેવા છે એટલે આપણ ને તેમના થી છૂટકારો મળે ને આપણે સુખી જીવન ગાળી શકીએ” આ વાત સાંભળતા ની સાથે જ માતા ને ખૂબ જ જોર નો ધ્રાસકો પડયો કે મારો પુત્ર મારી સાથે આવુ કરશે. આ બધુ તેમના માટે મૃત્યુ સમાન હતુ.

આ રાત્રિએ માતા નુ મન આખા દિવસ ની બનેલી ઘટનાઓ ના વિચારે ચડયુ હતુ ને તેમના થી આ દુઃખ સહન ના થયુ અને તે રાત્રિએ જ અવસાન પામ્યા. ત્યારબાદ પ્રથા અનુસાર તેમની અંતિમક્રિયા કરવા મા આવી અને બેસણુ રાખવા મા આવ્યુ. આ પુત્ર સમાજ મા ઘણુ માન-સન્માન ધરાવતો હતો. માટે બેસણા મા ઘણા લોકો આવ્યા હતા ને તેમાના એક પેલા ડોક્ટર પણ હતા. જેમણે પેલી આંખો બદલાવેલી.

તેમણે પોતે છુપાવેલી વાત જણાવી દેવી જોઈએ. માટે તે દાકતર આ માજી ના પુત્ર પાસે પહોચે છે અને તેને સમગ્ર વાત વિશે જણાવે છે. આ વાત સાંભળ્યા બાદ પુત્ર ને ખ્યાલ આવ્યો કે તેણે કેવડી મોટી ભૂલ કરી છે. આજે તેને અહેસાસ થયો કે પોતે આંધળો ના રહે તે માટે તેની માતા એ પોતે પોતાની આંખો તેને આપી ને અંધત્વ સ્વિકાર્યુ. પુત્ર પશ્ચાતાપ ની લાગણી મા તપી રહ્યો અને સતત તેની આંખો મા થી અશ્રુ વહી રહ્યા હતા.

નોંધ:

એવુ કેમ થાય છે કે જીવન ના દરેક સ્તર પર માં-બાપ ને જ તેમના સંતાનો માટે ત્યાગ કરવો પડે છે અને જે માં-બાપ એક આધાર સ્તંભ છે. જેમના ટેકા ના લીધે સંતાન આસમાન ની ઊંચાઈઓ પર પહોચે છે. કેમ જરૂરીયાત ના સમયે તે માં-બાપ ને ટેકો નથી આપી શકતો. આ વિશે થોડુ વિચારજો.