શું તમે જાણો છો હવામાન વિભાગના રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ મતલબ શું છે?

શું તમે જાણો છો હવામાન વિભાગના રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ મતલબ શું છે?

ચોમાસું આવતા જ મોન્સુન વિભાગ દ્વારા ઘણા બધા અલગ અલગ એલર્ટ આવતા હોય છે. આ દરેક એલર્ટ વિષે તમને ખબર હોવી જોઈએ. મોસમ વિભાગ તરફથી  અલગ અલગ એલર્ટ આપવામાં આવે છે. આ એલર્ટ ગરમી, ઠંડી અથવા પુર ને જોઈ ને દેવામાં આવે છે. વાતાવરણ સબંધિત સમસ્યા ને જાણવા માટે આ એલર્ટ આપવામાં આવે છે. આ માટે હવામાન વિભાગ દ્વારા અમુક એલર્ટ આપવામાં આવે છે. તેમાં રંગો નો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે રેડ એલર્ટ, યેલો એલર્ટ, ઓરંજ એલર્ટ અને ગ્રીન એલર્ટ.

વધુ પડતી ગર્મી, ઠંડી અથવા તુફાન માટે આવા એલર્ટ નો ઉપયોગ કરવામાં આવે છે. જેમ જેમ મોસન તેની ચરમ સીમા એ આવી જાય  તેમ તે લાલ બનતો જાય છે કોઈ પણ તુફાન નો અંદાજ તેના કલર કોડ ઉપરથી લગાવી શકાય છે. જેટલો ભયંકર તુફાન એટલો જ અઘરો એલર્ટ હોય છે. તમે ઘણી વાર જોયું હશે કે હવામાન વિભાગ દ્વારા નકશામાં ગ્રીન, યેલો, ઓરેન્જ અને રેડ એવી રેખાઓ કરવામાં આવેલી હોય છે. હવે હવામાન ની જાણકારી માટે આવા કલર નો ઉપયોગ કઈ રીતે અને શા માટે કરવામાં આવે છે તે વિષે આપણે આજે જાણીશું.

ગ્રીન એલર્ટ નો મતલબ થાય છે કે  કોઈ ખતરો નથી. યેલો એલર્ટ નો મતલબ થાય છે કે તમારે સાવચેતી રાખવી. આ એલર્ટ નો મતલબ છે થોડી સાવધાની રાખો. જો ઓરેન્જ એલર્ટ આપવામાં આવે તો  તેનો મતલબ એ છે કે  ખતરો વધારે છે જેમ જેમ મોસમ બગડે છે તેમ તેમ યલો માંથી એલર્ટ ને ઓરેન્જ કરી દેવામાં આવે છે. આ એલર્ટમાં લોકો ને સેફ જગ્યા એ પહોચવા માટે એલર્ટ આપવામાં આવે છે. અને લોકો ને ઘર ની બહાર જવાની સખત મનાઈ કરવામાં આવે છે.

પછી છે રેડ એલર્ટ તેનો મતલબ છે સૌથી ખરાબ સ્થિતિ. જયારે વાતાવરણ ખુબ જ ખરાબ સ્થિતિ એ  પહોચી જાય છે ત્યારે આવું રેડ એલર્ટ આપવામાં આવે છે. આ એલર્ટ નો મતલબ છે કે ખુબ જ ભારી નુકશાન થવાની શક્યતા છે. આ એલર્ટ માં ખુબ જ ધ્યાન રાખવાનું હોય છે.