મનોહર પર્રિકર- એક રક્ષા મંત્રી જેને આપવામાં આવે છે સર્જિકલ સ્ટ્રાઈક નો શ્રેય

મનોહર પર્રિકર- એક રક્ષા મંત્રી જેને આપવામાં આવે છે સર્જિકલ સ્ટ્રાઈક નો શ્રેય

ગોવા ના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકર નું રવિવાર ના રોજ પૈંક્રિયાસ કેન્સર ના કારણે ૬૩ વર્ષ ની વયે નિધન થયું. મનોહર પર્રિકર ચાર વાર ગોવા ના મુખ્યમંત્રી તો હતા જ પરંતુ નવેમ્બર ૨૦૧૪ માં તે દેશ ના રક્ષા મંત્રી બન્યા. મનોહર પર્રિકર એ એક એવા સમયે રક્ષા મંત્રી ની કમાન સાંભળી જયારે રક્ષા ક્ષેત્ર માં ઘણા પ્રકાર ના બદલાવો ની માંગ થઇ રહી હતી. આ પર્રિકર નો જ કાર્યકાળ હતો જેમાં સર્જિકલ સ્ટ્રાઈક થઇ અને તે જ વર્ષે ફ્રાંસ ની સાથે રાઈફલ જેટ્સ ની ડીલ ફાઈનલ થઇ. વિશેષજ્ઞ મનોહર પર્રિકર ને એક એવા રક્ષા મંત્રી ના પદ ઉપર યાદ કરી રહ્યા છે જેમણે હમેશા ડીફેન્સ સેક્ટર માં ઝડપી નિર્ણયો ની વકાલત કરી.

મિડલમેન કલ્ચર પૂરું કરવાના પ્રયત્નો

નવેમ્બર ૨૦૧૪ માં અરુણ જેટલી એ રક્ષા મંત્રી નું પદ પર્રિકર ને સોંપ્યું હતું. અંદાજે ત્રણ વર્ષ ના પોતાના કાર્યકાળ માં પર્રિકર એ રક્ષા ક્ષેત્ર માં પુરા જોશ ની સાથે કામ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના દબાણ ને લીધે પર્રિકર ગોવા થી દિલ્લી આવી ગયા અને સાઉથ બ્લોક તેમની કર્મસ્થલી બની ગયો. પર્રિકર એ પદ સંભાળતા જ મીડિયા ની સાથે પહેલી વાર વાર્તા માં જાહેર કરી દીધું કે તે ડીફેન્સ સેક્ટર માં રહેલા મિડલમેન  અને ડીલર્સ ના જોડાણ ને પૂરું કરશે.

દુશ્મન ની આંખો કાઢી નાખશે

સપ્ટેમ્બર ૨૦૧૬ માં ઉરી માં સેના ના કેમ્પ ઉપર આતંકી હમલો થયો અને ૧૯ જવાન શહીદ થઇ ગયા. જે સમયે સર્જિકલ સ્ટ્રાઇક ની ભૂમિકા તૈયાર થઇ રહી હતી. પર્રિકર તેનો ખાસ ભાગ હતા. સર્જિકલ સ્ટ્રાઇક દરમ્યાન સેના એ પીઓકે માં સ્થિત આતંકીઓ ના લોન્ચ પેડ્સ પર નિશાનો બનાવ્યો હતો. સેના એ ઉરી આતંકી હુમલા પછી છૂટ આપવામાં આવી હતી કે તે પોતાની રીતે આતંકીઓ સાથે લડવા માટે આઝાદ છે. પર્રિકર એ એક વાર કહ્યું હતું કે, અમે ક્યારેય પણ યુદ્ધ માટે ઉતાવળા નથી રહેતા, પરંતુ જો ક્યારેય પણ કોઈએ ખરાબ નજર થી જોયું તો પછી અમે તેમની આંખો કાઢી ને હાથ માં રાખી દઈશું.

ફાઈટર સ્ક્વાડ્રન ની ઓછી સંખ્યા થી પરેશાન હતા પર્રિકર

સપ્ટેમ્બર ૨૦૧૬ માં જ ભારત એ ફ્રાંસ ની સાથે રાફેલ જેટ ની ડીલ સાઈન કરી. પર્રિકર , ઇન્ડિયન એરફોર્સ (આઈએએફ) માં ફાઈટર સ્કવાડ્રન ની ઓછી થતી સંખ્યા ને લઈને હમેશા પરેશાન રહેતા હતા, તે ઈચ્છતા હતા કે જલ્દી થી જલ્દી રાઈફલ , આઈએએફ નો હિસ્સો બને અને સેના ને તાકાત મળી શકે. આ પર્રિકર જ હતા જેમણે સ્વદેશી લાઈટ કોમ્બેટ જેટ (એલસી) ની વાયુસેના માં સમાવેશ થવા ની પ્રક્રિયા માં તેજી લાવવા ઉપર ભાર આપ્યું. જુલાઈ ૨૦૧૬ માં તેજસ ની સ્કવાડ્રન ફ્લાઈંગ ડૈગર , કર્નાટક ના બીદર માં આવી અને તેજસ વાયુસેના નો હિસ્સો બન્યું.

રાઈફલ ડીલ નો હિસ્સો

રાઈફલ ડીલ આ સમયે રાજનૈતિક વિવાદો માં છે અને આ ડીલ ના કારણે તેમના કાર્યકાળ ઉપર જરૂર કોઈ લોકો એ સવાલો નો નિશાનો લગાવ્યો. ગયા મહીને ધ હિંદુ માં આવેલ એક રીપોર્ટ માં ૨૫ નવેમ્બર ૨૦૧૫ ની એક નોટ પબ્લીશ થઇ હતી જે રક્ષા મંત્રાલય દ્વારા બાર પાડવામાં આવ્યું હતું. આ નોટ મુજબ રક્ષા મંત્રાલય ની તરફ થી આ વાત ને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે ડીલ પર પીએમઓ માં પણ સમાંતર રીતે ચર્ચા ચાલી રહી છે. નોટ માં કહેવામાં આવ્યું છે કે આના કારણે રક્ષા મંત્રાલય અને ઇન્ડિયન નેગોશિએશન ટીમ ની સ્થિતિ કમજોર થઇ ગઈ છે. પર્રિકર એ આ નોટ ને ઓવરરીએકશન જણાવી ને કાઢી નાખી હતી.