ગુજરાતના આ શહેરના બ્યુટી-પાર્લરમાં મહિલાઓને ફક્ત ૧ રૂપિયામાં જ કરી આપે છે હેર કટ, જાણો ક્યાં

ગુજરાતના આ શહેરના બ્યુટી-પાર્લરમાં મહિલાઓને ફક્ત ૧ રૂપિયામાં જ કરી આપે છે હેર કટ, જાણો ક્યાં

મિત્રો , વર્તમાન સમય મા સ્ત્રી માટે તેમના સૌંદર્ય ને ટકાવી રાખવુ ખૂબ જ મોંઘુ બની ગયુ છે. કોઈપણ સ્ત્રી બ્યુટી-પાર્લર મા જાય એટલે ૫૦૦ થી ૧૦૦૦ રૂપીયા. કોઈ જે ગણતરી ના આવે અને કોઈ શુભ પ્રસંગ માટે સ્ત્રી તૈયાર થાય એટેલે ૩૦૦૦ થી ૫૦૦૦ ખર્ચ તો કઈ જ હિસાબ મા ના આવે.

સ્ત્રીઓ મા વધુ મા વધુ સુંદર દેખાવા ના ગાંડપણ ને લીધે હાલ તમે ગલી-ગલી મા પાર્લર નિહાળી શકશો. આ પાર્લર નો વ્યાપાર કરવો પણ કઈ સરળ નથી અને વર્તમાન સમય મા હરીફાઈ પણ વધુ છે. જેથી વ્યાપાર મા ટકી રહેવા માટે અવનવી જાહેરાતો આપવા મા આવે છે.

જનરલી તો એક હેરકટ નો ભાવ ૩૦૦-૪૦૦ રૂપીયા સુધી નો હોય છે. પરંતુ , જેવી પાર્લર ની ફેસિલિટીઝ વધુ તેટલો તેનો ચાર્જ પણ વધુ. આટલો મોટો ખર્ચ આજ ની ગૃહિણીઓ માટે કરવો થોડો અશક્ય છે. હાલ તમને સુરત ના એક એવા પાર્લર વિશે જણાવીશુ કે જ્યા ફક્ત ૧ રૂપીયા ના શુલ્ક મા હેર કટ કરી આપવા મા આવે છે.

આ વાત જાણી ને તમને થોડી નવાઈ લાગશે પરતુ , આ હકીકત છે. લાખો ગૃહિણીઓ આ સ્કિમ નો લાભ લઈ ચુકી છે. આ પાર્લર છે સુરત ના ચૌટા પુલ નજીક તિરુપતિ પ્લાઝા મા આવેલુ પાર્લર. બ્યુટી-પાર્લર ખૂબ જ કોસ્ટલી હોય છે. આ પ્રકાર નો વહેમ તે દૂર કરવા માંગે છે.

આ પાર્લર ના ઓનર કેતનભાઈ ૧ રૂપીયા મા કટિંગ તો કરી આપે છે તેની સાથે ગૃહિણીઓ ને નાસ્તો પણ કરાવે છે. જેથી , પહેલાજ દિવસ મા ૨૦૦ સ્ત્રીઓ ના હેરકટ કર્યા હતા. ઘણા લોકો ને એવો વિચાર જરૂર આવશે કે અહી આટલુ સસ્તુ કેવી રીતે? સ્વાભાવિક છે કોઈ ને પણ આવો વિચાર આવવો વ્યાજબી છે.

કેતનભાઈ નો મોટિવ ફક્ત એક સેવા નો છે. તે પોતાની આવડત દ્વારા એવી સ્ત્રીઓ ને આકર્ષવા માંગે છે જે વધુ ખર્ચ ના લીધે બ્યુટિ-પાર્લર નથી જઈ શકતી અને આ ચાર્જ મા તે ૪૦૦-૫૦૦ ખર્ચ કરીએ તેની કરતા પણ સારા હેર કટ કરી આપે છે. માટે જો તમે સુરત મા રહેતા હોવ તથા સુરત ફરવા જવા ના હોવ તો તિરુપતિ પ્લાઝા , મોટા મંદિર ની બાજુ મા , ચૌટા બજાર મા આવેલી કેતનભાઈ ના આ પાર્લર ની મુલાકાત અવશ્ય લેવી.