દિલ્લી નો મેચ જોવા આવેલા એક દર્શક એ હાથ માં પકડ્યો એક જબરદસ્ત કેચ, ઇનામમાં મળી મોટી રકમ

દિલ્લી નો મેચ જોવા આવેલા એક દર્શક એ હાથ માં પકડ્યો એક જબરદસ્ત કેચ, ઇનામમાં મળી મોટી રકમ

IPL 2019 નો દસમો મેચ કલકતા અને નાઈટ રાઈડર્સ અને દિલ્લી કેપિટલ વચ્ચે  દિલ્લી ના ફિરોઝ શો કોટલા માં યોજવામાં આવેલો હતો. દિલ્લી કેપિટલ એ પહેલા ટોસ જીત્યું  અને દિલ્લી કેપિટલ એ ટોસ જીતી ને પહેલા બોલિંગ પસંદ કરી હતી. અને કલકત્તા ને બેટિંગ માટે આમંત્રિત કર્યું.

કલકત્તા એ પહેલા 20 ઓવર માં 8 વિકેટ ગુમાવી. અને 185 રન કર્યા, કલકતા બાજુ એ આંધ્રે રસલ એ જોરદાર બેટિંગ કરી. રસલ એ માત્ર 28 બોલ માં 62 જબરદસ્ત રન કર્યા. આ સાથે દિનેશ કાર્તિક નું પર્ફોમ્નસ પણ ખુબ જ સરસ રહ્યું. એમણે  36 બોલ માં 50 રન કર્યા. અને અર્ધસતક બનાવ્યું. અને એમની બેટિંગ સારી રહી તેઓ એ કુલ 185 રન કરી અને 186 રન નો ટાર્ગેટ આપ્યો દિલ્લી ની ટીમ ને. આ દાવ પત્યા પછી બેટિંગ માટે દાવ હતો દિલ્લી કેપીટલ નો.

હવે બીજી બેટિંગ કરવા માટે મેદાન માં આવ્યા દિલ્લી કેપિટલ. એમની શરૂઆત ખુબ જ ખરાબ રહી. પણ પછી આવ્યા દિલ્લી ના ખતરનાખ બેટિંગ કરનાર પૃથ્વી શો અને શ્રેયસ ઐયર. આ બન્ને એ જબરદસ્ત બેટિંગ કરી અને પોતાની ટીમ ને મુશ્કેલી માંથી કાઢી અને સારા રન કર્યા. અને એક જબરદસ્ત પ્રદર્શન આપ્યું.

તેઓ એ ઘણા ચોકા અને છક્કા મારી અને વધુ માં વધુ રન ને કવર કર્યા અને દિલ્લી ના ફેન માં સંતોષ દેખાયો. 15 મો ઓવર માં જયારે પૃથ્વી શો બેટિંગ કરી રહ્યા હતા ત્યારે તેઓ એ એક જોરદાર સિક્ષ મારી અને આ સિક્ષ એટલી બધી મોટી હતી કે બોલ સીધો ઓડીયન્સ માં ગયો. અને આ બોલ ઓડીયન્સ માં બેઠેલા એક વ્યક્તિ દ્વારા જબરદસ્ત રીતે કેચ કરવામાં આવ્યો. અને કેચ કરી ને તેણે કેમેરા બાજુ પણ બોલ બતાવ્યો આ માણસ ને એક લાખ નું ઇનામ આપવામાં આવ્યું.