૩૩ વર્ષ પહેલા જયારે નીતા બની હતી મુકેશ અંબાણી ની દુલ્હન, જુઓ તસ્વીરો

૩૩ વર્ષ પહેલા જયારે નીતા બની હતી મુકેશ અંબાણી ની દુલ્હન, જુઓ તસ્વીરો

ઈશા અંબાણી અને આનંદ પિરામલ ૧૨ ડીસેમ્બરે લગ્ન ના બંધન માં બંધાઈ ગયા, આ લગ્ન ને સૌથી ભવ્ય અને શાનદાર લગ્ન કહેવામાં આવી રહ્યા છે. બોલીવુડ, બીઝનેસ, રાજનીતિ, ખેલ.. બધા ક્ષેત્ર ના મશહુર હસ્તીઓ ની જમાવટ આ લગ્ન માં હતી. યુએસ ની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લીન્ટન પણ અંબાણી પરિવાર ની ખાસ મહેમાન બની.

ઉદયપુર માં લગ્ન ના પહેલા બે દિવસ સુધી ઉજવણી ચાલી,જેમાં અમેરિકન સિંગર બેયાંસ એ પણ પરફોર્મ કર્યું. બધું ભેળવીને ઈશા અંબાણી ના લગ્ન ઘણા કારણો થી યાદગાર બની ગયા.

ઈશા અંબાણી ના લગ્ન માં ૧૯૮૫ માં નીતા અને મુકેશ અંબાણી ના લગ્ન ની ઝલક જોવા મળી હતી.

મુકેશ અને નીતા ૩૩ વર્ષ પહેલા મુંબઈ માં ૮ માર્ચ ૧૯૮૫ માં લગ્ન ના બંધન માં બંધાયા હતા.

દુલ્હન બનેલી ઈશા એકદમ પોતાની માં નીતા ની જેવી જ નજર આવી રહી હતી.

ઈશા ના બ્રાઈડલ લુક ને સૌથી વધારે એક વસ્તુ સ્પેશીયલ બનાવી રહી હતી તે હતી માં નીતા અંબાણી ના લગ્ન ની સાડી. જે અંદાજે ૩૫ વર્ષ જૂની છે.

માં નીતા ની આ સાડી ને ઈશા એ પોતાના લગ્ન નો શૂટ દુપટ્ટા ની સ્ટાઈલ માં પહેર્યો હતો.

નીતા અંબાણી એ પોતાના લગ્ન માં સફેદ અને લાલ રંગ ની સાડી પહેરી હતી, જે એક ગુજરાતી દુલ્હન નું પારંપરિક પોશાક છે. તેમનું બ્રાઈડલ લુક ઘણો સાદગી ભરેલો હતો.

નીતા અંબાણી એ પોતાના લગ્ન માં ખુબ જ વધારે જવેલરી પહેરવાના બદલે માત્ર માંગ ટીકો, નાની અમથી નથ અને એક ચોકર પહેર્યું હતું. આની સિવાય હાથ માં થોડીક બંગડી પણ પહેરી હતી.

ઈશા એ પણ માં ની જેમ જ સફેદ રંગ ની સાડી અને ;લાલ રંગ નો દુપટ્ટો પહેર્યો હતો. ઈશા એ માથા ઉપર લાલ અને સફેદ રંગ ની બિંદી લગાવી હતી.

ઈશા ની જ્વેલરી પણ માં ની જેમ જ હતી- નાની અમથી નથ, માંગ ટીકો, નેકલેસ અને બંગડી.

નીતા અને મુકેશ અંબાણી ની પ્રેમ કહાની પણ કઈ ઓછી ફિલ્મી નહોતી.

મુકેશ અંબાની ના પિતા ધીરુભાઈ અંબાણી એ નીતા ને નવરાત્રી ના એક કાર્યક્રમ માં પરફોર્મ કરતા જોયા હતા. નીતા ભરતનાટ્યમ ડાન્સર હતી.

ધીરુભાઈ અંબાણી ને નીતા પસંદ આવી ગઈ અને તે જલ્દી થી જ પોતાના દીકરા ને મળાવવા માંગતા હતા. ધીરુભાઈ એ માત્ર નીતા ના પરફોર્મન્સ જ પસંદ કર્યું પરંતુ સંસ્કૃતિ થી નીતા નો લગાવ પણ તેમને પસંદ આવી ગયો.

નીતા એક મધ્યમવર્ગીય પરિવાર માંથી હતી. પરંતુ અંબાણી તે સમયે ખુબ જ મોટા ઉદ્યોગપતિ ના રૂપ માં સ્થાપિત થઇ ચુક્યા હતા. પરફોર્મન્સ ના પછી ધીરુભાઈ એ નીતા ને ફોન કર્યો અને તેમને પોતાની ઓફીસ બોલાવી.

પહેલા તો નીતા મુંજવણ માં હતી પરંતુ પછીના દિવસે તે તેમની ઓફીસ પહોંચી ગઈ. ધીરુભાઈ એ નીતા ને તેની હોબી અને ભણતર વિષે પૂછ્યું. ત્યાર બાદ તેમણે સીધું નીતા ને પૂછી લીધું કે શું તે તેમના મોટા દીકરા મુકેશ અંબાણી ને મળવામાં ઈન્ટરેસ્ટેડ છે?

ત્યાર બાદ નીતા મુકેશ ને મળવા તેના ઘરે પહોંચી. બંને એ એક બીજા ને પસંદ કરી લીધા અને પછી મુલાકાતો શરુ થઇ ગઈ.

એક દિવસે જયારે મુકેશ અને નીતા કાર માં ક્યાંક જઈ રહ્યા હતા તો મુકેશ એ છેવટે નીતા ને પ્રપોઝ કરી દીધો. તે સમયે કાર સિગ્નલ ઉપર ઉભી હતી અને ટ્રાફિક પણ ખુબ હતો. પરંતુ મુકેશ એ નીતા નો જવાબ મળ્યા સુધી કાર આગળ ન વધારી.

નીતા એ હા કહી દીધી અને ત્યાર બાદ થી હમેશા માટે બંને સાથે થઇ ગયા. લગ્ન સમયે નીતા ની ઉમર માત્ર ૨૦ વર્ષ ની હતી.

નીતા અંબાણી એ એક ઇન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે મુકેશ ની સાદગી અને વિનમ્રતા ઈ તેમને હેરાન કરી દીધા હતા. જયારે તે બંને એક બીજા ને ડેટ કરી રહ્યા હતા તો નીતા એ મુકેશ ને મર્સિડીઝ છોડી ને બસ માં ટ્રાવેલ કરવાનું કહ્યું, મુકેશ તેના માટે તરત જ તૈયાર થઇ ગયા.

નીતા મુકેશ સંબંધ નિભાવવા ના મુદે પોતાના બાળકો માટે પણ એક મિસાલ છે.

તમને જણાવી દઈએ કે અંબાણી પરિવાર માં હજુ એક વિવાહ થયા છે. આકાશ અંબાણી ના લગ્ન શ્લોકા સાથે થયા છે.