ચેતી જજો ૧૦૦ રૂપિયાની નકલી નોટ આવી ગઈ છે માર્કેટમાં, આ રીતે ચેક કરો નોટ સાચી છે કે ખોટી

ચેતી જજો ૧૦૦ રૂપિયાની નકલી નોટ આવી ગઈ છે માર્કેટમાં, આ રીતે ચેક કરો નોટ સાચી છે કે ખોટી

મિત્રો થોડા દિવસો પહેલા જ્યારે ૧૦૦૦ ની નોટ અને ૫૦૦ ની નોટ બંધ થઈ ત્યાર બાદ હાલ માં ૨૦૦૦, ૨૦૦, ૧૦૦, ૫૦, ૨૦ અને ૧૦ ની નવી નોટો બજાર માં આવી ગઈ છે. મિત્રો જ્યારે નોટબંધી વખતે 200 ની નવી નોટ બજારમાં આવી હતી ત્યારે લોકોને એ ખબર ન હતી કે અહીં નકલી નોટ કઈ છે અને અસલી નોટ કઈ છે.

અને આ વસ્તુનો ઘણા લોકોએ ફાયદો લઈને બજારમાં નકલી નોટો ચલાવીને ઘણા બધા પણ કમાયા હતા. હાલમાં 2000 ની નવી નોટ સરકારે 100 રૂપિયાની નવી નોટો બજારમાં ઉતારી છે. લોકોએ આ નવી નોટ ને આવકારી છે પરંતુ હજી આ નવી નોટો બધા પાસે આવી ન હોવાથી ઘણા લોકો એ જાણી નથી શકતા કે કઈ નોટો સાચી છે અને કઈ નોટો ખોટી છે. જેનો ફાયદો લઈને ભાઈ અને બહેને બજારમાં ત્રણ કરોડની નવી નોટો એટલે કે ખોટી નોટો માર્કેટમાં વેચાતી શરૂ કરી દીધી છે.

આપણે જે વાત કરી રહ્યા છીએ તે બનાવ ૨૦૧૬ અને ડિસેમ્બર માસ માં બન્યો છે જે પંજાબ ના મોહાલી માં પોલીસે બે ભાઈ-બહેનની નકલી નોટ છાપવાના મામલામાં ધરપકડ કરી હતી. મળતી જાણકારી મુજબ ૨૧ વર્ષના અભિનય વર્મા તથા તેમની બહેન વિશે લગભગ 42 લાખ ની કિંમત વાળી જાલીનોટો જે ની છાપણી સોની નોટ તરીકે થઈ છે તેને માર્કેટમાં ઉતારી હતી અને આ 2000 ની ડુપ્લીકેટ નોટો ને પોલીસે પકડી પાડી હતી. જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે તેની પાસે લગભગ બે હજારની કુલ ત્રણ કરોડની નકલી નોટો મળી આવેલ છે અને આ નોટો દ્વારા બન્ને ભાઈબહેન એ એક મોટું ઘર તથા ગાડીઓ વસાવી હતી.

આ બાબતમાં જ્યારે પોલીસે વધારે તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે આ લોકોએ પાંચસો અને હજારની નોટો માં માર્કેટમાં વેચીને ઘણી બધી કમાણી કરી હતી. જેનો રેફરન્સ લઈને આ લોકો જુની નોટો ને બદલે નવી નોટો આપીને ૪૦ ટકા ભાવે વેચતા હતા. આભાબહેન પહેલાના કામમાં સફળ થવાના કારણે તેણે વધુ પૈસાની લાલચ માટે ત્રણ કરોડની નકલી નોટો છાપી હતી.

તમને ખબર હશે કે હાલ માં થોડા દિવસો પહેલા માર્કેટ માં 100 રૂપિયાની નવી નોટ આવવા લાગી છે એવામાં સંભાવના છે. આપણે સૌ જાણીએ છીએ તેમ હાલ માં ભારત સરકારે સો રૂપિયાની નવી નોટો માર્કેટમાં ઉપલબ્ધ કરાવી છે. જેનો ફાયદો લઈને ઘણા લોકો નવી નોટો ના બદલે સોની ખોટી નોટો છાપીને માર્કેટમાં ફેલાવો કરી શકે છે. જેને રોકવા માટે આરબીઆઇએ એક ગાઈડલાઈન રિલિઝ કરેલી છે. આરબીઆઈની આ ગાઈડલાઈન અનુસાર સો રૂપિયાની નવી નોટ સામે દેવનાગરી માં લખેલું છે. અને આ નોટની વચ્ચેના ભાગમાં મહાત્મા ગાંધીની તસવીર છે અને નાના અક્ષરે RBI, भारत, India અને 100 લખેલું છે.

આ નોટો ની ખાસિયત એવી છે કે તેમાં સિક્યોરિટી થ્રેડ ચોટાડવામાં આવ્યું છે. જયારે નોટ ને વાળશો તો થ્રેડ નો રંગ લીલા માંથી નીલો જેવો થઇ જાશે. આ નવી નોટ માં સોની સાથે નવા ચિત્ર પણ દર્શાવવામાં આવેલા છે. નોટના પાછળના ભાગમાં સ્વચ્છ ભારત નું સિમ્બોલ ભાષા પેનલ તથા રાણીની વાવ પણ દોરેલી છે જેમાં ૧૦૦ અંકિત કરેલા છે. આપણા હાથના તરફ નોટ ની અંદર અશોક પણ દર્શાવેલું છે અને મહાત્મા ગાંધીનું ઇલેક્ટ્રો ટાઈપ વોટરમાર્કમાં જોવા મળે છે. આ ઉપરાંત લોકો ખોટી નોટો માં ફસાઈ નહીં તે માટે આરબીઆઈ એ પોતાની વેબસાઈટ ‘paisaboltahai.rbi.org.in’ પર ઘણી બધી ઇન્ફોર્મેશન આપેલી છે જેના દ્વારા લોકો ખોટી તથા સાચી નોટો વચ્ચે તફાવત જાણી શકે.