ઘરમાં શાલીગ્રામ રાખવાથી દુર થાય છે પિતૃદોષ, જાણો તેને રાખવાની સાચી વિધિ વિષે

ઘરમાં શાલીગ્રામ રાખવાથી દુર થાય છે પિતૃદોષ, જાણો તેને રાખવાની સાચી વિધિ વિષે

શાલીગ્રામ ને ભગવાન વિષ્ણુ નું સ્વરૂપ માનવામાં આવે છે. જે રીતે લોકો ઘર માં શિવલિંગ રાખે છે એજ રીતે લોકો ઘર માં શાલીગ્રામ પણ રાખે છે. શિવલિંગ ની જેમ શાલીગ્રામ ઘર ના રાખવાથી પણ ઘણા લાભ થાય છે. શાસ્ત્રો માં તેના 33 પ્રકાર બતાવવા માં આવ્યા છે. તેમાં 24 પ્રકાર ભગવાન વિષ્ણુને સબંધિત છે. જેના લીધે ભગવાન ની 24 એકાદસીના વ્રત નું મહત્વ છે. આજે આપણે જાણીશું કજે કઈ રીતે આ શાલીગ્રામ ને કઈ રીતે ઘરમાં રાખવાથી ઘરના વાસ્તુ દોષ દુર થઇ જાય છે. અને તેની ખરી વિધિ વિષે પણ જાણીશું.

વિષ્ણુ પુરાણ અનુસાર જો શાલીગ્રામ ગોળ છે તો તે ભગવાન વિષ્ણુ નું ગોપાલ રુપ માનવામાં આવે છે. જો શાલીગ્રામ માછલી આકાર માં હોય તો તેને ભગવાનનું મત્સ્ય રૂપ માનવામાં આવ્યા છે. એવી માન્યતા પણ છે કે જો શાલીગ્રામ માં ઉપર ઉપર ઉભરાયેલ રેખા હોય તો તે ભગવાન વિષ્ણુ ના ચક્ર ને દર્શાવે છે અને સાથે વિષ્ણુના બીજા અવતારો ને પણ દર્શાવે છે. લક્ષ્મી -નારાયણ શાલીગ્રામ ને અત્યત દુર્લભ અને પ્રભાવશાળી માનવામાં આવે છે.

માન્યતા છે કે આ શાલીગ્રામ ને ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ અને પિતૃ દોષ દુર થઇ જાય છે. સાથે રોજ તેની પૂજા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. પણ આ શાલીગ્રામ ને ઘર માં કઈ રીતે રાખવું તેનું મહત્વ ખુબ  જ ખાસ છે. શાસ્ત્રો અનુસાર તેને ઘર માં આ રીતે રાખવું જોઈએ. ઘર માં ફફ્ત એક જ શાલીગ્રામ રાખવું જોઈએ. શાલીગ્રામ ની પૂજા મૂર્તિ કરતા પણ વધુ લાભકારક માનવામાં આવે છે.

શાલીગ્રામ ની રોજ પૂજા કરી અને તેમાં ચંદન નો ચાંદલો કરવો અને રોજ તુલસીનું પાન રાખવું. શાલીગ્રામ ને રોજ પંચામૃત દ્વારા સ્નાન કરાવવું જોઈએ. જે ઘર માં તેની પૂજા થાય છે તે ઘર માં હમેશા લક્ષ્મી નો વાસ રહે છે. તેનું પૂજન કરવાથી દરેક જન્મ ના પાપ દુર થઇ જાય છે. આ શાલીગ્રામ સાત્વિકતા નું પ્રતિક છે. તેની પૂજા સમયે મન ની શુદ્ધતા નું ધ્યાન રાખવું જોઈએ તો જ તમને વિશેષ ફળ મળશે.