ગુરૂવાર ના દિવસે કદી પણ ના કરો આ કામ, નહી તો ક્યારેય નહિ બનો ધનવાન

ગુરૂવાર ના દિવસે કદી પણ ના કરો આ કામ, નહી તો ક્યારેય નહિ બનો ધનવાન

મિત્રો , સમગ્ર અઠવાડીયા મા ગુરૂવાર ના દિવસ ને અતિ પવિત્ર માનવા મા આવે છે. તેની પાછળ નુ કારણ એવુ છે કે આકાશ મા સ્થિત નવ ગ્રહો મા ગુરુ એ વજન મા સૌથી વધુ ભારે હોય છે. આથી , આ શુભ દિવસે શરીર ને લગતા તથા ઘર ને લગતા અમુક કાર્યો કરવા નુ ટાળવુ જોઈએ. કારણ કે તેના થી ગુરૂ નુ બળ ઘટે છે અને ગુરૂ નુ બળ ઘટવા થી આપણા શરીર મા તથા ઘર મા તેનો નકારાત્મક પ્રભાવ પડે છે.

ગુરુ ગ્રહ એ શિક્ષા તથા ધર્મ નો કારક ગણાય છે. ગુરુ ગ્રહ મા નબળાઈ આવવા થી અભ્યાસ ને લગતા તથા અધ્યાત્મ ના કાર્યો મા મન લાગતુ નથી તેથી દુરૂવારે આ મુજબ ના કાર્યો ટાળવા. ગુરૂવાર ના દિવસે કોઈપણ સ્ત્રી એ માથુ ન ધોવુ. કારણ કે ગુરૂવારે જો કોઈ સ્ત્રી માથુ ધોવે તો તેના ઘર મા ધન ની હાનિ સર્જાઈ શકે. આ ઉપરાંત આની અસર તેના પિતા તથા સંતાનો પર પણ પડે છે. ગુરૂવારે માથુ ધોવા થી બૃહસ્પતિ નો પ્રભાવ પણ નબળો પડે છે.

આ સિવાય ગુરુવાર ના દિવસે કોઈ પુરૂષ કે સ્ત્રી એ વાળ ના કપાવવા. જો આ દિવસે વાળ કપાવવા થી તમારી પ્રગતિ ના માર્ગ મા તમને ગંભીર મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત ગુરૂવાર ના દિવસે નખ કાપવા થી પણ અશુભ પ્રભાવ પડે છે. શાસ્ત્રો મા ગુરુ ગ્રહ ને જીવ કહેવાયો છે અને જીવ એટલે આયુ. જો ગુરૂવાર ના દિવસ મા આ બધા કાર્યો કરવા મા આવે તો તમારી આવરદા ઓછી થઈ જાય છે.

આ ઉપરાંત બૃહસ્પતિ એ આપણા શરીર ના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. જો બૃહસ્પતિ નબળો પડે તો શરીર મા ગંભીર રોગો તથા નબળાઈ આવવા ની સંભાવનાઓ વધી જાય છે. આ સિવાય ઘર સાથે પણ બૃહસ્પતિ સંબંધ ધરાવે છે. વાસ્તુશાસ્ત્ર મા ઈશાન ખૂણા નો સ્વામી ગુરુ ને કહ્યો છે.

ઈશાન ખૂણો એ આધ્યાત્મ તથા શિક્ષા ની દિશા હોય છે. આ ખૂણા મા જો વધુ વજનવાળી વસ્તુ કબાટ , અલમારી , કપડા ધોવા જેવી ક્રીયાઓ કરવા મા આવે તો બૃહસ્પતિ નબળો પડે છે. આ ઉપરાંત ગુરૂવાર ને લક્ષ્મિજી ના વાર તરીકે પણ ઓળખવા મા આવે છે.

જો આ દિવસે લક્ષ્મિજી તથા નારાયણ નુ એકસાથે પૂજન કરવા મા આવે તો તમારા ઘર મા ધન ની અપાર વર્ષા થાય છે તથા સંપુર્ણ ઘર મા સકારાત્મક વાતાવરણ સર્જાય છે. વૈવાહિક જીવન સુખમયી બને છે. નોકરી-ધંધા મા ઉતરોત્તર પ્રગતિ ના યોગ સર્જાય છે.

માટે મિત્રો જો તમે શારીરિક , માનસિક તથા આર્થિક રીતે પ્રબળ બની રહેવા માંગતા હો તો તમારો ગુરુ પ્રબળ હોવો જોઈએ. તો મિત્રો લેખ મા તમને જણાવેલા કાર્યો ગુરૂવારે નહિ કરશો તો અવશ્ય તમારી જીવનશૈલી સુધરશે તથા તમારા ઘર મા લક્ષ્મિજી નો વાસ થશે.