એકાદશી ના પવિત્ર દિવસે ક્યારેય ન રાંધવી જોઈએ આ વસ્તુઓ, જાણો શાસ્ત્રોમાં શું છે ઉલ્લેખ

એકાદશી ના પવિત્ર દિવસે ક્યારેય ન રાંધવી જોઈએ આ વસ્તુઓ, જાણો શાસ્ત્રોમાં શું છે ઉલ્લેખ

અગિયારસ નુ એક અનેરુ મહત્વ રહેલુ છે. આ અગિયારસ ના વ્રર્ત સાથે અનેક મહત્વપૂર્ણ નીતિ-નિયમો રહેલા છે. એક માન્યતા મુજબ ભાત નુ સેવન ના કરવુ જોઈએ. આ માન્યતા મા ધાર્મિક તથા વૈજ્ઞાનિક કારણ સંકળાયેલુ છે. આપણા શાસ્ત્રો મા આવનાર તમામ અગિયારસ ના દિવસે ભાત આરોગવા ની મનાઈ કરવામા આવેલ છે. તો આજ ના આ લેખ મા આપણે જાણીશુ કે એવુ કયુ કારણ છે જેના થી આ દિવસે ચોખા ન આરોગવા જોઈએ.

તો સૌપ્રથમ આપણે ધાર્મિક કારણ જાણી લઈએ કે જે માનવી ના મન સાથે સંબંધ ધરાવે છે. મન ચંચળ થવા થી વ્રત ના નીતિ-નિયમો નુ અનુસરણ કરવા મા તકલીફો આવે છે. આ અગિયારસ ના વ્રત ના દિવસે માનવી ના મન નુ શાંત રહેવુ તથા સાત્વિક ભાવના નુ પાલન કરવુ એ ખુબ જ જરૂરી છે. આ કારણ થી ચોખા અથવા તો તેના થી નિર્મિત વસ્તુઓ નો આ દિવસે ત્યાગ કરવો જોઈએ.

તમારા મન મા એક એવો પ્રશ્ન પણ ઊભો થયો હશે કે મન તથા ભાત વચ્ચે શુ નાતો ? તો એક વાત સ્પષ્ટ કરી દઉ કે ભાત નો સીધો નાતો પાણી સાથે છે અને પાણી નો સીદો નાતો ચંદ્રમા સાથે છે. મન તથા સફેદ કલર ના સ્વામિ ચંદ્રમા ને માનવા મા આવે છે કે તે પોતે જ પાણી રસ તથા ભાવના ના કારક ગણાય છે.

આને લીધે જ એકાદશી ના રોજ માનવી ના દેહ મા પાણી નુ પ્રમાણ ઓછુ રહેશે એટલે જ વ્રત મા સાત્વિક્તા જળવાઈ રહેશે. આ કારણ થી મહાભારત ના સમય મા વ્યાસજી દ્વારા પાંડુ પુત્ર ભીમ ને નિર્જળા અગિયારસ કરવા નુ કહેવામા આવ્યુ હતુ. અન્ય એક પૌરાણિક માન્યતા મુજબ મા શક્તિ ની ક્રોધાગ્નિ થી બચવા માટે મહાઋષિ મેઘાએ પોતા નો દેહ છોડી ધરતી મા તેમ નો અંશ જવા દીધો હતો.

આ પછી ચોખા તથા જવ ના સ્વરૂપે મહાઋષિ મેઘા પ્રગટ થયા હતા. આને લીધે ચોખા તથા જવ ને એક જીવ ગણવા મા આવે છે. આ જ દિન એટલે કે અગ્યારસ ના રોજ આ ઋષિ નો અંશ ધરતી મા સમાયો હતો. જેથી આ દિવસે ચોખા નુ સેવન ન કરવા ની સલાહ અપાય છે. એક માન્યતા મુજબ જો આ દિને તમે ચોખા અથવા તો તેના થી નિર્મિત કોઈ વસ્તુ ને આરોગો તો તમે આ ઋષિ નુ માંસ તથા લોહી આરોગ્યા સમાન માનવામા આવે છે.

ચોખા મા જીવ હોવા ને લીધે આ દિવસે તેનુ સેવન ન કરવા ની સલાહ આપવા મા આવે છે. જેના કારણે સાત્વિક રૂપ થી અગ્યારસ નુ વ્રત પુર્ણ મનાય છે. આ ઉપરાંત એક એવી પણ માન્યતા રહેલી છે કે જો એકાદશી ના રોજ તમે ચોખા આરોગો તો તમારો આવતો જન્મ સરીસૃપ ના રૂપ મા આવે છે. જે પેટ ઢસળાવી ને ચાલતા હોય તે જીવો ને સરીસૃપ માનવામા આવે છે તથા જો દશમ ના રોજ ચોખા ને આરોગવા મા આવે તો તમને મોક્ષ મળે છે.

ઉપર જણાવેલ તમામ તથ્યો એ ધાર્મિક કારણો હતા. હવે આપણે જોઈએ વૈજ્ઞાનિક કારણો. વૈજ્ઞાનિકો ના મતાનુસાર ચોખા મા પાણી નુ પ્રમાણ ખુબ જ વધુ હોય છે તથા પાણી પર ચંદ્રમા નો પ્રભાવ વધુ પડે છે. ચોખા ની ખેતી મા પુષ્કળ પાણી ની આવશ્યકતા હોય છે. તેના લીધે જ તેને જળ પ્રધાન ગણવા મા આવે છે. આ દિન ના રોજ જો ચોખા ને આરોગવા મા આવે તો ચોખા મા રહેલા પાણી ને ચંદ્રમા ના કીરણો તેને પ્રભાવિત કરે છે તથા મન ને અશાંતિ ઉપજાવે છે.

આથી જ જો અગ્યારસ ના રોજ ચોખા ને ન આરોગતા ની સાથે મંત્રોજાપ ની ક્રિયા કરવા મા આવે તો માનવદેહ મા અખુટ શક્તિ જમા થાય છે તથા શરીર મા રહેલા દુષિત દ્રવ્યો નો નિકાલ થાય છે અને નવી ઊર્જા નો સંચાર થાય છે . તો આ હતા ધાર્મિક તથા વૈજ્ઞાનિક કારણો કે જેના લીધે ચોખા આરોગવા ની મનાઈ કરવા મા આવે છે.