આઠ દિવશે એકવાર કરો બજરંગબલીના નામનો દીવો, આવનારી દરેક સમસ્યાથી થશે રક્ષણ

આઠ દિવશે એકવાર કરો બજરંગબલીના નામનો દીવો, આવનારી દરેક સમસ્યાથી થશે રક્ષણ

દરેક માણસ એવું ઈચ્છતો હોય છે કે તેના ઘરમાં સતત સુખ સમૃધ્ધિ બની રહે.છતાં પણ આપણી આ ઈચ્છા વધુ દિવસો સુધી ટકી રહેતી નથી. કોઈ ને કોઈ સમસ્યા હમેશા જીવનમાં આવતી જ રહે છે. અને આ સમસ્યાઓથી બચવા માટે લોકો જાત જાત ના ઉપાયો કરતા હોય છે. અમુક માનતા રાખે છે. અમુક વ્રત રાખે છે. અને આમાંથી અમુક ઉપાયો ખરેખર સચોટ અને ઉપયોગી  પણ નીવડ્યા છે.

જેમકે એક ઉપાય એવો છે કે ઘરમાં રોજ દીવો કરવાનો. આ ઉપાય ઘણી હદ સુધી સફળ નીવડ્યો પણ છે. પણ આજ કાલ કોઈ પાસે રોજ દીવો કરવાનો અને આવો સમય પણ નથી હોતો માટે, એમના માટે જ ખાસ આ નવો ઉપાય છે.

આ ઉપાય છે અઠવાડિયામાં એક વાર બજરંગબલીના નામનો દીવો કરવાનો. આ દીવો સામાન્ય જે રીતે આપણે કરતા હોઈએ એ રીતે કરવાનો નથી. એના બદલે ઘઉં ના લોટની મદદ થી દીવો બનાવી અને  બજરંગબલીના નામનો દીવો કરવાનો હશે. આ વાત આમ તમને સામાન્ય લાગશે પણ ખરેખર જો પૂરી શ્રધ્ધા પૂર્વક આ પ્રયોગ કરવામાં આવે તો આ ઉપાય 100% ફળે જ છે.

જો સતત તમારા ઘરમાં ઝગડા થતા હોય, સુખ શાંતિ જેવું વાતાવરણ જ ન હોય, ઘરમાં કોઈની નજર લાગી ગઈ હોય, પતિ-પત્ની વચ્ચે અણ બનાવ હોય, કોઈ ને કોઈ બીમારી ઘરનો પીછો ન છોડતી હોય, પૈસે ટકે પણ કટોકટી થતી હોય. તો આવી દરેક સમસ્યા થી દુર રહેવા  માટે આ ઉપાય ખુબ જ લાભદાયક નીવડશે.

તો હવે આ ઉપાય કરવો કઈ રીતે? આ પ્રશ્ન તમને થતો હશે, તો ચાલો જાણી લઈએ વિગત માં..

કલિયુગ માં બજરંગ બલી એક એવા દેવ છે જે હમેશા હાજર હજૂર રહે છે. એમને પ્રશન્ન કરવા માટે ઘઉના લોટ માં પાણી નાખી અને લોટ બાંધી લેવો.પછી એ લોટ નો દીવો બનાવી તેમાં આડી વાટ નો તેલનો દીવો કરી ને બજરંગબલી સામે પ્રગટાવવો. અને હનુમાન ચાલીશાનો પાઠ કરવો. હનુમાન ચાલીશા તમે એક વાર, ત્રણ વાર, અગિયાર વાર કે પછી સમય પ્રમાણે જેટલી વાર બોલી શકાય એટલી વાર પૂરી શ્રધ્ધા થી બોલી શકો છો.

આ ઉપાય તમે દર રોજ પણ કરી શકો છો. અને જો સમય ન મળે રોજ તો શનિવારે અને મંગળવારે પણ કરી શકો છો. અને જો ત્યારે પણ મેળ ન આવે તો અઠવાડિયા માં કોઈ પણ એક વારે નિયમિત આ ઉપાય કરવો.

આ ઉપાય સમયે એક વાતનું ધ્યાન રહે કે જયારે તમે આ ઉપાય કરતા હોવ ત્યારે બહ્મચર્યનું પાલન કરવું તેમજ ઘરમાં ચોખ્ખાઈ રાખવી અને કોઈ પણ અપશબ્દો ન બોલવા. આ ઉપાય કરવાથી બજરંગ બલી દરેક સમસ્યાથી તમારું રક્ષણ કરશે.