વિનાયક નામનો આ બાળક ધોરણ ૧૦ નું ત્રીજું પેપર આપીને ગુજરી ગયો, તેમણે અંગ્રેજીમાં ૧૦૦ / વિજ્ઞાનમાં ૯૭ / સંસ્કૃતમાં ૯૬ ગુણ મેળવ્યા હતા

વિનાયક નામનો આ બાળક ધોરણ ૧૦ નું ત્રીજું પેપર આપીને ગુજરી ગયો, તેમણે અંગ્રેજીમાં ૧૦૦ / વિજ્ઞાનમાં ૯૭ / સંસ્કૃતમાં ૯૬ ગુણ મેળવ્યા હતા

વિનાયક જયારે ૨ વર્ષનો હતો ત્યારે તેમના ઘરના સભ્યોને ખબર પડી કે તેને ‘મસ્કુલર ડીસ્ટ્રોફી’ છે. જેમાં તેને ૭ થી ૮ વર્ષ સુધી તેને કાંઈ પણ ખબર ન હતી. પરંતુ અમે એ જાણતા હતા કે તેને આગળ મુશ્કેલી વધવાની છે અને એને ધીમે ધીમે તેનું હરવા ફરવાનું બંધ થઇ ગયું. તે કહેતો હતો કે અંતરીક્ષ યાત્રી બનશે. પણ તેને આ બીમારીની જાણ થઇ પછી તેનું આ સપનું તૂટી ગયું. તેમ છતાં પણ તે હાર્યો નહિ. અને તેને અભ્યાસ ચાલુ રાખ્યો. તેને પોતાને પેટિંગનો ખુબ શોખ  હતો, પરંતુ હાથ એટલા નબળા થઇ ગયા હતા કે તે પોતે પેટિંગ પણ નાં કરી શકતો હતો.

આ ‘મસ્કુલર ડીસ્ટ્રોફી’ એ એક પ્રકારનો હાડકા અને મસલ્સનો રોગ છે. કે જેમ જેમ ઉંમર વધતા લાગે તેમ તેમ હાડકા અને મસલ્સ એ ગળવા માંડે છે. અને જેથી તમારે ધીરે ધીરે ચાલવા, અને હરવા, ફેરવા ને ત્યાં સુધી કે પોતાની ગરદન પણ એ ટટ્ટાર રાખી શકાતી નથી. તો આ હાથ પગનું તો કેહેવુ જ શું? એમ સમજી લો કે આખા શરીર ખાલી કોથળા જેવું થઈ જાય છે. અને આ રોગની કોઈ દવા શોધી નથી અને આ રોગ જીનેટિક ખામીને કારણે થાય છે.

વિનાયક એ જયારે ૯ માં ધોરણમાં હતો ત્યારે તેને ૬ ઇનામ જીત્યાં હતા. અને તેનો પીઠનો દુ:ખાવો એ દિવસે ને દિવસે વધતો ગયો અને તે કાયમી માટે આયોડેક્સ લગાવીને બેસતો હતો. પણ તેના પ્રયત્ન એ ચાલુ રાખતો હતો જેમાં તે સ્કુલે જાય અને તેને આ પરીક્ષા પહેલા કહ્યું હતું કે ‘મમ્મી તમે જો જો હું સારા માર્ક્સએ પાસ થઈશ.’ અને આ છોકરો એ જેમને વહીલચેર ઉપર આખી પરીક્ષા આપી. અને તેનું પહેલું પેપર એ જાતે લખ્યું અને પછી તેની પરિસ્થિતિ લખી શકે તેવી ના હોવાથી તેને એક રાઈટર આપવામા આવ્યા હતા જેમાં તે બોલતો અને તેનો રાઈટર એ લખતો હતો તેમાં પણ તે ચેક કરતો કે ક્યાંક તે ખોટું તો નથી લખતો ને.

ત્યાર બાદ ૨૫ માર્ચની રાત્રે તેનો પીઠનો દુ:ખાવો એ અચાનક જ વધી ગયો. અને જેમ તેમ તે સુતો તેમ જ રોજ સવારે અમને ગુડ મોર્નિંગ કહેતો હતો પણ તે સવારે તે એકદમ બેભાન પડ્યો હતો અને અમે તેને લઇને હોસ્પિટલ લઇ ગયા ત્યારે ડોકટરે જણાવ્યું કે તેમની હ્રદયની માંસપેશીઓ એ નબળી પડી જવાથી તેનું બ્લડ એ ફ્લોટ બની ગયું છે. અને તેનાથી આ કાર્ડીયક એરેસ્ટ આવ્યો અને આ સમયે  વિનાયક એ ગુજરી ગયો હતો. અને આ સોમવારે સીબીએસઈની સાઈટ ઉપર તેનું રીઝલ્ટ જોયું તો તેમણે અંગ્રેજીમાં ૧૦૦, વિજ્ઞાનમાં ૯૭ અને સંસ્કૃતમાં ૯૬ ગુણ મેળવ્યા હતા અને આ બધા સંબંધિઓના ફોન આવી રહ્યા છે? છેલ્લે તેણે એમ પણ કહ્યું હતું કે આ પરીક્ષા પછી તેને રામેશ્વરમ ફરવા જવું છે માટે તેને આ સોમવારની ટીકીટ બુક કરાવી હતી અને તે જ દિવસે તેનું પરિણામ પણ આવ્યું હાલમાં અમે વિનાયક માટે રામેશ્વરમાં છીએ