વરસાદ સબંધિત આવ્યા છે મોટા સમાચાર, જાણો ક્યારથી શરુ થશે ચોમાસું

વરસાદ સબંધિત આવ્યા છે મોટા સમાચાર, જાણો ક્યારથી શરુ થશે ચોમાસું

સખત ગરમી પડી રહી છે. લોકો ગરમી થી ખુબ જ કંટાળી ગયા છે. ગરમી એટલી સખત છે કે છે હવે દરેક લોકો એવી જ રાહ જોઈ રહ્યા છે લે જલ્દી વરસાદ થાય. આ બાબતે ચોમાસા વિષે મોસમ વિભાગ દ્વારા વરસાદ સબંધિત સમાચારો આવી રહ્યા છે. પેલી જુન થી થોડું થોડું ચોમાસું સક્રિય બની જશે. આ વખતે ચોમાસું નિર્ધારિત સમય કરતા થોડું મોડું રહેશે. આ વખતે વરસાદ પણ ઓછો થશે એવી શક્યતા છે. વરસાદ ની રાહ લોકો ખુબ જ બેચેની પૂર્વક જોઈ રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસાની સિઝન દરમિયાન સામાન્યથી ખુબ જ વધારે વરસાદની સંભાવના 2 ટકા છે. જ્યારે સામાન્યથી વધારે વરસાદની 10 ટકા સંભાવના છે. આ ઉપરાંત સામાન્ય વરસાદ એટલે કે 96થી 104 ટકા વરસાદની સંભાવના 39 ટકા રહેલી છે. કુલ મળીને સામાંન્ય કે સામાન્યથી વધારે વરસાદની સંભાવના 50 ટકાથી વધારે છે. ટુક માં આ વખતે જેટલો વરસાદ થવો જોઈએ તેના કરતા ઓછો થશે. અને સામાન્ય જેટલો વરસાદ જોઈએ તેટલો વરસાદ આ વખતે નહિ થાય.

આ વખતે ઓછો વરસાદ થવાની સંભવાના 16% જેટલી છે. આ વખતે બની શકે છે કે દુષ્કાળ ની સ્થિતિ સર્જાય શકે છે.ચોમાસું સિઝન દરમિયાન 90 ટકાથી ઓછો વરસાદ થાય તો દુષ્કાળ જાહેર કરી શકાય છે. એટલે કે આ વર્ષે દુષ્કાળગ્રસ્ત ચોમાસાની 16 ટકા સંભાવના છે. ચોમાસું બરાબર ન    હોવાને લીધે આવી પરિસ્થિતિ સર્જાય     શકે  છે. જેના લીધે ઘણી બધી તકલીફનો સામનો કરવો પડી શકે છે.

એક ખબર પ્રમાણે  સોમાસુ 22મે એ આંદમાન નિકોબાર દ્વીપ પહોંચશે. ગયા મહિને પણ સ્કાયમેટે સીઝનમાં આ વખતે વરસાદ સામાન્ય રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. કદાચ આ અગાઉ 2018નું વર્ષ ચોમાસુ સૌથી ખરાબ વર્ષ રહ્યું. ઘણા ક્ષેત્રો માં ખુબ જ ખરાબ ચોમાસુ રહ્યું હતું અને ત્યાં દુષ્કાળ ની સ્થિતિ સર્જાઈ હતી.