સુરતમાં લાગેલી ભીષણ આગમાં શા માટે છોકરાઓ નીચે પડવા લાગ્યા? જાણો તેની પાછળનું સત્ય

સુરતમાં લાગેલી ભીષણ આગમાં શા માટે છોકરાઓ નીચે પડવા લાગ્યા? જાણો તેની પાછળનું સત્ય

સુરતમાં હાલ ખુબ  જ ભયાનક આગ લાગી છે એક જગ્યા એ. આ વાયરલ વીડિઓ લગભગ બધા એ જોયો  હશે. એ વીડિઓ માં દેખાય છે હે બહુ બધા વિદ્યાર્થીઓ નીચે પડી રહ્યા હતા. આ આગ ના લીધે 20 થી વધુ વિદ્યાર્થીઓ મોત ને ઘાટ ઉતરી ગયા છે. આપણા મુખ્ય મંત્રી એ એમના પરિવાર ને ચાર લાખ રૂપિયા ની સહાય કરવાની જાહેરાત કરી છે. તેઓ તાત્કાલિક સુરત પહોચી પણ ગયા હતા. પણ આ ઘટના થઇ તેની પાછળ ની હકીકત ખુબ જ ચોકાવનારી છે.

તક્ષક્ષિલા આર્કેડ માં પાછળ થી આગ લાગી હોય તેવી શક્યતા છે. એમાય ધીમેં ધીમે આ આગ આખી બિલ્ડીંગ માં ફેલાય હતી. આ આગ જયારે લાગી ત્યારે તેની જાણ ફાયર બ્રિગેડ ને કરવામાં આવી ત્યારે તેઓ તાત્કાલિક આ જગ્યા એ પહોચી ન શક્યા. આ ઉપરાંત ઘણા ફાયર બંબા ઓ માં તો પાણી પણ ન હતું તેવી ખબર પણ સામે આવી છે.

આ ઘટના માં થયું એવું હતું કે ત્યાં કલાસીસ ખાનગી હતા. અને ઉપર ચડવા માટે ત્યાં લાકડા ની સીડી રાખેલી હતી પણ જયારે આગ લાગી ત્યારે સીડી સળગી ગઈ જેના લીધે છોકરાઓ નીચે ઉતરી ન શક્યા. અને આગ થી બચવા માટે તેઓ એ બારી માંથી નીચે કુદકા માર્યા જેના લીધે 20 થી વધારે છોકરાઓ મોત ને ઘાટ ઉતરી ગયા હતા અને ઘણા બધા બાળકો ઇજા ગ્રસ્ત પણ થયા હતા. આ દુર્ધટના વિષે સાંભળી ને દરેક ને ખુબ જ દુખ થયું છે.

આ ગંભીર સમસ્યા ને લીધે અમદાવાદ માં રહેલા ઘણા બધા કલાસીસ બંધ કરી દેવાયા છે. સુરત ના પણ ઘણા કલાસીસ ઉપર પ્રતિબંધ મુકાયો છે. આ ઘટના માટે મહાનગર પાલિકા અને  ફાયર બ્રિગેડ ની ઘોર બેદરકારી હોય તેવું જણાય છે. ત્યારે આપણા મન માં આ  પ્રશ્નો આવે એ સ્વાભાવિક છે કે શું સુરત ફાયર બ્રિગેડ પાસે ચાર માળ ની સીડી પણ નહિ હોય? એમની પાસે આગ બુઝાવવા માટે પુરતો સમાન પણ નહિ હોય? ફાયર બ્રિગેડ ને ઘટના સ્થળે પહોચતા આટલી વાર કેમ લાગી? આ બધા સવાલો ના  જવાબો એમણે દેવા પડશે.