જાણો સુરતના આ અસલી હીરો કેતન વિષે, ત્યાં લાગેલી આગમાં તેણે ઘણા જીવ બચાવ્યા

જાણો સુરતના આ અસલી હીરો કેતન વિષે, ત્યાં લાગેલી આગમાં તેણે ઘણા જીવ બચાવ્યા

આજ કાલ યુગ ટેકનોલોજી વાળો થઇ ગયો છે. લોકો ખુબ જ આગળ વધી રહ્યા છે. હવે લોકો બીજા ને મુસિબત માં જોઈ એમની મદદ કરવાના બદલે એમના વીડિઓ બનાવતા જોવા મળે છે. સુરતમાં હાલ ખુબ  જ ભયાનક આગ લાગી હતી . આ વાયરલ વીડિઓ લગભગ બધા એ જોયો  હશે. એ વીડિઓ માં દેખાય છે હે બહુ બધા વિદ્યાર્થીઓ નીચે પડી રહ્યા હતા. તક્ષક્ષિલા આર્કેડ માં પાછળ થી આગ લાગી હોય તેવી શક્યતા છે. એમાય ધીમેં ધીમે આ આગ આખી બિલ્ડીંગ માં ફેલાય હતી. આ આગ જયારે લાગી ત્યારે તેની જાણ ફાયર બ્રિગેડ ને કરવામાં આવી ત્યારે તેઓ તાત્કાલિક આ જગ્યા એ પહોચી ન શક્યા. આ ઉપરાંત ઘણા ફાયર બંબા ઓ માં તો પાણી પણ ન હતું તેવી ખબર પણ સામે આવી છે.

પણ જયારે આ આગ લાગી ત્યારે ત્યાં બેસી રહી અને તમાસો જોવા ને બદલે આ છોકરા એ જે કામ કર્યું જે વિષે જાણી અને દરેક ને આ છોકરા પર ગર્વ થશે. અમે જેની વાત કરી રહ્યા છે તેનું નામ છે કેતન જોરવાડિયા. જયારે તે જગ્યાએ ખુબ જ ભયંકર આગ લાગી હતી ત્યારે લોકો મદદ માટે રાડો નાખી રહ્યા હતા.

આવા સમયે કેતન એ કઈ પણ વિચાર્યા વિના જ આ લોકો ની મદદ કરવાનું નક્કી કર્યું. તેણે જેવું આ બધુ જોયું ત્યારે જ તે એક ઓડીયન્સ નો ભાગ બનવાને બદલે મદદ માગી રેહલા વિધાર્થીઓ ની મદદ કરવા માટે દોડ્યો. બિલ્ડીંગ માં રહેલી પાડીઓ દ્વારા તે બીજા માળ સુધી પહોચ્યો. અને તેના તી બનતા પ્રયાસ લોકો ને બચાવવા માટે કરવા માંડ્યો.

સુરત ના આ સાચા હીરો એ પોતાનો જીવ જોખમ માં મુકી અને ઉપર થી છલાંગ લગાવી રહેલા બાળકો ને બચાવવા માટે ખુબ જ મહેનત કરી. એમની સાથે વાત કરતા કેતન એ જણાવ્યું કે તેઓ એ બીજા માળે થી ઉપર થી કુદી રહેલા બાળકો ને બચાવવા માટે ખુબ જ પ્રયાસ કર્યો. આવા લોકો માટે ખરેખર દિલ થી માન આવે. સલામ છે કેતન ને.