નરેન્દ્ર મોદીના સપથ ગ્રહણ કાર્યક્રમમાં સામેલ થશે આ ખાસ મહેમાન, જાણો એમના વિષે

નરેન્દ્ર મોદીના સપથ ગ્રહણ કાર્યક્રમમાં સામેલ થશે આ ખાસ મહેમાન, જાણો એમના વિષે

લોકસભા ચુંટણીમાં જોરદાર વિજય મેળવ્યા બાદ મોદી સાહેબ ફરી એક વાર સરકાર બનાવવા માટે તૈયાર છે. ક્યાં નેતા ને કયું પદ મળશે  તેના માટે શનિવારે  સાંજે NDA નેતાઓ ની બેઠક દિલ્લી માં થશે. આ સંસદ માં દરેક વ્યક્તિઓ નરેન્દ્ર મોદી ને પોતાના નેતા તરીકે પસંદ કરશે. બીજી બાજુ નરેન્દ્ર મોદીએ સપથ વિધિ ની તૈયારી કરી દીધી છે. ભાજપ ના કાર્યકરો 2014 કરતા 2019 ના સમારોહ ને વધુ ભવ્ય બનાવવાની કોસિસ કરી રહ્યા છે. એમના સપથ ગ્રહણ માં આવનારા મહેમાનો નું લીસ્ટ તૈયાર થઇ ગયું છે. તેમાં પહેલું નામ શ્રીલંકા ના રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સીરીસેના નું છે.

63 વર્ષના મૈત્રીપાલ સીરીસેના પહેલા સ્વાસ્થય મંત્રી તરીકે કામ કરતા હતા. પછી તેઓ વિપક્ષી દળ માં સામેલ   થયા. તેઓ એ ભ્રષ્ટાચાર ના  ઘણા કેસ સોલ્વ કર્યા   અને તેને દુર કરવા  વિષે જાગૃતિ પણ  ફેલાવી. અને સાથે સંવિધાન માં ઘણા ફેરફાર પણ કર્યા. એમની  ચુંટણી સમયે તેઓ ના અમુક રાજનેતાઓ એ મૈત્રીપાલ સીરીસેના ઉપર દગો કરવાનો આરોપ લગાવ્યો    હતો. પણ તેનાથી  ડર્યા નહિ અને તેઓ એ  શ્રીલંકા ની જનતા ને લોકશાહી   લાવવા નો વાયદો કાર્યો અને તેઓ એ શ્રીલંકા માં લોકશાહી લાવી. અને શ્રી લંકા માં રાજાશાહી થી મુક્તિ અપાવી.

તેઓ બોદ્ધ અને સિહસી સમુદાય માં ખુબ જ પ્રિય છે. શ્રી લંકા ની લગભગ 2.1 કરોડ આબાદી આ બન્ને સમુદાય ની જ છે. આ કારણે શ્રીલંકા ના લગભગ લોકો માં આ વ્યક્તિ ખુબ જ પ્રિય છે. તેઓ દેશ માં આર્થિક દર્ષ્ટિ એ ઘણા ફેરફાર કર્યા છે.  તેઓ ચોખ્ખી રાજનીતિ માટે જાણીતા છે.

મૈત્રીપાલ સીરીસેના ખુબ જ સાફ છબી ધરાવતા નેતા છે. તેઓ દારૂ અને સિગરેટ ના ખુબ જ વિરીધી વ્યક્તિઓ રહ્યા છે. તેઓ હમેશા દુશ્મનો ની નજર માં રહ્યા છે. પણ તેઓ એમના થી બચતા આવ્યા છે. તેઓ ખુબ જ સાફ અને સ્પષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ હમેશા વ્યસન ના વિરોધી રહ્યા છે.   તેઓ સ્પષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે. આપણા પ્રધાન મંત્રી ની ખાસ સપથ વિધિ ના પ્રોગ્રામ માં ખાસ એમને મહેમાન તરીકે બોલવવાના છે.