માત્ર સો રૂપિયામાં ખરીદો કિસાન વિકાસ પત્ર, થશે તમારો આ રીતે ફાયદો.

માત્ર સો રૂપિયામાં ખરીદો કિસાન વિકાસ પત્ર, થશે તમારો આ રીતે ફાયદો.

ભારત દેશની અંદર હાલમાં સરકારી નાની બચત દ્વારા વ્યક્તિઓ ધન ની બચત કરી શકે તેવી યોજનાઓ કરી રહી છે. હાલમાં જ નાની બચત યોજનાઓ ઉપર પણ વ્યાજ દર વધારવામાં આવ્યા છે. આવી પરિસ્થિતિ ની અંદર આ સ્કીમ નો ફાયદો ઉઠાવવો એ સૌથી સારામાં સારો મોકો ગણી શકાય. આવી જ એક નાની બચત યોજના છે કિસાન વિકાસ પત્ર. જેના વિશે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ.

શું છે કિસાન વિકાસ પત્ર?

કિસાન વિકાસ પત્ર એ એક પ્રકાર નું પ્રમાણપત્ર છે. જેને કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે છે. તે એક પ્રકારના બોનડ રૂપ નું પ્રમાણ પત્ર છે. જેની અંદર દર વર્ષે તેમાં થતા નફા ની ગણતરી કરવામાં આવે છે. સમયે સમયે વ્યાજદર સરકાર તરફથી નક્કી કરવામાં આવે છે અને આ કિસાન વિકાસ પત્ર ભારત દેશના કોઈપણ પોસ્ટ ઓફીસ માંથી ખરીદી શકાય છે. 1 ઓક્ટોબર 2018 ના રોજ આ કિસાન વિકાસ પત્ર ની અંદર 7.7 % જેટલું વ્યાજ દર હતો.

કેટલા પૈસા લગાવવા પડશે?

કિસાન વિકાસ પત્ર ની અંદર ઈનવેસમેન્ટ કરવા માટે ઉપર કોઈ પણ ઉપરી સીમા રાખવામાં આવેલી નથી. આ સ્કીમ ની અંદર તમારે ઓછામાં ઓછા એક હજાર રૂપિયાનું ઇન્વેસ્ટ કરવું પડશે. તમે 1000 ના ગુણાંક ની અંદર ગમે તેટલા હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરી શકો છો, એટલે કે તમે કિસાન વિકાસ પત્ર ની અંદર 1500, 2500 કે 3500 જેવી રકમ જમા કરી શકતા નથી. તેની જગ્યાએ તમે 1000, 2000 કે પાંચ હજાર જેવી રકમ જમા કરી શકો છો.

કોણ ખરીદી શકે

ભારત દેશની અંદર ફેલાયેલી દરેક પોસ્ટ ઓફિસમાંથી તમે આ કિસાન વિકાસ પત્ર ખરીદી શકો છો. તમે આ કિસાન વિકાસ પત્ર ને તમારા બાળકો માટે પણ ખરીદી શકો છો. અને તમે આ કિસાન વિકાસ પત્રને બે લોકોના નામે થી પણ ખરીદી શકો છો. ભારત દેશનો કોઈ પણ નાગરિક કિસાન વિકાસ પત્ર ખરીદી શકે છે.

કેટલા સમય પછી ઉપાડી શકાય પૈસા?

જો તમે તમારા જમા કરેલી રાશિ ઉપાડવા માગતા હોય તો આ માટે તમારે ઓછામાં ઓછા 2.5 વર્ષ સુધી રાહ જોવી પડશે. ફાઈનાન્સિયલ એક્સપર્ટ દ્વારા હંમેશા ને માટે એવી સલાહ આપવામાં આવે છે કે આ સ્કીમ ની અંદર બને ત્યાં સુધી લાંબો સમય સુધી ઇન્વેસ્ટ કરવું જોઈએ. જો તમે કિસાન વિકાસ પત્ર ની અંદર પૈસા લગાવી રહ્યા હોય તો હાલમાં તેના ઉપર 7.7 ટકા જેટલું વ્યાજ લાગી રહ્યું છે. જેના આધારે 118 મહિનાની અંદર એટલે કે નવ વર્ષ અને 10 મહિનાની અંદર આ રકમ ડબલ થઇ જશે.

આ કિસાન વિકાસ પત્ર મેળવવા માટે તમારે બે પાસપોર્ટ સાઇઝના ફોટા, ઓળખકાર્ડ અને એક રેસિડેન્ટ ઓળખ પત્ર અને જો તમારું ઇન્વેસમેન્ટ ૫૦ હજાર કરતાં વધારે હોય તો તેવા કિસ્સાની અંદર તમારું પાનકાર્ડ જરૂરી બને છે. આ સરકારી યોજના ની અંદર નોમીનેશનની સુવિધા પણ રાખવામાં આવી છે. સાથે-સાથે આ સર્ટિફિકેટ કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિ ના નામે પણ ટ્રાન્સફર કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.