જયારે નાસ્તા માટે લાઈનમાં ઉભો રહ્યો દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ, તસ્વીર થઇ વાયરલ  

જયારે નાસ્તા માટે લાઈનમાં ઉભો રહ્યો દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ, તસ્વીર થઇ વાયરલ  

ક્યારેક ક્યારેક દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓ કંઇક એવું કરી દે છે જેના કારણે તે તરત જ ચર્ચા માં આવી જાય છે. અત્યારે દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓ માંથી એક માઈક્રોસોફ્ટ કંપની ના સંસ્થાપક બિલ ગેટ્સ નાસ્તા માટે લાઈન માં ઉભા રહેલા નજરે ચડ્યા છે, જી હા, બિલ ગેટ્સ ની એક તસ્વીર સોશિયલ મીડિયા માં વાયરલ થઇ રહી છે જેમાં તે નાસ્તા માટે લાઈન માં ઉભા રહ્યા છે. બિલ ગેટ્સ ની આ સાદગી ની દુનિયા દીવાની થઇ રહી છે. અને તસ્વીર ને ખુબ જ શેર કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે બિલ ગેટ્સ ની આ તસ્વીર વાયરલ થયા પછી લોકો તેમનો એક સામાન્ય માણસ ની જેમ વ્યવહાર અને લાઈન માં ઉભા રહેવાની ઘણી પ્રશંશા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે તે બર્ગર ના ઘણાં શોખીન છે, અને તે આજે પણ સીએટલ ના એક ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ માં બર્ગર ખાવા જાય છે.

તમારી વધારે જાણકારી માટે તમને જણાવી દઈએ કે બિલ ગેટ્સ ની આ તસ્વીર ૧૫ જાન્યુઆરી એ કંપની ના એક પૂર્વ કર્મચારી માઈક ગેલોસ એ શેર કરી હતી, જેમાં તેમણે કેપ્શન માં લખ્યું હતું કે ‘ જયારે તમે દુનિયા ની સૌથી મોટી કંપની ના માલિક હોવ અને તમારી હેસિયત અરબો ડોલર માં હોય, પરંતુ તમે અમીરો ની જેમ નહિ પરંતુ માણસ ની રીતે બર્ગર , ફ્રાઇજ અને કોક ના માટે રેસ્ટોરન્ટ માં લાઈન માં ઉભા રહીને પોતાની વારી ની રાહ જોવે છે. સાચા અમીર વ્યક્તિ આ રીતે વ્યવહાર કરે છે.