જાણો ગુજરાત ના ક્યાં શહેરોમાં ગરમી જશે 45 ડીગ્રી ને પાર

જાણો ગુજરાત ના ક્યાં શહેરોમાં ગરમી જશે 45 ડીગ્રી ને પાર

ગરમી દિવસે ને દિવસે વધી રહી છે.  આ ગરમી દિવસે ને દિવસે ખુબ જ અસહ્ય રૂપ લઇ રહી છે. પણ હજુ તો શરૂઆત જ છે. હજુ ગરમી  વધશે. હવામાન વિભાગ માંથી ચેતવણી આવી છે કે આવનારા મહિના માં ગરમી ખુબ જ વધી જશે આ પહેલા 2002 માં જ ગરમી આટલી વધી હતી 45 ડીગ્રી ઉપર ગઈ હતી. હવે પાછી થોડા દિવસો પછી આ ગંભીર સ્થિતિ સર્જાશે. ગરમી ખુબ જ વધી જશે. અમદાવાદ માં લોકો એ ખાસ ધ્યાન માં લેવી આ વાત કારણકે ત્યાં સૌથી વધુ ગરમી થવા ના ચાન્સ છે.

ગરમી એટલી હદ સુધી વધશે કે  હવામાન વિભાગે બપોરે જરૂરી કામ સિવાય બહાર નહીં નિકળવા સલાહ આપી છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે ગુજરાત પર ઉત્તર-પશ્ચિમી ગરમ હવાનું પ્રમાણ ખુબ જ વધી શકે એમ છે. સાથે જ બંગાળની ખાડી પર પણ એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે. વાવાઝોડું ગુજરાત પર આવતા પવનમાંથી ભેજ ખેંચી લે છે. જેના કારણે ગરમ અને સૂકા પવનો ફૂંકાશે.  જે ખુબ જ  મોટી પરેશાની નું કારણ બનશે.

આવનારા સમય માં ગરમી નો પારો 45 ડીગરી ઉપર જશે એવી ખાસ ચેતવણી હવામાન વિભાગ એ આપી છે. માટે આવનારા સમય માં જરૂર પુરતું જ બહાર નીકળવું, અસહ્ય ગર્મી સ્વાસ્થય ઉપર ખુબ જ ખરાબ અસર પાડી શકે છે. 6 થી 9 મે સુધી માં મગજ ફાડી નાખે તેવી ગરમી થવાની શક્યતા છે.સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતનાં અમરેલી, સુરેન્દ્રનગર, વડોદરા, ભરૂચ,મહેસાણા અને જુનાગઢમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રી સુધી પહોચશે.

જયારે અમુક શેહેરો માં ગરમી 44 ડીગ્રી સુધી પહોચશે જયારે અમુક શહેરો માં તો 45 ડીગ્રી ને વટી જશે. ગુજરાત ના સાત શહેરો માં ખાસ આ ચેતવણી છે. આ સાત શેહર ના લોકો ખાસ ધ્યાન રાખે વધુ પડતી ગરમી માં બહાર ન નીકળે. કામ પૂરતા જ બહાર નીકળે અને ખાસ હેલ્થ નું ધ્યાન રાખે.  આ સાત શહેરો છે.અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, કચ્છ, રાજકોટ. આ શહેરો માં ગરમી  હદ પાર કરશે. માટે ખાસ હવામાન વિભાગ એ આ શહેરો ના લોકો ને સતર્ક રહેવા માટે ચેતવણી  આપી છે.