ગુજરાતના આ સિટીમાં હવે બર્થડે સેલેબ્રેશન જાહેરમાં કરવાની સખત મનાઈ, નિયમ વિરુદ્ધ જનારને થશે જેલ

ગુજરાતના આ સિટીમાં હવે બર્થડે સેલેબ્રેશન જાહેરમાં કરવાની સખત મનાઈ, નિયમ વિરુદ્ધ જનારને થશે જેલ

તમને ખબર જ હશે કે આજ કાલ લોકો ઘણા બધા સેલેબ્રેશન કરતા હોય છે. વાત આવે બર્થડે ની તો બર્થડે સેલેબ્રેસન લોકો ખુબ જ ખુશી થી કરતા હોય છે. મોડી રાતે લોકો ફ્રેડસ ના બર્થડે ખુબ જ મજા થી ઉજવે છે પાર્ટીઓ કરે છે. અને હવે તો બર્થડે બમ્પ ની પણ નવી એક રીત નીકળી છે જેના વિના સેલેબ્રેશન લોકો નું થતું જ નથી. આ બધી બર્થડે પાર્ટીઓ  જો ઘરે કે કોઈ પ્રાઇવેટ જગ્યાએ કરવામાં આવે તો  બરાબર છે પણ અમુક છોકરાઓ રસ્તા વચ્ચે આ બધા સેલેબ્રેશન કરતા હોય છે.

આ બધા સેલેબ્રેસન થી એમને તો મજા આવે છે પણ બીજા લોકો ને તેના દ્વારા તકલીફ પડતી હોય છે. આ બધી વાત ને ધ્યાન માં રાખી ને સુરત માં એક નવો નિયમ બહાર પડ્યો છે. જેના મુજબ કોઈ પણ વ્યક્તિઓ એ બહાર બર્થડે સેલેબ્રેટ કરવાની સખત મનાઈ છે. અને જો કોઈ વ્યક્તિઓ આ પગલું ભરશે તો એમના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી થશે.

શહેરમાં ખાસ કરીને મોડી રાત્રે રસ્તાઓ પર પોતાના ફ્રેન્ડસના બર્થડે ઉજવતા હોય છે કે, જેમાં તેના પર કોઈ વસ્તુ નાંખવામાં, તેના પર સેલોટેપ ચોંટાડવામાં આવે એક સમયે એવું પણ થાય છે કે તેને માર પણ મારવામાં આવે. આ પ્રકારની ઘટનાઓને ધ્યાનમાં રાખીને પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. બીજી બાજુએ પણ છે કે, રસ્તાઓ ચાલવા માટે છે  તેમાં રસ્તા પર અડચણ ઉભી કરીને આ રીતે ઉજવણી કરીએ એ પણ બરાબર નથી લાગતું. તેને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ મૂકવામાં આવેલો છે.

સુરત ના કમિશનર એ વધુમાં જણાવ્યું હતું કે તમામ નાગરીકો અને યુવાનો ને વિનતી કરતા કહ્યું હતું કે જન્મ દિવસ દરેક માણસનો એક વિશેષ પ્રસંગ હોય છે. પણ તેની ઉજવણી કરતી વખતે મર્યાદા રાખવી જોઈએ અને ઘરમાં કે, હોટેલ, રેસ્ટોરન્ટમાં જઈને ઉજવણી કરવી જોઈએ અને એ રીતે કોઈને અડચણ ન થાય કે, કોઈને નુકશાન ન થાય. આ રીતે જો કોઈ નિયમ ભંગ કરવામાં આવશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી થશે. આ એક સારો નિયમ લેવાયો છે એમના દ્વારા.