જાણો આ ડોક્ટર વિષે જે લાખોમાં થતી હાર્ટ સર્જરી કરે છે બિલકુલ મફતમાં, સાથે દવા પણ આપે છે મફતમાં

જાણો આ ડોક્ટર વિષે જે લાખોમાં થતી હાર્ટ સર્જરી કરે છે બિલકુલ મફતમાં, સાથે દવા પણ આપે છે મફતમાં

મિત્રો, વર્તમાન સમય મા જો કોઈ ગરીબ કે મધ્યમ વર્ગ ના માણસ ને જો દવાખાને જવાનુ થાય તો તેનુ નિદાન કરાવવા માટે કેટલા નાણા ખર્ચવા પડશે તે વિચારી ને જ તે વધુ બીમારી મા સંપડાતો જાય છે. અને કુટુંબ ના સભ્યો પણ આ વાત ને લઇ ને સતત ટેન્શન મા રહે છે. આ જમાના મા દવાખાના નો ખર્ચ ઉઠાવવો એ સામાન્ય વ્યક્તિ માટે સરળ કાર્ય નથી. તેમાં પણ જો વ્યક્તિ ના જીવન ની સંપૂર્ણ જમાપૂંજી જતી રહે છે.

આ વર્ગ ના લોકો માટે મહારાષ્ટ્ર ના એક દાકતર મનોજ દુરીરાજ જે દર્દીઓ નુ મફત મા નિદાન કરી રહ્યા છે. હાલ સુધી મા તેમણે અસંખ્ય દર્દીઓ ને સારવાર આપી છે. પુણે ના આ દાકતર છેલ્લા ૧૦ વર્ષ સુધી મા ૩૫૦ થી પણ વધુ લોકો ની હાર્ટ ની સર્જરી કરી ચુક્યા છે. આ હાર્ટ સર્જરી દ્વારા તેમણે અનેક લોકો ને નવું જીવન પ્રદાન કર્યું છે.

આપણે સૌ ને ખ્યાલ છે કે હાર્ટ સર્જરી કરાવવા મા લાખો રૂપિયા નો ખર્ચો થતો હોય છે. જયારે આ જ સર્જરી આ દાકતર દ્વારા મફત મા પૂરી પાડવામા આવે છે. જો કોઈ મહારાષ્ટ્ર કે તેની આસપાસ ના વિસ્તાર મા વસવાટ કરતા હોય અને તેની પાસે નાણા ની પુરતી સગવડ ના હોય તો તેમણે અહમદનગર મા સ્થિત ચેરીટેબલ ટ્રસ્ટ ની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. અહી બાયપાસ સર્જરી ફક્ત ૫૦ હજાર રૂપિયા ના મુલ્ય મા કરી આપવામા આવે છે.

જે અન્ય દવાખાનાઓ મા લાખો રૂપિયા ચૂકવ્યા બાદ થાય છે. દાકતર દુરીરાજ પુણે મા પોતાનુ એક દવાખાનુ પણ ધરાવે છે. તેમના આ દવાખાના મા જરૂરીયાતમંદ વ્યક્તિઓ આવે છે જેના નિદાન માટે દાતાઓ દ્વારા દાન આપવામા આવે છે. આશ્ચર્ય ની વાત એ છે કે આ દાતાઓ કોઈ મોટા શ્રીમંત વ્યક્તિઓ નહી પરંતુ મારા કે તમારા જેવા સામાન્ય માણસો છે. જે અહી ના દર્દીઓ ની સારવાર માટે અવારનવાર દાન આપતા રહે છે.

આ ઉપરાંત ઓપરેશન કર્યા બાદ જે મેડીસીન લેવા મા આવે છે. તેનો ખર્ચો પણ વધુ હોય છે જે હોસ્પિટલ ની બહાર આવેલા મેડીકલ સ્ટોર માંથી લેવી પડે છે. પરંતુ અહિયાં આ ખર્ચો પણ દાકતર દુરીરાજ અને તેના હોસ્પિટલ દ્વારા જ ઉપાડવામા આવે છે. આમ આ દાકતર સામાન્ય વર્ગ ના દર્દીઓ માટે પ્રભુ નો અવતાર માનવામા આવે છે.