લગ્ન પછી હનીમૂન કેમ જાય છે કપલ્સ..

લગ્ન પછી હનીમૂન કેમ જાય છે કપલ્સ..

લગ્નના બંધનમાં બંધાયા પછી પતિ-પત્ની આખી આયુ માટે એકબીજાના થઈ જાય છે. પરસ્પર સમજ અને પ્રેમ જ બંનેની લાઈફને ખુશહાલ બનાવે છે પણ આ માટે સંબંધોની શરૂઆત સારી થવી ખૂબ જરૂરી છે.કદાચ એ જ કારણ છે કે લગ્ન પછી નવપરિણિત જોડી હનીમૂન મનાવવા માટે જતુ રહે છે.

આજકાલ તો લોકો લગ્ન પહેલા જ ફરવા માટે સારામાં સારા સ્થાનની શોધ કરી લે છે અને બુકિંગ પણ કરાવી લે છે જેથી નવા સ્થાન પર તેમને કોઈ પ્રકારની પરેશાનીનો સામનો ન કરવો પડે.

ગામના લોકો હોય કે પછી શહેરમાં રહેનારા મોર્ડન જમાનાના લોકો દરેક હનીમૂન પર તો જરૂર જાય છે. લગ્ન પછી હનીમૂન મનાવવા પાછળ આ ઉપરાંત પણ અનેક કારણ છે.

Related image

1.નિકટથી જાણવાની તક

લગ્ન પહેલા યુવક યુવતી ભલે એકબીજાને કેટલાય જાણતા હોય પણ હનીમૂન જ એક એવુ સ્થાન છે જ્યા તેઓ ખુલ્લા મનથી એકબીજા સાથે વાત કરી શકે છે.

શારીરિક સંબંધ હનીમૂનનુ માધ્યમ નથી.આ પરસ્પર વિચાર શેયર કરવાનુ માધ્યમ છે.

Image result for honeymoon image

2.થાક દૂર કરવા

લગ્નના રિવાજો ખૂબ લાંબા હોય છે અને તેમા સૌથી મહત્વનો રોલ વર વધુ નો હોય છે. આ દરમિયાન બંનેને થાક થવો એ પણ દેખીતુ છે.

થોડીવાર માટે સંબંધીઓ પાસેથી રજા લઈને હનીમૂન દ્વારા રજા વિતાવવાની આ સૌથી સારી તક છે. જેથી તમે પરત આવીને તમારી જવાબદારીઓ આરામ થી નિભાવી શકો.

3.સાથે વિતાવેલો સમય યાદગાર બની જાય છે

લગ્ન પછી પાર્ટનર સાથે વિતાવેલ હનીમૂનના ક્ષણ આખી ઉમર બંને દિલમાં સોનેરી યાદો બનાવે છે. આ ક્ષણને સાચવીને મુકવા માટે થોડો સમય સાથે વિતાવવો જરૂરી છે.

તમારા લગ્ન પણ હાલ જ થયા હોય કે થવાના હોય તો તમે હનીમૂન જવાનુ પ્લાનિંગ જરૂર કરો.

Image result for honeymoon image

Leave a Reply

Your email address will not be published.