જાણો કઈ રીતે નક્કી થાય છે વાવાઝોડાના નામ

જાણો કઈ રીતે નક્કી થાય છે વાવાઝોડાના નામ

ભારતમાં પહેલાના સમયે વાવાઝોડાના નામ રાખવાની કોઈ પ્રથા ન હતી. તેની શરૂઆત વિશ્વ હવામાન સંગઠને કરેલી. આપણા દેશ માં વાવાઝોડા ના નામ રાખવાનું 2004 માં શરુ થયેલુ. ભારત સાથે બીજા ઘણા બધા  દેશો એ વાવાઝોડા  નામ રાખવાની પ્રથા શરુ કરેલી બીજા દેશો માં પાકિસ્તાન, શ્રીલંકા, ઓમાન, બાંગ્લાદેશ અને માલદીવ જેવા દેશો ના નામ સામેલ છે. આ બધા દેશો એ વાવાઝોડા ના નામ રાખવાની ફોર્મુલા તૈયાર કરી.

તેના નામ 8 દેશો માં સૂચવાયેલ નામ પ્રમાણે નાક્કી થાય છે. એ આઠ દેશ ના પહેલા નામ પ્રમાણે જ નક્કી થાય છે કે વાવા ઝોડા ના નામ ક્યાં અક્ષર ઉપર રાખવામાં આવશે. આજ સુધી માં ભારત એ વાવાઝોડા ના માં અગ્નિ, મેધ, આકાશ અને વીજળી જેવા નામ આપ્યા છે. જ્યાતે પાકિસ્તાન એ વીજળી, બુલબુલ, તીતલી અને નીલોફર જેવા નામ આપ્યા છે.

આ 8 દેશો માં જો વાવાઝોડું આવે તો તેને નિર્ધારિત સુચવેલા નામ ઉપર જ રાખવાનું હોય છે. આપણા દેશ માં 10 વર્ષ સુધી કોઈ નામ રીપીટ કરવામાં નથી આવતું.જો કોઈ વાવાઝોડું ભયંકર તબાહી મચાવનારું હોય તો તેનું નામ રદ કરી દેવામાં આવે છે. અમેરિકા માં એવો નિયમ છે કે  ત્યાં તેઓ દર વર્ષે 21 તોફાન નામો ની યાદી કરે છે. તેઓ Q, U, X, Y, Z જેવા  અક્ષરો ઉપરથી નામ નથી    રાખતા.

જો વર્ષ માં 21 થી વધુ તોફાન આવે તો તેના નામ પછી આલ્ફા, બીટા અને ગામાં એ રીતે રાખી દેવામાં આવે છે. તે લોકો નામ માં ઓડ ઇવન ની સીસ્ટમ ફોલો કરે છે. ઓડ હોય તો તેનો મતલબ છે કે તેઓ એ નામ લેડીઝ ના નામ પર રાખ્યું છે અને જો ઇવન હોય તો તેનો મતલબ છે તેઓ એ નામ પુરુષ ના નામ પાર રાખ્યું છે. આ રીતે અલગ અલગ દેશ ના નિયમોં માં અલગ અલગ પ્રથા અને સૂચનો ના આધારે નામ રાખવામાં આવે છે. આ નામ રાખવાનું કામ એક ઓર્ગેનાઈઝેશન કરે છે.  વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઈઝેશન તોફાનનું નામ રાખે છે.