તવા સાથે ભૂલથી પણ ન કરો આ કામ, થઇ જશો બરબાદ

તવા સાથે ભૂલથી પણ ન કરો આ કામ, થઇ જશો બરબાદ

વાસ્તુ ના ઘણા એવા ઉપાયો બતાવ્યા છે જેના દ્વારા આપણા ઘરમાં સુખ અને શાંતિ બની રહે છે. ઘણી એવી ભૂલો પણ હોય છે જે કરવાથી આપણા જીવન માં વાસ્તુ દોષ આવે છે. અને એવું કહેવાય છે કે જેમના જીવન માં શાંતિ ની કમી છે અને જેમના ઘર માં સતત ઝગડા થયા કરતા હોય છે. તેનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે. આજ કાલ ના લોકો આ બધું માનતા નથી પણ આ હકીકત છે. વાસ્તુ પ્રમાણે ઘર માં ફેરફાર કરવાથી  ઘણા બધા ફાયદાઓ થાય છે. વાસ્તુ ના ઉપાયો ઘણી બધી વસ્તુ સાથે જોડાયેલા હોય છે.

વાસ્તુ માં ઘર માં રહેલી નાના માં નાની વસ્તુનું મહત્વ બતાવ્યું છે.  નાની નાની વસ્તુઓ નું મહત્વ આપણે ઘણી વાર સમજી નથી શકતા આપણે હમેશા એવું જ થાય કે નાની નાની વસ્તુઓ નું શું મહત્વ હશે અને તેનાથી શું ફર્ક પડશે પણ એવું નથી નાની નાની વસ્તુઓ જીવનમાં મોટા મોટા ફેરફાર કરવા માટે સક્ષમ હોય છે. આજે અમે તમને તમારા જ ઘર માં રહેલી એક સાવ સામાન્ય વસ્તુ વિષે જણાવીશું જે વસ્તુ ને વાસ્તુ પ્રમાણે રાખવાથી ઘણા ફાયદાઓ થાય છે. આ વસ્તુ છે તવો.

આજે અમે તમને વાસ્તુ અનુસાર રહેલા તવા ના મહત્વ વિષે વાત કરીશું. કોઈ ખાસ જગ્યા એ તવા ને રાખવાથી તમને બેસુમાર દોલત મળી શકે છે. આવો જાણી લઈએ તેના વિષે.  તવો જયારે ગરમ હોય ત્યારે તેના ઉપર ક્યારેય પણ પાણી છાટવું નહિ. જયારે તવા ઉપર પાણી છાટવામાં આવે ત્યારે તેમાં થી જે છનન… અવાજ આવે છે તેના લીધે ઘર માં મુશ્કેલીઓ થઇ શકે છે.

એક વાત નું ખાસ ધ્યાન રાખવું તવા ને હમેશા એક એવી જગ્યાએ જ રાખવું જે જગ્યા એથી તે દેખાય નહિ.  તવો જયારે ઠંડો થઇ જાય પછી તેમાં લીંબુ અને મીઠું નાખી અને રગડો. જેના દ્વારા તમારી કિસ્મત ચમકી જશે અને તવો પણ ચમકદાર બની જશે. જવા ને ક્યારેય ઉંધો ન રાખવો જોઈએ. જે બાજુ જમવાનું બનતું હોય તેની જમણી બાજુ રાખવો.