તમારી ઘરેથી આ ૪ વ્યક્તિઓને ક્યારેય પણ ખાલી હાથે ના જવા દો, આવું કરવાથી ખુલી જશે બંધ પડેલુ ભાગ્ય

તમારી ઘરેથી આ ૪ વ્યક્તિઓને ક્યારેય પણ ખાલી હાથે ના જવા દો, આવું કરવાથી ખુલી જશે બંધ પડેલુ ભાગ્ય

મિત્રો , આપણા પ્રાચિન તથા પૌરાણિક શાસ્ત્રો મા દાન-ધર્મ નુ અનેરુ મહત્વ રહેલુ છે. એવુ કહેવાય છે કે જે વ્યક્તિ આ દાન-ધર્મ ના નિયમ નો પોતાના જીવન મા આચરણ કરે છે તો તેમને સર્વ પાપો મા થી મુક્તિ પ્રદાન થાય છે. આ ઉપરાંત આ વ્યક્તિ ના મૃત્યુ બાદ તેને સ્વર્ગ ની પ્રાપ્તિ થાય છે.

આ માન્યતાઓ ના કારણે જ લોકો વિવિધ ધર્મ ના દેવસ્થાનો ની મુલાકાતે જઈ ને દાન-ધર્મ નુ કાર્ય કરે છે. શાસ્ત્રો મુજબ તમારા ઘર ના દ્વારે આવેલા આ વ્યક્તિઓ ને ક્યારેય પણ ખાલી હાથે પાછા ના મોકલવા. આ લોકો ને દાન રૂપે અવશ્ય કોઈ ને કોઈ વસ્તુ આપવી જોઈએ.

જો આવા લોકો ને ઘર ના દ્વારે થી ખાલી હાથે પાછા મોકલવા મા આવે તો તે તમારા માટે દુર્ભાગ્ય લાવી શકે છે. જો તમારા ઘર ના દ્વારે કોઈપણ સ્વરૂપ મા ભિખારી આવે તો તેને ક્યારેય ખાલી હાથે પાછા ના મોકલવા. તેમને કપડા , પૈસા તથા ખાણી-પીણી ની કોઈપણ ચીજવસ્તુઓ દાન મા આપી ને જ મોકલવા.

આ સિવાય જો તમારા ઘર ના દ્વારે તથા કાર્યસ્થળે કોઈ કિન્નર આવે તો તેને ક્યારેય પણ ખાલી હાથે પાછા ના મોકલવા. જો તમે કિન્નરો ને દાન કરો તો તમારી કુંડલી મા રહેલા તમામ દોષો દૂર થઈ જશે. જેથી તેમને અવશ્ય દાન આપવુ. જો શક્ય હોય તો તેમને લીલા રંગ ની કોઈ વસ્તુ દાન મા આપવી જોઈએ.

આ ઉપરાંત જો કોઈ ભિખારી તથા કોઈ દિવ્યાંગ વ્યક્તિ તમારી પાસે સહાય માંગવા માટે આવે તો તેમની સહાયતા અવશ્ય કરવી. આ લોકો ને શનિ તથા રાહુ ના પ્રતિક ગણવા મા આવે છે. જો તમે આ લોકો ને દાન આપો તો તમારી કુંડલી મા રહેલા તમામ ગ્રહદોષો દૂર થઈ જશે.

આ સિવાય જો તમારા ઘર ના દ્વારે કોઈ સિધ્ધ સંત પુરુષ આવે તો તેમને ક્યારેય પણ ખાલી હાથે પાછા ના મોકલવા. કારણ કે , તેમને દાન આપવા થી તમને જ્ઞાન ની પ્રાપ્તિ થશે તથા તમારા ઘર મા સુખ-સમૃધ્ધિ અને ખુશહાલી નો માહોલ સર્જાયો રહેશે. આ સાથે જ આવા જ્ઞાની પુરુષ ભાગ્ય બદલી શકે તેવા સક્ષમ હોય છે.