શાકભાજી અને ફળ ખરીદવા જાઓ ત્યારે ખરીદતા પહેલા આ રીતે ચકાસો

શાકભાજી અને ફળ ખરીદવા જાઓ ત્યારે ખરીદતા પહેલા આ રીતે ચકાસો

અમુક શાકભાજી અને ફળો ખરીદતા સમયે આપણને એ ખબર નથી પડતી ને અંદર થી એ કેવા નીકળે છે. આ માટે જો અમુક ટ્રીક વિષે આપણે આજે વાત કરીશું  જેના દ્વારા આપણને ખ્યાલ આવી જશે કે આ ફળો અન શાકભાજી બરાબર છે કે નહિ. પહેલા વાત કરીર તરબૂચની તરબૂચ અંદર થી બરાબર પાકી ગયું છે છે કે નહિ એ ચકાસવા માટેની રીતે આજે અમે તમને જણાવીશું. તરબુચ ને જોઈ ને એ અંદર કેવું છે એ અંદાજો લગાવવો મુસ્કેલ છે. તેના માટે  તમારે તરબૂચ ને ઉપાડવાનું છે અને જોવાનું છે એ તેની નીચે પીળા રંગ નું છે કે નહી જો તે સેજ પીળું હોય તો મતલબ છે કે તે પાકી ગયું છે. અને સાથે એ પણ ચેક કરવું કે તે ભારે છે કે નહિ. જો ભારે હોય તો તે તરબૂચ બરાબર છે.

આ પછી વાત કરીએ ભીંડા ની ભીંડા પતલા અને કુણા હોવા જોઈએ. આવા ભીંડા જ સ્વાદ માં સારા લાગે છે વધુ જાડા અને પાકી ગયેલા ભીંડા સ્વાદ માં સારા નથી લગતા માટે આવા ભીંડા ક્યારેય ન ખરીદવા. આવા ભીંડા માં સ્વાદ ઓછો અને બીજ વધારે હોય છે.

આ બાદ વાત કરીએ લીલા શાકભાજી ની. લીલા શાકભાજી જેવા કે પાલક, ટીંડોરા, મેથી આવા શાકભાજી લો ત્યારે ખાસ ધ્યાન રાખો જે કે લીલા અને એકદમ ફ્રેશ લાગે. જો ફ્રેશ ન લગતા હોય અને સેજ કાળાસ પડતા તો ન ખરીદવા સાથે એ ધ્યાન રાખવું કે તેના પાન માં ક્યાય કાણા ન હોય. આવા કાણા પડેલા ક્યાય દેખાય તો સમજવું કે તેને કોઈ જીવડા એ કાપ્યું છે એ સેફ નથી.

ફૂલ કોબી ખરીદવા જાઓ ત્યારે ધ્યાન રાખો કે તેની ઉપર કોઈ પ્રકાર નો દાગ ન હોય. જો તેની ઉપર કોઈ દાગ છે તો તે ખાવા માટે બરાબર નથી. આવા ફૂલકોબી નું સેવન ક્યારેય ન કરવું. આ શિવાય એવા ફૂલ જ લો જે બારીકી થી એક બીજા સાથે જોડાયેલા હોય. આ વાત નું ધ્યાન રાખવાથી તમે પ્રોપર હેલ્થી શકભાજી લઇ શકશો.