આ છે દુનિયાનો સૌથી મોંઘો સાબુ, કિંમત જાણીને તમે પણ રહી જશો દંગ.

આ છે દુનિયાનો સૌથી મોંઘો સાબુ, કિંમત જાણીને તમે પણ રહી જશો દંગ.

આજના સમયમાં દરેકલોકો વધતી જતી મોંઘવારીના કારણે સમસ્યા ભોગવીરહ્યા છે. આજના સમયમાં ભારત દેશમાંજ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અંદરમોંઘવારીમાં વધારો થતો જોવા મળે છે. આજના સમયમાં દરેકવ્યક્તિઓને એલપીજીપેટ્રોલ, ડીઝલ અનેખાવા-પીવાની વસ્તુઓ ના વધુ પૈસા ચૂકવવા પડે છે. હવે જો વાત કરવામાં આવે સાબુની તો આજના સમયમાંસોનાની કિંમતો પણ દિવસેને દિવસેવધી રહી છે. પરંતુ આજે અમેઆપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવા સાબુ વિશેકે જેની કિંમત જાણીને તમે પણ રહી જશો દંગ.

આ દુનિયા નો સૌથી મોંઘો સાબુ છે. જેની કિંમત નો તમે અંદાજો પણ નહીં લગાવી શકો. જી હા, મિત્રો જો તમે વિચાર કરો તો કોઈપણ સાબુની વધુમાં વધુ કિંમત અંદાજે હજાર રૂપિયા કે તેના કરતાં થોડી વધારે હોઈ શકે છે. કેમકે, આજે બજારમાં ઉપલબ્ધ સાબુ વધુમાં વધુ સો રૂપિયાની કિંમત સુધીના આવતા હોય છે. પરંતુ આ સાબુ હકીકતમાં ભારત દેશની અંદર ઉપલબ્ધ નથી. પરંતુ આજે સમગ્ર વિશ્વની અંદર આ સાબુ પોતાની કિંમત ને લઈ સમાચારો ની અંદર છવાયેલો છે.

દુનિયા ના સૌથી મોંઘા સાબુ ની કિંમત

અમે જે સૌથીમોંઘા સાબુ વિશે વાત કરી રહ્યા છીએ તેની અંદાજિતકિંમત 1 લાખ 80 હજાર રૂપિયા છે. જી હા, મિત્રો ફોરેનના સાબુ ની કિંમત એક લાખ કરતાં પણ વધુ છે. હવે તમે જ વિચારી શકો છો કે આટલા પૈસા ની અંદરતો તમે એક ફોરેન ટ્રીપ કરી શકો છો.

આ સાબુની આટલીકિંમત જાણીને ગભરાવાની જરૂર નથી. આ સાબુની આટલીઊંચી કિંમત હોવા પાછળ તેની એક ખાસિયતછુપાયેલી છે. આ સાબુ ની ખાસિયત જાણીનેતમે પણ રહી જશો દંગ અને જ્યારે તમે આ સાબુ ની ખાસિયત જાણી લેશો ત્યારે તમને પણલાગશે કે હકીકતમાં આ ખાસિયતની સામે તેની કિંમત યોગ્ય છે.

શું છે આ સાબુ ની ખાસિયત

હકીકતમાં બજારમાં1,80,000 ની  કિંમતમાં મળતા આ સાબુ ની અંદર સાબુ ને બનાવવા માટે ડાયમંડ અને ગોલ્ડ ના પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એનીઅંદર મધ અને ઓલિવ ઓઇલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાબુથી સ્નાન કરવાથી તમારી બોડી એકદમ સારી થઈજાય છે, અને આ સાબુનો ઉપયોગદુનિયાના લગભગ બધા જ અમીર લોકો કરતા હોય છે.

કોણ બનાવે છે આ કંપની

આ સાબુ લૉબનાન નામની એક ફેમેલિ દ્રારા બનાવવામાં આવે છે. અંદાજે સો વર્ષ થી આ કંપની આ સાબુ બનાવી રહી છે, અને આ કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે, કે આ સાબુ દુનિયાની અંદર બીજો કોઈ પણ વ્યક્તિ નથી બનાવી શકે તેમ. આ પરિવાર દ્વારા સ્પેશિયલ ઓર્ડર આપ્યા બાદ જ આ સાબુ બનાવવામાં આવે છે, અને આ સાબુ ની અંદર બીજી કઈ કઈ વસ્તુ ભેળવવામાં આવે છે તે હજી સુધી કોઈપણ વ્યક્તિ જાણી શક્યું નથી.