ગાંધીજી નો જે ફોટો નોટ ની કરન્સી ઉપર આવે છે, જે ક્યાં પાડ્યો હતો, જાણો એ વિષે

ગાંધીજી નો જે ફોટો નોટ ની કરન્સી ઉપર આવે છે, જે ક્યાં પાડ્યો હતો, જાણો એ વિષે

1993 માં RBI એ બધીજ નોટો માં ગાંધીજી ની ફોટો રાખવાની મંજુરી કરી હતી. એના પછી RBI   વાળા  એ  1996 માં નોટો   છાપવાની સીરીસ ચાલુ કરી. તમને ખબર છે કે આ ગાંધીજી ની ફોટો ક્યાં પાળેલી છે ? નથી ખબર તો ચાલો જાણીએ કે આ ફોટો ક્યાં પડેલો છે. નોટ ઉપર દેખાવા વાડી આ ગાંધીજી ની ફોટો ક્યાં પડેલી છે તે નીચે મુજબ દર્શાવવા માં આવ્યું છે.

એમાં એવું છે કે ઈ.સ 1949 સુધી નોટો માં કિંગ જોર્જ ની ફોટો વાળી નોટ ચાલતી હતી. એના પછી કિંગ જોર્જ ના  ફોટો વાળી નોટ બંધ કરી અને અશોક સ્તંભ ના ફોટા વાળી નોટ ચાલુ કરી દીધી. આ અશોક સ્તંભ વાળી નોટો કેટલાક વર્ષો સુધી ચાલી હતી. ત્યારબાદ ઈ.સ 1996 માં આ અશોક સ્તંભ વાળી નોટો બંધ કરી દીધી અને મહાત્મા ગાંધીજી ના ફોટા વાળી નોટો ચાલુ કરી દીધી. ઓકટોમ્બર 1987  માં પહેલી વાર 500 ની નોટ બહાર પાડવામાં આવી હતી, એ 500 ની નોટ પેહલી એવી નોટ હતી કે જેમાં ગાંધીજી નો ફોટો હતો. જયારે આ 500 ની નોટ બહાર પાડવામાં આવી હતી ત્યારે દેશ ના પ્રધાન મંત્રી રાજીવ ગાંધી હતા, અને આર.એન મલ્હોત્રા એ RBI  ના ગવર્નર ના પદ ઉપર હતા.

આ ફોટો તે સમય માં લીધી હતી, જયારે ગાંધીજી એ તત્કાલ વર્મા અને ભારત ના  બ્રિટીસ સેક્રેટરી ના રૂપે ફેડરિક પેથીક ની સાથે કોલકાતા માં મુલાકાત લીધી હતી. તે ફોટો ખુબજ સરસ આવી હતી. આ મહાત્મા ગાંધીજી ના ફોટા ને પોટ્રેટ ના રૂપે ભારતીય નોટો ઉપર અંકિત કરવામાં આવી હતી.

હમણાં જે સમય હાલે છે તે સમય માં 5  રૂપિયા થી લઇને 2000 ની નોટ સુધીની બધીજ નોટો માં મહાત્મા ગાંધીજી ના ફોટા છે. આ ફોટો ઈ.સ 1987 માં ભારત ના વાટરમાર્ક ના રૂપે ઉપયોગ માં લેવાણી હતી અને હવે આ ફોટો નોટ માં ઉપયોગ લેવાય છે.