ખાલી ગળ્યું ખાવાથી જ નહી પરંતુ આ કારણોથી પણ થઈ શકે છે ડાયાબિટીસ

ખાલી ગળ્યું ખાવાથી જ નહી પરંતુ આ કારણોથી પણ થઈ શકે છે ડાયાબિટીસ

મિત્રો , વર્તમાન સમય મા ડાયાબિટીસ ની બિમારી થી દર બીજો વ્યક્તિ પીડાતો હોય છે. હાલ , આ બિમારી સાવ સામાન્ય બની ગઈ છે. ખૂબ જ ઓછી વય ધરાવતા વ્યક્તિઓ પણ આ બિમારી ના શિકાર બની જાય છે. આ બિમારી સાંભળવા મા એકદમ સામાન્ય લાગે છે પરંતુ , આ બિમારી છે ખૂબ જ ગંભીર.

જનરલી લોકો ના મન મા એવી માનસિકતા બેસી ગઈ છે કે જે લોકો વધુ પડતુ ગળ્યુ ખાવા ની આદત ધરાવે છે તેમને જ ડાયાબિટીસ થાય છે. પરંતુ , આ વાત સદંતર ખોટી છે. કારણ કે , ડાયાબિટીસ ની બિમારી તમારી જીવનશૈલી સાથે સંકળાયેલી છે અને આ બિમારી થવા પાછળ ના અનેક કારણો જવાબદાર હોઈ શકે. ચાલો , તેમા થી અમુક કારણો વિશે આજ ના લેખ મા વિસ્તૃત ચર્ચા કરીએ.

અયોગ્ય જીવનશૈલી :
ડાયાબિટીસ ની બિમારી થવા નુ મુખ્ય જવાબદાર કારણ જો આજ ના વર્તમાન સમય મા કોઈ હોય તો તે છે અયોગ્ય જીવનશૈલી. જે આ કૂમળી વય ના બાળકો ને બાળપણ થી જ આ રોગ નુ ભોગ બનવુ પડે છે તે પાછળ નુ જવાબદાર કારણ છે અયોગ્ય જીવનશૈલી. આ ઉપરાંત શારીરિક તથા માનસિક નબળાઈઓ પાછળ નુ કારણ પણ ડાયાબિટીસ છે. જો તમારે ડાયાબિટીસ ની સમસ્યા થી દૂર રહેવુ હોય તો તમારી જીવનશૈલી મા યોગ્ય પરિવર્તન લાવો.

વારસાગત :
આમ તો ડાયાબિટીસ ની બિમારી થવા ના અનેક કારણો છે પરંતુ , તેમા નુ એક મહત્વ નુ કારણ વારસાગત હોઈ શકે. જો ઘર ના સદસ્યો મા કોઈ પણ ડાયાબિટીસ ની સમસ્યા થી પીડાતુ હોય તો એ શક્ય બની શકે કે ભવિષ્ય મા તમે પણ ડાયાબિટીસ થી પીડાઈ શકો.

ચરબી :
જો યોગ્ય સમયે આહાર ના લેવા મા આવે તથા વધુ પડતુ બહાર નુ તીખુ-તળેલુ તથા મસાલાવાળુ ભોજન ગ્રહણ કરવા મા આવે તો તમારા શરીર ની ચરબી મા વૃધ્ધિ થાય જેથી તમારુ વજન વધે તથા બી.પી. પણ વધે અને આ કારણોસર ડાયાબિટીસ થવા ની શક્યતાઓ વધી જાય છે. આ ઉપરાંત જો તમે યોગ્ય પ્રમાણ મા પાણી નુ સેવન ના કરો તો પણ ડાયાબિટીસ થી પીડાઈ શકો.

શરીર મા ઈન્સ્યુલિન ના બનવુ :
મનુષ્ય ના શરીર મા ઈન્સ્યુલિન દ્વારા પહોચાડવા મા આવતી સુગર ના કારણે કોશિકાઓ તથા સેલ્સ ને ઉર્જા પ્રાપ્ત થાય છે. ડાયાબિટીસ ની અવસ્થા મા ઈન્સ્યુલિન હોર્મોન નુ નિર્માણ નહિવત પ્રમાણ મા થાય છે. જેથી ઈન્સ્યુલિન ના બનવા ને કારણે શરીર મા કોશિકાઓ મા યોગ્ય પ્રમાણ મા શુગર પહોચી શકતુ નથી અને શરીર મા ઉર્જા મળતી નથી. જેના કારણે શરીર મા વિપુલ પ્રમાણ મા હાનિ પહોચે છે.

પેન્ક્રિયાઝ ગ્રંથી :
શરીર મા પેન્ક્રિયાઝ ગ્રંથી દ્વારા જ હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. તેમા થી ઈન્સ્યુલિન અને ગ્લુકોઝ નુ નિર્માણ થાય છે. ઈન્સ્યુલિન મનુષ્ય ના શરીર માટે અત્યંત મહત્વપૂર્ણ છે. કારણ કે , તેના માધ્યમ દ્વારા જ રક્ત અને કોશિકાઓ ને શુગર પ્રાપ્ત થાય છે.