ડાયાબીટીસના દર્દીઓને દેશી ઘી ખાવું જોઈએ કે નહિ ?

ડાયાબીટીસના દર્દીઓને દેશી ઘી ખાવું જોઈએ કે નહિ ?

ડાયાબીટીસના દર્દીઓ ને ઘી ખાવું જોઈએ કે નહી એ વિષે બહુ બધી ચર્ચા થઇ શકે છે. ડાયાબીટીસ ના દર્દીઓ માટે ડાયેટ ચાર્ટ બનાવવામાં આવે છે. તેના લીધે બ્લડ શુગર લેવલ કંટ્રોલ થાય છે. ડાયાબીટીસ ના દર્દીઓ ને મન માં હમેશા એક સવાલ રહેતો હોય છે કે ઘી નું સેવન શરીર માટે સારું છે કે નહિ. કુકિંગ ઓઈલ શરીરમાં ફાયદા કરતા વધુ નુકશાન કરે છે. પણ ઘણા એક્સપર્ટ અનુસાર ઘી સ્વાસ્થય માટે સારું છે. ઘી નો ઉપયોગ ઘણી ઔષધી માં પણ થાય છે. ઘી માં રહેલું ફેરી એસીડ પાચન બરાબર કરવા માટે મદદ કરે છે. પણ તમારે દેશી ઘી નો જ ઉપયોગ કરવો. ગાયના ઘી નો ઉપયોગ કરો તો વધુ બેસ્ટ રહેશે.

જો ઘી સાથે ભાત ખાવા માં આવે તો ભાત માં રહેલું શુગર સરળતાથી પચી જાય છે. તેના લીધે શુગર પણ બરાબર માત્રા માં બેલેન્સ રહે છે. ડાયાબીટીસ ના દર્દીઓ માટે દેશી ઘી હેલ્થી ફેટ નો સ્ત્રોત છે. જેના લીધે તમે ખાધેલા પદાર્થ ના બધા પોષક તત્વો શોષિત થઇ જશે. ઘી નું સેવન કરવાથી કબજિયાત માં પણ રાહત થશે. દેસી ઘી ના સેવન થી ડાયાબીટીસ ના મેનેજમેન્ટમાં ઘણો ફાયદો થશે.

ઘી ની અંદર લીકોટીન એસીડ હોય છે. જેના લીધે ઘણા પ્રકારના હદયરોગ થી રાહત મળે છે. ડાયાબીટીસ ના દર્દીઓ ને આ રોગ થવાની સંભવાના વધુ હોય છે. માટે જો તેઓ દેશી ઘી નું સેવન કરશે તો એમને ઘણો ફાયદો થશે. ડાયાબીટીશ ના દર્દીઓ માટે દેશી ઘી ઘણો ફાયદો કરે છે.

ઘી માં વિટામીન કે રહેલું હોય છે. સાથે તેની અંદર એન્ટીઓક્સીડેટ ગુણો પણ રહેલા હોય છે. તેના લીધે હોર્મોન્સ નું સંતુલન પણ બરાબર રહે છે. જે ડાયાબીટીસ ના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. ઘી માં રહેલા તત્વો ના લીધે ના લીધે ઈમ્યુંનીટી સીસ્ટમ પણ મજબુત બને છે. ઓર્ગેનિક ઘી ના ઉપયોગ થી  કોલેસ્ટોરેલ લેવલ બરાબર રહે છે. આ માટે ઘી નું સેવન કરવું તો સારું છે પણ ધ્યાન રહે દેશી ઘી નું સેવન જ કરવું.