ગરમ તેલમાં હાથ નાખી ભજીયા તળવા વાળાનો થયો પર્દાફાશ, તે બોલ્યો આ કોઈ ચમત્કાર નથી પણ એક ટ્રિક છે જાણો કેવી રીતે

ગરમ તેલમાં હાથ નાખી ભજીયા તળવા વાળાનો થયો પર્દાફાશ, તે બોલ્યો આ કોઈ ચમત્કાર નથી પણ એક ટ્રિક છે જાણો કેવી રીતે

મિત્રો, આપણે આપણા જીવન મા ઘણી વખત એવા લોકો ને નિહાળ્યા હશે કે જે અશક્ય કાર્ય કરી ને આપણ ને આશ્ચર્ય મા મૂકી દેતા હોય છે. આપણે તેમના દ્વારા થયેલા આ અશક્ય કાર્ય ને શક્ય થયેલુ જોઈ ને તેને મિરેકલ માનવા લાગીએ છીએ પરંતુ , આપણે એ વાત જરા પણ મહેસૂસ નથી થતી કે આ બધા ની પાછળ સાયન્સ પણ જવાબદાર હોઈ શકે. હાલ આ લેખ મા આપની સમક્ષ આવો જ એક કિસ્સો રજૂ કરવા જઈ રહ્યા છીએ.

હાલ સોશિયલ મિડીયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે જેમા એક સામાન્ય એવો ભજીયાવાળો મિરેકલ કરી રહ્યો છે અને તે હુંફાળા તેલ મા હાથ બોળી ને ગરમા-ગરમ પકોડા તરે છે જેને એક મિરેકલ જ ગણી શકાય. હવે તમે જ વિચારો કે કોઈ સામાન્ય વ્યક્તિ આવા ઊકળતા તેલ મા હાથ બોળી ને પકોડા કેવી રીતે તળી શકે ? શું આવુ શક્ય કેવી રીતે બને ?આ ઉપરાંત આવી રીતે પકોડા તળવા થી ના તો તેને કોઈ ઈજા પહોચે છે કે ના તો તેના શરીર મા કોઈ સમસ્યા ઉદ્દભવે છે.

આ ભજીયાવાળા ની દુકાને સવાર થી લાંબી ભીડ લાગી જાય છે. પરંતુ , આ કોઈ મિરેકલ નથી. એક સામાન્ય એવુ વિજ્ઞાન છે જેની સહાયતા થી કોઈપણ સામાન્ય વ્યક્તિ આ મિરેકલ કરી શકે છે. જાણીતા અહેવાલો દ્વારા મળતી માહિતી મુજબ આ વ્યક્તિ ગરમ ઉકળતા તેલ મા હાથ નાખતા પૂર્વે તેના હાથ એકદમ ઠંડા પાણી થી ધોઈ લે છે તથા વારંવાર આ પ્રક્રિયા ને પુનરાવર્તિત કરે છે જેથી ગરમ તેલ મા હાથ બોળતા સમયે તેને કોઈ પણ જાત ની સમસ્યા ઉદ્દભવતી નથી.

જેનુ કારણ એવું છે કે ઠંડા પાણી ની અસર ના લીધે તેલ ની ગરમી નો જરા પણ અહેસાસ હાથો ને થતો નથી અને તેના કારણે સરળતા થી હાથો ની સહાયતા વડે પકોડા તળી શકાય છે. આ કાર્ય કરતા પૂર્વે તેના વિશે ની પૂર્ણ તથા યોગ્ય માહિતી હોવી જોઈએ તથા આ પ્રક્રિયા ને લાંબા સમયગાળા સુધી પ્રેક્ટીસ કર્યા બાદ તેમા તમને સફળતા મળશે. માટે આવા પ્રયોગ કરતા પૂર્વે થોડી સાવચેતી જરૂર થી રાખવી જોઈએ.