ફ્રીઝ માં ભૂલથી પણ ન રાખો આ 5 વસ્તુઓ

ફ્રીઝ માં ભૂલથી પણ ન રાખો આ 5 વસ્તુઓ

અમુક લોકો ને ફ્રિજમાં વસ્તુઓ રાખવી ખૂબ જ પસંદહોય છે અને તે પોતાના ફ્રિજમાંદરેક વસ્તુઓને સાચવીને રાખી દેતા હોય છે. પરંતુ શું તમેજાણો છો કે તે નુકસાનકારક પણ હોઈશકે કેમકે ફ્રીજ ની અંદર ઘણીવસ્તુઓ એવી પણ હોય છે કે જે તમારા પેટની અંદર રહેલી બીજી વસ્તુઓને બગાડતી હોય છેઅને આથી જ આવી વસ્તુઓ ને ક્યારેય પણ ફ્રિજમાં ન રાખવી જોઇએ. કેમ કે તમે એક વસ્તુને બચાવવા જવાની પાછળ બીજીબધી જ વસ્તુઓ બગડી જાય છે.

અમને ખબર છે કે સાંભળવામાં તમને આ થોડું અટપટું લાગશે. પરંતુ આ સત્ય હકીકત છે જો તમે પણ બજારમાંથી લાવેલ આ બધા જ શાકભાજી ફળ અને ફ્રુટ તમારા ફ્રિજમાં ભરી દેતા હોવ તો થઈ જાવ સાવધાન. કેમકે આ અમુક વસ્તુઓ તમારા ફ્રિજમાં રાખવાના કારણે તમારા ફ્રિજમાં રહેલી બીજી વસ્તુઓ પણ બગડી જશે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ છે એ પાંચ વસ્તુઓ કે જે ભૂલથી પણ ફ્રિજમાં ન રાખવી જોઈએ.

કેળુ :-

ફ્રીજ મા કેળું રાખવુ નકામું છે આનાથી કેળુ જલ્દીથી કાળું પડી જાય છે કારણકે કેળાના દાંડલામાંથી થાયલીન નામનો ગેસ નીકળે છે. એટલે કેળા ને ફ્રીઝમાં રાખવાથી તે તેની આસપાસની વસ્તુઓને પણ જલ્દીથી પકાવી દે છે.

 કાકડી

કેળાની જેમ કાકડી પણ થયેલી ગેસ છોડે છે એટલા માટે જ તેને ફ્રીઝ થી દૂર રાખવી જોઈએ

બટેટા

ફ્રીજમાં બટેટાને ન રાખવા જોઈએ. જો બટેટા ને ફ્રિઝમાં રાખવામાં આવે તો તેમાં રહેલો સ્ટાર્ચ જલ્દીથી શુગરમાં પરિવર્તિત થઈ જાય છે. આનાથી બટેટાનો સ્વાદ તો જાય જ છે સાથે સાથે તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન કરે છે.

લીંબુ

સિટ્રિક એસિડ વાળા ફળ જેવા કે લીંબુ, સંતરા, મોસંબી વગેરે ફ્રિજમાં ન રાખવા જોઈએ આનાથી આવા ફળોનો રસ તરત જ સુકાવા લાગે છે.

 ટમેટા

ટમેટા ને ફ્રીઝમાં રાખવાથી જલ્દીથી ગળી જાય છે. વૈજ્ઞાનિક રૂપથી  ટમેટાને ફ્રીજમાં રાખવા નુકસાનકારક છે.