ફાટેલી એડીને કોમળ બનાવવાના રામબાણ ઈલાજ, એકવાર જરૂર જુઓ

ફાટેલી એડીને કોમળ બનાવવાના રામબાણ ઈલાજ, એકવાર જરૂર જુઓ

નમસ્તે મિત્રો, ઠંડી ની ઋતુમાં એડી ફાટી જવાની સમસ્યા ઘણી વધી જાય છે. જેના લીધે આપણા પગ બહુ જ ખરાબ દેખાય છે.

ક્યારેક ક્યારેક આ સમસ્યા એટલી બધી વધી જતી હોય છે કે એડીમાંથી લોહી વહેવા લાગે છે અને પગ માં દુખાવા લાગે છે. આજે અમે તમને એડીને મુલાયમ અને કોમળ રાખવાના રામબાણ ઈલાજ જણાવીશું. તો ચાલો જોઈએ..

 

નારીયેલ તેલ 

સૌપ્રથમ નારીયેલ તેલ લ્યો અને તેને થોડું ગરમ કરો, પછી એ તેલને રાતના સમયે સારી રીતે એડી પર લગાવો અને મોજા પહેરી લ્યો. સવારે પગને ગરમ પાણી થી ધોઈ લ્યો. આવું થોડાક દિવસો સુધી કરવાથી એડી મુલાયમ અને કોમળ બને છે.

 

મીણબતી 

ફાટેલી એડીને મીણબતી થી સારી કરવા માટે સૌપ્રથમ મીણબતી ની અંદર નો દોરો કાઢી લો. હવે એક વાસણ માં નારીયેલ અથવા બાદમ ના તેલને ગરમ કરવા મૂકી દો. હવે એમાં મીણબતી નાખીને સરખી રીતે ઓગળવા દો. જયારે મીણબતી અને તેલ સરખી રીતે ભળી જાય પછી એને સાણસી ની મદદ થી ઉતારી લો.

હવે આ મિશ્રણ ને ઠંડુ થવા માટે રાખી દો. ઠંડુ થઇ જાય પછી આ મિશ્રણ બનીને તૈયાર છે. આ મિશ્રણ ને એકધારા ત્રણ દિવસ સુધી સુતા સમયે એડી પર લગાવીને મસાજ કરો. આની અસર તમને ત્રણ દિવસ માં જોવા મળશે. અને ધીરે ધીરે તમારી એડી એકદમ કોમળ બની જશે.

1 Comment

Leave a Reply

Your email address will not be published.