એક એવું ગામ કે જ્યાં ફળ ફૂલ નહિ પણ થાય છે ઝેરીલા સાપોની ખેતી જાણો શું છે તેનું કારણ

એક એવું ગામ કે જ્યાં ફળ ફૂલ નહિ પણ થાય છે ઝેરીલા સાપોની ખેતી જાણો શું છે તેનું કારણ

મિત્રો, વર્તમાન સમય મા દરેક વ્યક્તિએ પોતાનુ જીવનનિર્વાહ કરવા માટે કોઈ ને કોઈ કાર્ય કરવુ જ પડે છે. અમુક લોકો નોકરી મા જોડાય છે તો અમુક લોકો વ્યવસાય કરી ને પોતાનુ ગુજરાન ચલાવે છે. ગ્રામ્ય વિસ્તાર મા સ્થિત લોકો મુખ્યત્વે ખેતી કરી ને પોતાની રોજી-રોટી કમાય છે અને પોતાના પરિવાર નુ પાલન-પોષણ કરે છે અને જો થોડી કઈ રક્મ બચી જાય તો તેને ભવિષ્ય માટે સાચવી ને રાખે છે. વિશ્વ મા ખેતી કરતા દરેક ખેડૂત ની સ્થિતિ કઈક આ જ પ્રકાર ની હોય છે.

મુખ્યત્વે આપણે ખેડૂતો ને કોઈ સબ્જી તથા ફળો ની ખેતી કરતા નિહાળ્યા હશે. પરંતુ , શુ તમે ક્યારેય કોઈ ખેડૂત ને જીવજંતુ ની ખેતી કરતા નિહાળ્યા છે અને તેમા પણ ઝેરીલા જીવ ની ? નહી જ જોયા હોય પરંતુ હાલ તમને એક એવા ગ્રામ્ય વિસ્તાર વિશે જણાવીશુ કે જેઓ બટાકા તથા શેરડી નહી પરંતુ સાપો ની ખેતી કરી રહ્યા છે. આ સાંભળીને તમે પણ આશ્ચર્ય મા મુકાઈ જશો કે આ તે વળી કેવી ખેતી ? અને શુ આ ખેતી શક્ય છે ?

અહેવાલો દ્વારા મળતી માહિતી અનુસાર ભારત નો પાડોશી દેશ ચીન મા એક એવો ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યા દર વર્ષે ૩૦ લાખ થી પણ વધુ સાપ પાળવા મા આવે છે. આ ગ્રામ્ય વિસ્તાર નુ નામ છે જીસીકિયાઓ. અહિ ના ખેડૂતો ની મુખ્ય કમાણી નો સ્ત્રોત છે સાપો ની ખેતી. આ ગ્રામ્ય વિસ્તાર મા અંદાજિત ૧ હજાર લોકો વસવાટ કરે છે તથા અહી વસવાટ કરતો દરેક વ્યક્તિ અંદાજિત ૩૦ હજાર સાપો પાળે છે.

અહી પાળવા મા આવતા સાપો મા કોબ્રા , અજગર , ઝેરીલા વાઈપર તથા અન્ય ઘણા સાપો નો સમાવેશ થાય છે. અહી વસવાટ કરતા લોકો ને આ સાપ નો જરા પણ ભય નથી લાગતો. પરંતુ , એક એવો સાપ છે જેના થી અહી ના લોકો પણ ખૂબ જ ડરે છે આ સાપ નુ નામ છે ફાઈવ સ્ટેપ સ્નેક. આ નામ પાછળ પણ એક રસપ્રદ વાર્તા છે. અહી વસતા લોકો એવુ કહે છે કે આ સાપ એટલો ઝેરીલો છે કે જેને પણ ડંખ મારે છે તે પાંચ પગલા ચાલે ત્યા તો મૃત્યુ પામી જાય છે.

હવે એ જાણીએ કે અહી ના લોકો સાપ ને કેવી રીતે પાળે છે ? ચીન મા વસતા લોકો સાપ નુ માંસ ખાવા ના ખૂબ જ શોખીન હોય છે. આ ઉપરાંત સાપ ના અંગો નો દવા બનાવવા માટે પણ ઉપયોગ થાય છે. આ નાનકડા ગ્રામ્ય વિસ્તાર મા અનેક સ્નેક ફાર્મ્સ છે. અહિયાં ના લોકો ની આજીવિકા આ સર્પ ની ખેતી પર જ આધારિત છે.

સાપો ને ફાર્મહાઉસ થી કતલખાને લઈ જતા પૂર્વે સૌપ્રથમ તેમનુ ઝેર કાઢી લેવા મા આવે છે તથા તેમનુ સીર કાપી નાખવા મા આવે છે ત્યારબાદ તેમા થી માંસ કાઢી તેનુ વેચાણ કરવા મા આવે છે તથા આ સાપ ના ચામડા ને તડકા મા સૂકવવા મા આવે છે. આ સાપ ના ચામડા મા થી અનેક પ્રકાર ની બહુમુલ્ય વસ્તુઓ બનાવી ને તેનુ પણ વેચાણ કરી પૈસા કમાવવા મા આવે છે. ખરેખર માનવી પોતાનુ ગુજરાન ચલાવવા કઈ પણ કરી શકવા તૈયાર છે.