ઠંડુ પાણી પીવાથી થઇ શકે છે પાચન સબંધિત ગંભીર સમસ્યાઓ

ઠંડુ પાણી પીવાથી થઇ શકે છે પાચન સબંધિત ગંભીર સમસ્યાઓ

ભયંકર ગરમીથી લોકો ખુબ જ હેરાન પરેશાન થઈ જાય છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પાણી નું સેવન કરતા હોય છે. લોકો હજુ બહાર થી ઘર માં આવે છે ત્યાં જ તેઓ ઠંડુ પાણી પી લે છે. જે એમની સેહત ને ખુબ  નુકશાન પહોચાડે છે. આયુર્વેદમાં આ આદત ને ખુબ જ ખરાબ માનવામાં આવે છે. આ આદત ના લીધે શારીરિક સબંધિત ઘણી બીમારીઓ થઇ શકે છે. જો તમે પણ વધુ પડતી માત્રા માં ઠંડું પાણી પીઓ છો તો  આજે જ આ આદત ને બદલી નાખજો. કારણકે આ આદત તમને ભવિષ્ય માં થનારા ખતરા નો સંકેત આપે છે. આવો તમને જણાવી દઈએ કે શા માટે વધુ માત્રા માં ઠંડું પાણી ન પીવું જોઈએ.

આપણા શરીરનું સામાન્ય તાપમાન 37 ડીગ્રી સેલ્સિયસ હોય છે અને તે બેલેન્સ રહે તેનું ધ્યાન રાખવું જરૂરી છે જો વધુ પડતી વધ ઘટ થાય તો તે બહુ નુકશાન કરી શકે છે. તેમાં જો તમે ઠંડુ પાણી પીઓ છો તો સામાન્ય તાપમાન એ આવતા આપણા શરીરને વધુ એનર્જી ખર્ચ કરવી પડે છે. જેના લીધે બહુ બધી એનર્જી વપરાય છે અને શરીરમાં પોષક તત્વો ની કમી રહી જાય છે.

આજ કાલ ગળું બળવાની સમસ્યા પણ લોકો માં બહુ જોવા મળે છે. આવું થાય ત્યારે આપણે એવું માની લેતા હોઈએ છીએ કે વાતાવરણ ના લીધે થયું છે પણ દર વખતે આ કારણ હોતું નથી.  વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પણ આ સમસ્યા થઇ શકે છે. વધુ પડતું ઠંડુ પાણી પીવાથી ગળું બળવાની સમસ્યા થઇ શકે છે. આ શિવાય બીજા ઇન્ફેકશન નો ખતરો પણ રહે છે.

ઠંડુ પાણી પીવાથી પાચન સબંધિત સમસ્યાઓ નો ખતરો વધી જાય છે. ઠંડા પાણી ના સેવન થી ઘણી ગંભીર સમસ્યાઓ થઇ શકે છે. તેના દ્વારા રક્ત વહીકા સંકોચાય જાય છે. જેના લીધે પેટ માં બરાબર માત્રા માં લોહી પહોચી શકતું નથી. આ શિવાય ઠંડુ પાણી પીવાથી આપણા શરીરમાં એટલી અસર થાય છે કે જમવાનું પચાવવા માં પણ વધુ એનર્જી વપરાય જાય છે.