જાણો ગુજરાતના પવિત્ર મંદિર ચોટીલાની કથા વિષે, હાલ પણ માતાની પૂજા કરવા ત્યાં સિંહ આવે છે

જાણો ગુજરાતના પવિત્ર મંદિર ચોટીલાની કથા વિષે, હાલ પણ માતાની પૂજા કરવા ત્યાં સિંહ આવે છે

ચામુંડા માતા ના મંદિર ચોટીલા વિષે તો દરેક ને ખબર જ હશે. આ મંદિર માં માતા ચામુંડા સાક્ષાત હાજરા હજૂર છે. લાખો અને કરોડો ની સંખ્યામાં લોકો અહી દર્શન કરવા માટે આવે છે. માતા ના દર્શન કરવા માટે અહી 1000 પગથીયા ચડવા પડે છે. લાખો લોકો અહી માતા ના દર્શન માટે આવે છે અને નીસુલ્ક પ્રસાદી પણ લે છે.  આપણા ધર્મમાં આ મંદિર નું મહત્વ ઘણું છે. માતા ચામુંડા ઉપર લાખો લોકો ને શ્રધ્ધા છે. આજે આપણે તેના પ્રાગટ્ય વિષે જાણીશું.

આ મંદિર વિષે એવી કથા છે કે ચંડ અને મુંડ નામના બે રાક્ષસો હતા. આ બંને દાનવો લોકો ને ખુબ જ હેરાન પરેશાન કરી રહ્યા હતા.  તેના ત્રાસ થી કંટાળી અને લોકો ઋષિ મુની પાસે ગયા. ઋષિ મુનીઓ એ દેવી આદ્યશક્તિ ની આરાધના કરી અને દેવી એ પ્રશન્ન થઇ અને પૃથવી ઉપર આવી અને મહાશક્તિ રૂપ લીધું. અને ચંડ મુંડ નામ ના દાનવો ને ચપટી માં ચોળી નાખ્યા. અને પછી માતા ચામુંડા ને નામ એ ઓળખાયા.

જે પર્વત પર માતા એ દાનવો નો વધ કર્યો હતો  તે જગ્યા એ  માતાજી ની સ્થાપના કરવામાં આવી અને તે આ ચોટીલા.ચામુંડા માતા દુર્ગાનું સ્વરૂપ ગણાય છે. કેટલાયને દીકરા આપ્યાનાં પણ પુરાવા છે. એવું કહેવાય છે કે આ દેવી તાંત્રિકની દેવી છે. જો કોઈએ તમારા પર મેલી વસ્તુનો પ્રયોગ કરી તમને હેરાન કરતું હોય તો આ દેવીનાં માત્ર સ્મરણ માત્રથી તમારી રક્ષા કરવા આવી પહોંચે છે. જે સ્ત્રીઓ ને વાળ ન આવતા હોય તો માતાજી ને ચોટલો ચડાવવા  થી વાળ   લાંબા અને ઘટાદાર બનશે.

અહી દુર દુર થી લોકો દર્શન કરવા માટે આવે છે. રોજ રાતે આ મંદિર માં સિંહ આવે છે માટે  સાંજે સાત વાગ્યા પછી આ મંદિરમાં કોઈ રહેતું નથી. ખુદ પૂજારી પણ રોજ ડુંગર ઉતરી નીચે આવી જાય છે. માતાની મુર્તિ સિવાય રાત્રે ડુંગર પર કોઈ ત્યાં રહી નથી શકતું. માતાની રક્ષા કરવા માટે સાક્ષાત કાલભૈરવ મંદિર બહાર ચોકી કરે છે. અને માતા ની રક્ષા કરે છે.