અહીંયા જમીનમાં દફન છે કરોડો રૂપિયાનો ખજાનો, સરકાર ઈચ્છે તો થઈ શકે છે અનેક રાજ્યોની કાયાપલટ.

અહીંયા જમીનમાં દફન છે કરોડો રૂપિયાનો ખજાનો, સરકાર ઈચ્છે તો થઈ શકે છે અનેક રાજ્યોની કાયાપલટ.

કુદરત પાસેથી આપણા જરૂરિયાતની વસ્તુઓ આપણને પહેલેથી જ મળી રહે છે. એટલું જ નહીં પરંતુ અમુક વસ્તુઓ એટલી કીમતી હોય છે કે જો તેને કુદરત પાસેથી લેવામાં આવે તો તેના કારણે કોઈ પણ વ્યક્તિ ધનવાન બની શકે છે. કુદરત પાસેથી મળતી અમુક વસ્તુઓની કિંમત લાખો કરોડો રૂપિયા સુધીની હોય છે. જે કોઈ પણ વ્યક્તિ ના ભવિષ્ય ને ઉજાગર કરી શકે છે. ઝારખંડ અને જમશેદપુર વિસ્તારમાં અમુક આવી જ જાણકારી સામે આવી છે. જેની અંદર જમીનની અંદર સોના કરતા પણ અમુક મોંઘી મોંઘી વસ્તુઓ દબાયેલી છે તેવી જાણકારી સામે મળી છે.

મળતી માહિતી અનુસાર જમશેદપુર માં દલ માં પાસે પ્લેટિનમનો ભંડાર હોવાના સંકેતો મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર અહીંયા કઈક એવું તારણ કાઢવામાં આવ્યું છે કે અહીંયા ના આસપાસના 100 વર્ગ કિ.મી. મેદાની, પહાડી અને જંગલી વિસ્તારમાં પ્લેટિનમ હોવાની સંભાવના છે. જો આ સમાચાર સાચા નીકળે તો તેના કારણે ભારતની અર્થવ્યવસ્થાને પાંખો લાગી જશે અને ભારત દેશ કરોડો રૂપિયા તેમાંથી કમાઈ શકે છે.

ઝારખંડ પહેલેથી જ ખનીજ બાહુલ્ય પ્રદેશ છે. ઝારખંડ ની અંદર થી ભરપૂર માત્રામાં વિવિધ પ્રકારના ખનીજ મળી આવે છે. પરંતુ જો ઝારખંડમાં સૌથી મોટી સમસ્યા ની વાત કરવામાં આવે તો તે છે નક્સલવાદની સમસ્યા. અહીં અનેક એવા વિસ્તારો છે કે જ્યાં નક્સલવાદનો સૌથી વધુ ભય રહેલો છે. આવામાં જો આ વિસ્તારમાં પોલીસ પણ જતા પહેલા વિચારતી હોય તો તેવી જગ્યાએ સામાન્ય માણસો કઈ રીતે જઈ શકે? આ જગ્યાઓ એવા ક્ષેત્રની અંદર આવેલી છે કે જ્યાં નક્સલવાદનો પ્રભાવ છે. તો આવી જગ્યાએ કોઈ પણ વૈજ્ઞાનિકો રિસર્ચ કઈ રીતે કરી શકે.

જો બીજી સમસ્યા ની વાત કરવામાં આવે તો જે જગ્યાએ આ પ્લેટિનમનો ભંડાર હોવાની સંભાવના છે તે જગ્યાએ જંગલ વિસ્તાર પણ આવેલો છે. તો આ જગ્યાએ રહેલા ઓફિસરોની પરવાનગી પણ લેવી અનિવાર્ય બની જાય છે. અને ત્યારબાદ તે જગ્યાની આસપાસ રિસર્ચ થઈ જશે છે. આમ જો આ બધી બાધાઓને સરકાર દ્વારા દૂર કરવામાં આવે અને તેના માટે અમૂક યોગ્ય ખાસ પગલાં લેવામાં આવે તો રિસર્ચ ઉપરથી જાણી શકાય છે કે હકીકતમાં આ જગ્યાએ પ્લેટિનમ નો ભંડાર છે કે નહીં.

પ્લેટિનમની અત્યાર સુધીની સૌથી મોંઘી ધાતુ ગણવામાં આવે છે. સામાન્ય રીતે પ્લેટીનમ અમેરિકા, રશિયા, કેનેડા, ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા જેવા દેશની અંદર મુખ્યત્વે જોવા મળે છે. અને આવામાં જો ભારત દેશના ઝારખંડ અને ઓડીશા વિસ્તારો ની અંદર જો આ પ્લેટિનમ હોવાના અમુક ખાસ સંકેતો મળ્યા હોય તો તે ભારત દેશ માટે અને ભારત સરકાર માટે ખૂબ મહત્વની વાત ગણી શકાય. અને જો આ પ્રદેશો ઉપર સરકાર દ્વારા યોગ્ય પહેલ કરવામાં આવે તો તેના કારણે ભારત દેશના અર્થતંત્રને પણ સુધારી શકાય છે.

Leave a Reply

Your email address will not be published.