આ છે 5 સૌથી વધુ ભયાનક જેલ ના ફોટા, જોઈને જ ગુનેગાર ગુનો કરવાનું છોડી દેશે.

આ છે 5 સૌથી વધુ ભયાનક જેલ ના ફોટા, જોઈને જ ગુનેગાર ગુનો કરવાનું છોડી દેશે.

નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ 5 એવી ભયાનક જેલ વિશે કે જે ના ફોટા જોઈને કોઈ પણ ગુનેગાર ગુનો કરતાં પહેલાં સાત વાર વિચાર છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ વિવિધ જગ્યાએ આવેલી અમુક એવી જેલ કે જયાં કેદીઓની હાલત કંઈ કેટલી દયનીય હોય છે કે જેના વિશે કોઇપણ વ્યક્તિ વિચારી પણ ન શકે. આ જગ્યાએ કેદીઓને કંઇક એ રીતે રાખવામાં આવે છે. કે જેથી કરીને બીજી વખતે ભૂલથી પણ ગુનો કરવાનું વિચાર ન કરે.

મનિલા જેલ ફિલીપાઇન્સ

અમે જે જેલો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેમાંથી સૌથી પહેલી જેલ છે મનિલા જેલ. જે ફિલીપાઇન્સ ની અંદર આવેલી છે. આ જેલની અંદર માત્ર ૨૦ લોકો રહી શકે તેટલી જ જગ્યા છે અને આવડી નાની  જેલમાં 160 લોકોને રાખવામાં આવ્યા છે. આ જેલની અંદર કેદીઓને ખાવા-પીવાની વસ્તુઓ પણ યોગ્ય રીતે આપવામાં આવતી નથી અને મેડિકલ ના નામે પણ આ જગ્યાએ કોઈ પણ પ્રકારની સુવિધા નથી.

સિયૂદાદ બેરિઓસ

આ જેલની અંદર માત્ર ત્રણ મીટર પહોળી અને પાંચ મીટર ઊંચી એક જેલની અંદર 30 કેદીઓ રહે છે. આ ફોટા ની અંદર તમે જોઈ શકો છો કે આ જેલ કેટલો ભયાનક છે. અને આ જેલની અંદર એક સેકન્ડ પણ રહેવું કેટલું ખતરનાક છે. આ જેલની અંદર કેદીઓ રહે તો તેના કારણે તેનો શ્વાસ પણ રૂંધાઈ જાય છે.

મૌલા જેલ મલાવી

મલાવી ની અંદર આવેલ મૌલા જેલ ખૂબ જ ભયાનક છે 60 લોકોની આ જગ્યામાં અંદાજે ૨૦૦ લોકોને રાખવામાં આવે છે. જો વાત કરવામાં આવે પ્રાથમિક સુવિધાની તો આ જગ્યાએ 120 ગુનેગારોની વચ્ચે માત્ર એક જ બાથરુમ છે અને આ ઉપરાંત આ જેલમાં કેદીઓને માત્ર એક જ સમયે ખાવાનું આપવામાં આવે છે. કેમ કે, સરકારના ઓછા બજેટ ના કારણે અહીંયા રહેલા કેદીઓને ખાવાનું વ્યવસ્થિત મળી શકતું નથી.

બ્લેક ડોલ્ફિન જેલ રસિયા

રશિયાનું આ જેલ પણ ખૂબ જ ભયાનક માનવામાં આવે છે. આ જગ્યાએ ખૂબ જ ખતરનાક અને મોટા મોટા કેદીઓને રાખવામાં આવે છે માત્ર 50 સ્ક્વેર ફીટ ની અંદર આવેલા રૂમ ની અંદર કેદીને ૨૪ કલાક સખત નિગરાની ની અંદર રાખવામાં આવે છે.

હાઈ તન જેલ

આ જેલને પણ દુનિયાની સૌથી ભયાનક જેલમાં ની એક જેલ માનવામાં આવે છે. જો વાત કરવામાં આવે વર્ષ 2016 ની તો આ જેલની અંદર કેદીઓની સંખ્યા માં ખૂબ વધારો થઈ ગયો હતો. અને જેથી કરીને આ જેલમાં સારો એવો હંગામો થયો હતો અને આ જગ્યાએથી લોકોની સંખ્યા ઓછી થાય આ માટે ત્યાંના કેદીઓ એકબીજાને મારી નાખ્યા.

Leave a Reply

Your email address will not be published.