ઉનાળાના સમયમાં સૌથી વધુ ફેલાય છે આ ગંભીર બીમારીઓ

ઉનાળાના સમયમાં સૌથી વધુ ફેલાય છે આ ગંભીર બીમારીઓ

ઉનાળો આવતા જ દરેક લોકો ખુબ જ પરેશાન થઇ જતા હોય છે. ઉનાળા માં લુ લાગવાની સમસ્યા, ખંજવાળ ની સમસ્યા,  આં શિવાય ગરમી માં તાવ આવવાની સમસ્યા થી લોકો વધુ પરેશાન રહેતા હોય છે. આ બધી  બહુ નાની નાની બીમારી છે. ઉનાળા માં અમુક એવી બીમારીઓ પણ થઇ જતી હોય છે જે ખુબ જ ખતરનાખ સાબિત થાય છે. અને આ બીમારીઓ ખુબ જ ફેલાય પણ છે માટે આવો જાણીએ આ બીમારીઓ વિષે.

એક રોગ છે ખસરાનો રોગ. આ રોગ ઉનાળા માં જ ફેલાય છે. આ રોગ જે કોઈ ને થાય છે એના શરીર માં લાલ રંગ ના નાના નાના દાણા થઇ જાય છે. જેના લીધે શરદી, તાવ, આંખ લાલ થઇ જવી, નાક વહેવું જેવી પ્રોબ્લેમ નો સામનો કરવો પડે છે. આ રોગ ને રૂબેલા પણ કહેવામાં આવે છે.

ગરમી ના સમય માં કમળા નો રોગ ખુબ જ ફેલાય છે. આ રોગ દુષિત પાણી અથવા દુષિત ખોરાક થી થાય છે. આ રોગ માં નખ અને આખો પીળી થઇ જાય છે. અને મૂત્ર પણ પીળા રંગ નું આવે છે. આ રોગ ના લીધે પણ દર્દી ને ખુબ જ મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. આ બીમારી માં જો શરૂઆત માં ધ્યાન દેવામાં ન આવે તો ભવિષ્ય માં મોટો ખતરો સાબિત થઇ શકે છે.

ટાઇફોઇડ ની બીમારી ખરાબ પાણી અને ખાનપાન ના લીધે ફેલાય છે. ઉનાળા નો સમય આવતા જ  ટાઇફોઇડ ફેલાય છે. તેના લીધે લગાતાર તાવ રહે છે. ભૂખ ઓછી લાગે છે. ઉલટી જેવી બીમારી થાય છે. અને શરદી ઉધરસ થઈ જાય છે. આ બીમારી માં જો શરૂઆત માં ધ્યાન દેવામાં ન આવે તો ભવિષ્ય માં મોટો ખતરો સાબિત થઇ શકે છે.

આ પછી જે બીમારી છે જે ખુબ જ જીવલેણ સાબિત થાય છે. તે બીમારી નું નામ છે ચેચક. આ રોગ હોવાથી શરીર માં લાલ દાગ થઇ જાય છે. આ શિવાય માથા નો દુખાવો. ગળું બળવું આ  બધા તેના શરૂઆતી લક્ષણો છે. જો કોઈ વ્યક્તિ ને આ રોગ હોય તો તેની છીક દ્વારા આ વાઇરસ ફેલાય છે.