બાળકો ને પેટમાં દુખાવો થતો હોય તો કરો આ ઘરેલું ઉપાય

બાળકો ને પેટમાં દુખાવો થતો હોય તો કરો આ ઘરેલું ઉપાય

નાના બાળકો માટે પેટ નો દુખાવો સામાન્ય બાબત છે. દુખાવો તો પેટ ના આજુબાજુ ના ભાગ માં થી શરુ થાય છે તે દુખાવો ધીમે ધીમે છાતી માં પુગી જાય છે અને પેડુ માં પણ પુગી જાય છે. નાના બાળકો નો દુખાવો ખુબજ સામાન્ય હોય છે. તે બાબત માં ચિંતા કરવાની જરૂર નથી. ડોકટર નું માનવું છે કે નાના બાળકો ગમે તે ખાઈલેતા હોય છે અને તે વસ્તુ તેને સદતી નથી એના કારણે તેને પેટ માં દુખાવો થાય છે. તે કઈ ગંભીર સમસ્યા નથી. તે દુખાવા માટે ઘરેલું ઉપાય છે. તે નીચે મુજબ છે.

એવું કહેવામાં આવે છે કે દહીં પેટ ના દુખાવાથી છુટકારો દેવડાવે છે. દહીં  સેહત માટે ખુબજ ફાયદાકારક હોય છે. દહીં માં જે બેક્ટેરિયા હોય છે તે શરીર ની પાચન શક્તિ વધારવામાં મદદ કરે છે. દહીં નાના બાળકો ની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. દહીં નાના બાળકો ના શરીર ની અંદર ના સારા બેક્ટેરિયા વધારે છે અને ખરાબ બેક્ટેરિયા નો નાસ કરે છે.

જો તમારા બાળક ને ઘણીયે ઘણીયે પેટ માં દુખાવો થતો હોય તો તમે રોજ તેને ગરમ પાણી નો સેક કરવો. ગરમ પાણી નો સેક કરવાથી પેટ ના દુખાવામાં રાહત થાય છે. જો તમે રોજ ગરમ પાણી નો સેક કરાવસો તો તેને પેટ ના દુખાવાની સમસ્યા જળ મૂળ માંથી નીકળી જશે. સેક કરવાથી લોહી નું સર્ક્યુલેશન પણ વધી જશે અને તમારા નાના બાળક ના પેટ ના દુખાવામાં રાહત થશે. આખા દિવસ માં ત્રણ વાર આવું કરશો તો તેને દુખાવો થશે નહિ.

નાના છોકરાના આતરડા ખુબજ નબળા હોય છે જરા પણ મજબૂત હોતા નથી. એટલા માટે ભારી જમવાનું ખાવાથી કે પછી વધારે જમવાથી તેને પેટ માં દુખાવો થાય છે. જો તમારા નાના બાળક ને પેટ માં દુખાવો થતો હોય તો તેને કેળું ખવડાવો. કેળા માં પ્રોટીન હોય છે. જે આતરડા ને પ્રાકૃતિક રૂપે મજબૂત બનાવે છે. આતરડા મજબૂત થવાથી જમવાનું સરળતા થી પચી જાય છે અને તેનો પેટ નો દુખાવો મટી જાય છે.