ઉનાળામાં ખુબ ખાઓ કેરી, થશે અનમોલ ફાયદાઓ

ઉનાળામાં ખુબ ખાઓ કેરી, થશે અનમોલ ફાયદાઓ

ઉનાળાનું સ્પેશિયલ ફળ છે કેરી. કેરી ફળોનો રાજા છે. કેરી ની ઘણી બધી જાતિઓ હોય છે. કેરી ની મદદ થી ઘણું બધું બનાવવા આવે છે જેમ કે અથાણું, રસ, જ્યુસ, શેક ઘણું બધું. તેના સેવન થી ઘણા બધા ફાયદાઓ પણ થાય છે અવો જણીએ તેના વિષે. એવું માનવામાં આવે છે કેરી નું સેવન કરવાથી  તેમાં રહેલા એન્ટી ઓક્સીડેટ તત્વો આપણા શરીરનું કોલોન કેન્સર  અને પ્રોસેસ્ટ કેન્સર જેવી બીમારીઓ થી રક્ષણ મળે છે. કેરી ની અંદર ભરપુર માત્રા માં વિટામીન A હોય છે જેના લીધે આપણી આખો ખુબ જ ચમકદાર રહે છે.

આજ કાલ લોકો ને કોલેસ્ટોરેલ ની બીમારી થઈ જતી હોય છે. જો કેરી નું ભરપુર સેવન કરવામાં આવે તો તેના લીધે કોલેસ્ટોરેલ નિયંત્રણ  રહે છે. માટે આ સમસ્યાથી રાહત મેળવવા માટે ભરપુર કેરીનું સેવન કરો. કેરી ની અંદર ફાયબર ભરપુર માત્રા માં હોય છે.કેરી ની પેસ્ટ મોઢા માં લગાવવા થી ત્વચા ખુબ જ નીખરી   જાય છે. અને ત્વચા ને સંક્રમણ થી પણ બચાવી શકાય છે.

આજ કાલ લોકો ને પાચન સબંધિત બીમારીઓ પણ ખુબ જ વધી જાય છે. પાચન બરાબર ન થાય તેના લીધે બીજી સમસ્યા ઓ પણ શરીરમાં થાય છે વધુ પડતી બીમારીઓ પણ તેના લીધે જ થતી હોય છે. પાચન બરબર ન થાય એ માટે ગેસ અને એસીડીટી ની સમસ્યા નો આપણે સામનો કરવો પડે છે. જો કેરી નું સેવન કરવામાં આવે તો  તેમાં રહેલા તત્વો પાચન તંત્ર ને મજબુત બનાવે છે તેના લીધે જમવાનું જલ્દી થી પચવામાં મદદ મળે છે.

કેરી નું સેવન કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધતા આપણું શરીર મજબુત બને છે અને તેના લીધે આપણા શરીર માં સરળતા થી કોઈ પણ બીમારીઓ ની અસર થઇ શકાતી નથી માટે કેરી નું વધુ સેવન કરો. જેના લીધે આની રોગ પ્રતિ કારક શક્તિ વધશે. જો ગરમી ના સમય માં એક ગ્લાસ આમપના નું સેવન કરવામાં આવે તો ઘણી રાહત મળે છે ગરમી વધુ નથી થતી.