રાવણાના બીજનું સેવન કરવાથી થાય છે બહુ બધા ફાયદાઓ, અચૂક જાણો

રાવણાના બીજનું સેવન કરવાથી થાય છે બહુ બધા ફાયદાઓ, અચૂક જાણો

રાવણાને લોકો જાંબુ ના નામ એ પણ ઓળખતા હોય છે. આ ફળ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. તેનું સેવન કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. રાવણા નો ફાયદા કારક છે જ સાથે તેના બીજ નું સેવન કરવાથી તેના થી પણ વધુ ફાયદો થાય છે. રાવણા ના બીજ નું સેવન ડાયાબીટીશ ના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. ફક્ત ડાયાબીટીસ નહિ પણ બીજી ઘણી બધી ગંભીર બીમારીઓ માં રાવણા ખુબ જ ફાયદા કારક છે આજે આપણે તેના વિષે વાત કરીશું.

તેનો લાભ મેળવવા માટે તમારે તેના બીજ ને સુકવી અને ખાલી પેટ તેનું સેવન કરવાનું છે. તેના સુકવેલા બીજ નો પાઉડર તૈયાર કરી અને તેને એક ડબ્બા માં રાખી દેવો પછી રોજ ખાલી પેટ તેનું સેવન કરવું આવું કરવાથી બહુ બધા ફાયદાઓ થાય છે. તેના દ્વારા ઘણા બધા રોગો નિયંત્રણ માં આવી જાય છે.જે મહિલાઓને પીરિયડ્સ આવવામાં મુશ્કેલી આવે છે તેમણે જાંબુના બીજનું સેવન જરૂરથી કરવુ જોઇએ. પીરિયડ્સમાં વધારે બ્લીડિંગ આવવુ અને દુખાવો રહેતો હોય તો જાંબુના બીજનો પાઉડર બનાવવી રોજ એક ચમચી લેવો જોઇએ.

આ ઉપરાંત જો કોઈ ને યુરીન માં ઇન્ફેકશન જેવી સમસ્યા ઓ હોય તો તેઓ એ તેના પાઉડર નું સેવન કરવું જોઈએ. આ ઉપાય માટે તમારે આ પાઉડર નું સેવન નિયમિત રૂપે કરવું.  ડાયાબીટીસ ના દર્દીઓ એ ડાયાબીટીસ ને કંટ્રોલ માં રાખવા માટે જાંબુ ના પાઉડર નું સેવન કરવું. પણ તમે જો આ દવા નો ઉપયોગ કરતા હોય તો તમારે સમયે સમયે ડાયાબીટીસ નું ટેસ્ટ કરાવતા રહેવું કારણકે તેના લીધે શરીરમાં શુગર ઘટી જાય છે.

આ શિવાય જે લોકો ને પથરી ની સમસ્યા છે તેઓ પણ આનો ઉપાય કરી શકે છે. પથરી નો દુખાવો ખુબ જ અસહ્ય હોય છે. આ વસ્તુ અમ સામાન્ય લાગે પણ તેનો દુખાવો દર્દી ને ખુબ જ હેરાન કરી દેનાર હોય છે. માટે આ ઘરેલું ઉપાય દ્વારા તમે તેનાથી રાહત મેળવી શકો છો. આ બધા ઉપાયો છે પણ છતાં જયારે પણ કોઈ બીમારી હોય ત્યારે તેનો ઉપાય કરતા પહેલા કોઈ એક્સપર્ટ ની જાણકારી લઇ લેવી.