જાંબુના ઠળીયાનો આ રીતે પાવડર બનાવી તેનુ નિયમીત સેવન કરવાથી શરીરના ઘણા બધા રોગોનો થશે નાશ

જાંબુના ઠળીયાનો આ રીતે પાવડર બનાવી તેનુ નિયમીત સેવન કરવાથી શરીરના ઘણા બધા રોગોનો થશે નાશ

મિત્રો, એ વાત ને જરાપણ શંકાસ્પદ સ્થાન નથી કે ડાયાબિટીસ ની બિમારી માટે નો સૌથી શ્રેષ્ઠ પ્રાકૃતિક ઈલાજ જાંબુ છે. પરંતુ , શુ તમને ખ્યાલ છે કે આ જાંબુ મા થી નીકળતા ઠળીયા પણ આપણા શરીર ના સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે. આ જાંબુ ના ઠળીયા મા અનેક પ્રકાર ના પોષકતત્વો સમાવિષ્ટ છે.

જે આપણા શરીર ના સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે મદદરૂપ બની શકે. આ ઉપરાંત આ જાંબુ શરીર મા રહેલા દૂષિત તત્વો ને બહાર કાઢવા મા પણ સહાયરૂપ બને છે. જાંબુ અને તેના ઠળીયા સંપૂર્ણ રીતે આયુર્વેદીક ગુણતત્વો થી ભરપૂર છે. તો ચાલો જાંબુ ના ઠળીયા ના સેવન થી શરીર ના સ્વાસ્થ્ય ને પ્રાપ્ત થતા લાભો વિશે જાણીએ.

પેટ ને લગતી સમસ્યાઓ :
જાંબુ ના ઠળીયા પાચનતંત્ર ને સ્વસ્થ રાખવા માટે તથા પેટ ને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત જાંબુ ના ઠળીયા મા થી બનતા અર્ક નો ઉપયોગ આંતરડા તથા અલ્સર ના નિદાન માટે કરવા મા આવે છે. આ સિવાય જો જાંબુ ના ઠળીયા ના પાવડર મા ખાંડ ઉમેરી ને તેનુ નિયમીત દિવસ મા ૨-૩ વખત સેવન કરવા મા આવે તો પેચિશ ની સમસ્યા મા રાહત મળી શકે.

ડાયાબિટીસ નિયંત્રણ મા લાવવુ :
બીજા ફળો ની જેમ જાંબુ ના ઠળીયા પણ ડાયાબિટીસ મટાડવા માટે કારગર સાબિત થાય છે. ઠળીયા મા એલ્કલોઈડ નામ નુ તત્વ હોય છે. આ તત્વ સ્ટાર્ચ ને શર્કરા મા પરિવર્તીત થતા અટકાવે છે અને તમારા શરીર મા રક્ત મા શર્કરા ના પ્રમાણ ને નિયંત્રીત રાખવા મા સહાયરૂપ થાય છે. આ જાંબુ ના સૂકા ઠળીયા નો પાવડર બનાવી તેને ડાયાબિટીસ ના દર્દીઓ ને દિવસ મા ત્રણ વખત દૂધ અથવા પાણી સાથે આપવા મા આવે તો આ સમસ્યા મા થી મુક્તિ મેળવી શકાય છે.

શરીર ને ડિટોક્સીફાઈડ કરે છે :
જાંબુ ના ઠળીયા મા થી એક બળશાળી એન્ટિઓક્સિડન્ટ ફ્લેવોનોઈડ પુષ્કળ પ્રમાણ મા હોય છે. જે શરીર મા રહેલા તમામ દૂષિત તત્વો ને બહાર કાઢે છે અને આપણી રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત બનાવે છે. જેથી , આપણુ શરીર કોઈપણ ભયજનક તથા જીવલેણ બીમારી નુ શિકાર બનતુ નથી.

બ્લડપ્રેશર નિયંત્રીત કરે છે :
જાંબુ ના ઠળીયા બ્લડપ્રેશર ને નિયંત્રીત કરવા મા સહાયરૂપ બને છે. એક સંશોધન મુજબ જાંબુ ના ઠળીયા મા થી બનેલા અર્ક નુ નિયમીત સેવન કરવા થી બ્લડપ્રેશર હાઈ કે લો થતુ નથી. આ જાંબુ ના ઠળીયા મા સમાવિષ્ટ એન્ટિઓક્સિડન્ટ તમને બ્લડપ્રેશર ની સમસ્યા દૂર કરવા મા સહાયરૂપ બને છે. આ ઉપરાંત પણ જાંબુ ના ઠળીયા અનેક રોગો નુ નિદાન કરવા માટે સહાયરૂપ બને છે.

જેમ કે , જો રક્તપ્રદર ની કોઈ સમસ્યા ઉદ્દભવી હોય તો જાંબુ ના ઠળીયા નો પાવડર બનાવી તેમા ચોથા ભાગ ની પીપળા ની છાલ નુ ચૂર્ણ ઉમેરી ને દિવસ મા ૨-૩ વખત પાણી સાથે તેનુ સેવન કરવા મા આવે તો લાભ મળે છે. દાંત અને પેઢાઓ ની સમસ્યા દૂર કરવા માટે પણ જાંબુ નુ સેવન લાભદાયી છે. જાંબુ ના ઠળીયા ને ક્રશ કરી ને તેનો પાવડર બનાવી ને તેને દાંત પર ઘસવા મા આવે તો દાંત અને પેઢા સ્વસ્થ રહે.

આ સિવાય જો બાળકો પથારી ભીની કરતુ હોય તો તેને જાંબુ ના ઠળીયા ક્રશ કરી ને અડધી ચમચી દિવસ મા બે વાર પાણી સાથે સેવન કરવા મા આવે તો આ સમસ્યા દૂર થઈ શકે. આ સિવાય એ વાત ની કાળજી લેવી કે આ જાંબુ ના ઠળીયા નો ઉપચાર અજમાવતા પૂર્વે આયુર્વેદીક દાકતર ની સલાહ અવશ્ય લેવી.

જાંબુ ના ઠળીયા ને વ્યવસ્થિત રીતે ધોઈ તેને સૂકવી ને તેનો પાવડર તૈયાર કરી ને તેનો સંગ્રહ પણ કરી શકાય. એ પિસ્તા જેવા દેખાશે. સૂકાયા બાદ તેનો પાવડર કરવો થોડો અઘરો બનશે માટે તેને સૂકવતા પહેલા નાના-નાના ટૂકડા કરી લેવા. ત્યારબાદ તેને ક્રશ કરી ને નિયમીત ૧ ચમચી પરોઢે ભૂખ્યા પેટે હુંફાળા પાણી સાથે સેવન કરવા મા આવે તો શરીર નુ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે.