જે લોકો ગેસની તકલીફથી પરેશાન છે તેઓ અચૂક કરે આ ઉપાય

જે લોકો ગેસની તકલીફથી પરેશાન છે તેઓ અચૂક કરે આ ઉપાય

આજ કાલ આપણું ખાન પાન એવું થઇ ગયું છે કે હાલતા ગેસ ની સમસ્યા ઓ થઇ જતી હોય છે.  ગેસ ની સમસ્યા આમ સામાન્ય લાગે પણ તેના લીધે ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો આપણે કરવો પડી શકે છે. ઉપર થી થાય એવું કે આખો દિવસ હવે બેઠા બેઠા જ કામ કરવાનું હોય છે. જેના લીધે સામાન્ય રીતે પેટ માં દુખાવા ની સમસ્યા બધા ને થઇ જતી હોય છે. પેટ ની સમસ્યા માં સૌથી વધુ ભયંકર કોઈ  બીમારી હોય તો એ છે ગેસ ની બીમારી જેના લીધે ઘણા લોકો પરેશાન રહેતા હોય છે.

આજે આપણે વાત કરીશું કે આ ગેસ ની સમસ્યા થી કઈ રીતે છુટકારો મેળવી શકાય છે. ગેસ ની સમસ્યા બધા લોકો ને ક્યારેક ને ક્યારેક થઇ જતી હોય છે. પણ અમુક લોકો ને તો હાલતા ને ચાલતા આ સમસ્યા થઇ હતી હોય છે. તમને એ ખબર નહિ હોય કે ગેસ ન સમસ્યા એ કોઈ સામાન્ય સમસ્યા નથી ઘણી વાર તે ગંભીર સ્વરૂપ લઇ લે છે.  એટલું જ નહિ તેના અમુક અસરકારક ઘરેલું ઉપાય પણ છે તેના વિષે ઓછા લોકો ને ખબર હશે આવો જાણીએ તેના વિષે.

આદુ ની અંદર પેટમાં રહેલા ગેસ ને નાબુદ કરવાના ગુણો રહેલા હોય છે. માટે જો તમે ગેસ ની સમસ્યાથી પરેશાન  છો તો અચૂક આદુ નું સેવન કરો. આ ઉપરાંત છાસ પણ ગેસ ની સમસ્યા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. છાસ માં રહેલા બેક્ટેરિયા ગેસ ને નાબુદ કરવાના ગુણ ધરાવે છે. છાસ ગેસ ઓછો કરે છે સાથે પાચન ક્રિયા પણ સુધારે છે.

ત્વચા માટે એલોવેરા ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. પણ તમને એ ખબર છે જે એલોવેરા ગેસ ની સમસ્યા માટે ખુબ જ અસરકારક છે.  આ શિવાય પૈપ્યું પણ આ સમસ્યા માટે ખુબ જ અસરકારક છે. તેની અંદર પાચનમાં ઉપયોગી એવા ઇન્જામીન હોય છે. જે પેટ ના ગેસ બનતા રોકે છે. લવિંગ પણ પેટ ની સમસ્યા માટે ખુબ જ અસરકારક સાબિત થાય છે. ગેસ ના ઈલાજ માટે લવિંગ નો ઉપયોગ કરવામાં આવે છે.