આખી રાત પલાળેલી બદામ ખાવો , પછી જુઓ ફાયદાઓ

આખી રાત પલાળેલી બદામ ખાવો , પછી જુઓ ફાયદાઓ

બદામ આપળી સેહત માટે ખુબજ સારી હોય છે. બદામ ને આખી રાત પાણી માં પલાળી ને સવાર માં તેની છાલ  ઉતારી ઔષધિ તરીકે આરોગાય છે તમને ખબર છે કેવી રીતે ?  કોઇ પણ પ્રોટીન થી ભરપૂર દાણા ( જેમ કે, મગ, ચણા જેવા કઠોળ) ને પલાળી રાખવા થી અને તેને ખાવાથી પ્રોટીન મળે છે. બદામ માં વિટામીન ઈ, ઝિંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ, અને ઓમેગા 3 ફેટી એસિડ  જેવા વિટામીન રહેલા છે. બદામ આ બધાજ પોસક્તત્વ થી સક્રિય છે. પલાળેલી બદામ ખાવાથી શરીર નું પચાતંત્ર સુધરી જાય છે અને ખુબજ ઝડપ થી  કામ કરવા લાગે છે.

પલાળેલી બદામ માં જે બ્રાઉન કલર ની છાલ હોય છે જેને ટેનીન કહે છે. આયુર્વેદ આપણે  બદામને પલાળીને છાલ ઉતારીને ખાવાની સલાહ આપે છે. બદમ ખાવાથી આપણા શરીર ને ઘણાબધા લાભ થાય છે અને  બીમારીઓ પણ દૂર રહે છે. આયુર્વેદમાં મીઠી બદામ ખાવાની વાત કરાઈ છે. આયુર્વેદ એમ પણ કહે છે કે બદામની છાલ ઉતારીને ખાવી જોઈએ. બદામ ને  રાતે પાણીમાં પલાળીને સવારે તેની છાલ ઉતારીને ખાવી એ વધુ ફાયદા કારક છે. આ બધીજ વાતો આયુર્વેદ દ્વારા કહેવામાં આવી છે. પણ તમને તેની પાછળ ના કારણ વિશે ખબર છે?

બદામ ની અંદર  અનેક વિટામીન અને મિનરલ્સ હોય છે. બદામ ની અંદર  વિટામીન ઈ, ઝિંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ, અને ઓમેગા 3 ફેટી એસિડનો  ખુબજ ઉતમ સ્ત્રોત  છે. આ બધાજ તત્વ શરીર ને પોષણ આપે છે અને આ તમામ પોષક તત્વોનો પૂરેપૂરો ફાયદો શરીરને મળે છે. એટલા માટે આયુર્વેદ  બદામ ને  પલાળી ને  ખાવાની વાત કરે છે.

જો તમે રોજ બાદમ પલાળી ને ખાવ તો તમારા શરીર ની અંદર લોહી નું પ્રમાણ વધી જશે. બદામની છાલમાં ટેનિન હોય છે. જે પોષક તત્વોને એબ્ઝોર્બ થતા રોકે છે. તમે જોયું હશે કે પલાળેલી બદામ ની છાલ તરત  જ નીકળી જાય છે, અને પછી બદામ ના તમામ ફાયદા શરીર ને મળે છે. બદામ પલાળી ને ખાવાથી શરીર ને ઘણાબધા ફાયદા થાય છે જેમકે પાચનતંત્ર માં મદદ કરે છે આપળું હાર્ડ સારું રાખે છે અને તેનાથી વજન પણ વધતો નથી. આ બદામ આખા દિવસ માં તમે 10 ખાઈ શકો છો.