ડાયેટમાં ઉમેરો આ વસ્તુઓ ક્યારેય નહિ થાય એસીડીટીની સમસ્યા

ડાયેટમાં ઉમેરો આ વસ્તુઓ ક્યારેય નહિ થાય એસીડીટીની સમસ્યા

આજકાલ  ખાન પણ એવું થઇ ગયું છે કે લોકો ને હાલતા એસીડીટી ની સમસ્યા થઇ જતી હોય છે. એમાં મેઈન કારણ એ છે કે આપણે પેટ ભરવા માટે ગમે તે ફાસ્ટ ફૂડ ખાઈ લઈએ છીએ અને પાછા આખો દિવસ બેઠા રહીએ છીએ. આજ કાલ કામ પણ બેઠાડું થઇ ગયા છે. તેના લીધે જએસીડીટી ની સમસ્યા થઇ જતી હોય છે. તેના લીધે છાતી માં દુખાવો અને જલન જેવી સમસ્યા થઇ જતી હોય છે. ક્યારેક ક્યારેક આ સમસ્યા હદ થી વધારે પણ વધી જાય છે.

આજે અમે તમને આ સમસ્યા થી છુટકારો મેળવવા ના સરળ ઉપાય વિષે જણાવીશું. આજે અમે તમને એકદમ સરળ ઘરેલું ઉપાય વિષે જણાવીશું જેના દ્વારા તમને એસીડીટી ની સમસ્યા થી છુટકારો મળશે. આ  ઉપાયો દ્વારા તેમ એસીડીટી ની સમસ્યા માંથી રાહત મેળવી શકશો. આટલું જ નહિ આ ઉપાયો તમારી સેહત માટે પણ ખુબ જ અસરકારક સાબિત થશે.

તુલસી, મીઠો લીમડો, ફુદીનો, ધાણાભાજી આ બધી વસ્તુઓ ને તમારે તમારા આહાર માં સામેલ કરવાની રહેશે. ઉનાળાના સમય માં એસીડીટી થી બચવા માટે આ બધા આહાર ખુબ જ ફાયદાકારક સાબિત થશે. તુલસીના પતા તમને ઠંડક આપશે. તેની અંદર એન્ટીઓક્સીડેટ તત્વો ભરપુર માત્રા માં હોય છે. સાથે જ શરીરમાં રહેલા વિશેલ પદાર્થો ને કાઢવા માટે તે ખુબ જ ઉપયોગી છે. મીઠા લીમડા ની વાત કરીએ તો મીઠો લીમડો પણ ખુબ જ ફાયદાકારક છે. તેના રહેલા તત્વો એસીડીટી ને થવા નથી દેતા. લીમડા માં પેટ ને ઠંડક આપતા ગુણો રહેલા હોય છે. તેની અંદર વિટામીન એ ભરપુર માત્રા માં હોય છે.

આ શિવાય ફુદીનો પણ ખુબ જ ફાયદા કારક છે.ફુદીનો શરીરને ખુબ જ ઠંડક આપે છે. આ ઉપરાંત એસીડીટી થી બચવા માટે ગરમ શાકભાજી થી દુર રહેવું જોઈએ. ઉનાળા ના સમય માં પાલક, મૂળો આવી બધા શાક નું સેવન ન કરવું જોઈએ. ઉનાળાના સમય માં દૂધ, કોકોનેટ મિલ્ક, કાજુ મિલ્ક, આલમંડ મિલ્ક  આવી બધી વસ્તુઓ નું સેવન કરવું જોઈએ. એસીડીટી હોય તો સફરજન નું જ્યુસ પણ ન પીવું જોઈએ.