રોજિંદા સામાન્ય જીવનમાં પીવો આ 7 પ્રકારના જ્યુસ, ભરપૂર એનર્જી આવશે અને રોગ દૂર રહશે

રોજિંદા સામાન્ય જીવનમાં પીવો આ 7 પ્રકારના જ્યુસ, ભરપૂર એનર્જી આવશે અને રોગ દૂર રહશે

જ્યુસ તો ઉપવાસ કર્યો હોય તેના માટે પણ અને ના કર્યો હોય તેના માટે પણ બેસ્ટ છે. માત્ર નવરાત્રી જ નહીં, પણ રોજિંદા સામાન્ય જીવનમાં પણ એનર્જેટિક થઈ કામ કરવા માટે જ્યુસ સૌથી ડાયટ ડ્રિન્ક છે. એટલે જ અમે પણ આપી રહ્યા છીએ કાળી દ્રાક્ષ-તરબુચનો જ્યુસ, સેલરિ-મોસંબી જ્યુસ, પપૈયા-ગાજરનો જ્યુસ, દાડમ અને કાળી દ્રાક્ષનો જ્યુસ, કોકમ સાલન, પાઈના લેમન જ્યુસ અને ટામેટા-નારંગી જ્યુસની રેસિપિ.

1. કાળી દ્રાક્ષ-તરબુચનો જ્યુસ

સામગ્રી:

– એક ગ્લાસ કાળી દ્રાક્ષ,

– એક ગ્લાસ નાના ટુકડા કરેલું તરબુચ

– એક ગ્લાસ દાડમનાં દાણા,

– અડધા લીંબુનો રસ,

– ખાંડ (સ્વાદ પ્રમાણે),

– એક નાની ચમચી વાટેલું જીરૂં,

– ચાર-પાંચ બરફના ક્યુબ.

રીત:

સૌપ્રથમ તરબૂચ, કાળી દ્રાક્ષ અને દાડમનો અલગ અલગ રસ કાઢીને ગાળી લો. હવે ત્રણેય જ્યુસ ભેળવી દો. તેમાં ખાંડ, લીંબુનો રસ અને વાટેલું જીરૂં ઉમેરો. સારી રીતે ભેળવીને ગ્લાસમાં ભરી લો. તેમાં બરફ ઉમેરો. કાપેલી દ્રાક્ષ અને તરબુચની કે લીંબુની સ્લાઈસથી સજાવો.

2. સેલરિ-મોસંબી જ્યુસ:

સામગ્રી:

– ત્રણ કપ મોસંબીની ચીરીના ટુકડા

– અડધો કપ સેલેરીની સમારેલી દાંડલીઓ (કોથમીર જેવો એક છોડ)

– ચપટી મરીનો ભૂકો.

રીત:

બધી જ સામગ્રીને બ્લેન્ડરમાં ફેરવી લો. પરંતુ તેમાં ચીકાશ ન આવે તેનું ખાસ ધ્યાન રાખો. ત્યારબાદ તેને ગાળી લો. જરૂરી ઠંડુ પાણી ઉમેરીને પીરસો.

3. કોકમ સાલન

સામગ્રી:

– કાળા કોકમ- પચાસ ગ્રામ

– લીલા મરચા- બે થી ત્રણ

– કોકોનટ મિલ્ક એક કેન

– પાણી બે ગ્લાસ

– મીઠું સ્વાદ અનુસાર

રીત:

સૌ પ્રથમ કોકોનટ મિલ્કની અંદર કોકમ બે થી ત્રણ કલાક પલાળી રાખવા. બે કલાક બાદ કોકમ, કોકોનટ મિલ્ક, લીલા મરચા અને મીઠું મિક્સ કરી બ્લેનડરમાં ક્રશ કરો. કોકમ એકદમ મિક્સ થઈ જાય ત્યારે આ સાલન બીજા વાસણમાં કાઢી લઇ ઉપરથી ૨ ગ્લાસ પાણી નાખી થોડું પાતળું પ્રવાહી બનાવી લેવું. આ સાલન તૈયાર છે. જેને તમે ઠંડુ કરીને પણ પી શકો છો અને નોર્મલ ટેમ્પરેચરવાળુ પણ પી શકો છો.

4. પપૈયા-ગાજરનો જ્યુસ:

સામગ્રી:

– એક કપ સમારેલું પપૈયું,

– એક કપ સમારેલું ગાજર,

– લીંબુનો રસ અને મીઠું સ્વાદ મુજબ.

રીત:

ઉપર જણાવેલ સામગ્રીને બ્લેન્ડરમાં કે મિક્સમાં બરાબર ક્રશ કરી દો. ઠંડુ પાડીને પીરસો.

5. દાડમ અને કાળી દ્રાક્ષનો જ્યુસ:

સામગ્રી:

– દાડમના દાણાં એક કપ,

– કાળી દ્રાક્ષ બે કપ,

– ખાંડ ટેસ્ટ મુજબ

રીત:

ઉપર જણાવેલી બધી જ સામગ્રીને બ્લેન્ડર કે મિક્સરમાં બરાબર ક્રશ કરી લો. પછી બારીક ગળણીથી ગાળી દો. તેમાં બરફનો ભૂકો ઠંડા-ઠંડા જ્યુસની જ મજા લો.

૬. પાઈના લેમન જ્યુસ:

સામગ્રી:

– એક કપ પાઈનેપલ સીરપ

– આઠ કપ ઠંડુ પાણી

– બે લીંબુનો રસ

– એક સફરજન

– ચોથા ભાગનું પાઈનેપલ

– સ્વાદ પ્રમાણે મીઠું

– આઠ થી દસ ક્રશ કરેલ આઈસ ક્યુબ

ગાર્નીશિંગ માટે:

ફુદીનાનાં પાન

રીત:

સફરજનને છોલીને છીણી લો. લીંબુનો રસ કાઢી લો. થોડો રસ છીણેલા સફરજનમાં મિક્સ કરી તેને ફ્રીઝમાં ઠંડુ કરવા મુકવું.
પાઈનેપલના કાંટા રહી ના જાય એ રીતે નાના કટકા કરી લો. જો ફ્રેશ પાઈનેપલ હોય તો તેમાં એક ટેબ.સ્પૂન ખાંડ નાખી કૂકરમાં એક વ્હીસલ વગાડી દેવી અને ઠંડુ કરી લેવું. ટીનનું પાઈનેપલ હશે તો ખાલી પીસ જ કરવા.

હવે એક લાંબા ગ્લાસમાં ઠંડુ પાણી અને પાઈનેપલ સીરપ ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેમાં સફરજનની છીણ અને પાઈનેપલના પીસ નાખી દો અને ક્રશ્ડ આઈસ નાખી ફુદીનાના પાનથી ગાર્નીશ કરો.

૭. ટામેટા-નારંગી જ્યુસ

સામગ્રી:

– ચાર નંગ પાકા લાલ ટામેટા

– ૧ નંગ નારંગી

– પાંચ થી સાત ટેબ.સ્પૂન દળેલી ખાંડ

– એલ ટી.સ્પૂન શેકેલા જીરું નો પાવડર

– ચોથા ભાગની ટી.સ્પૂન મરી પાવડર

– ચપટી સંચળ

– સ્વાદ પ્રમાણે મીઠું

– એક કપ પાણી

– ક્રશ્ડ આઈસ

રીત:

ટામેટા-નારંગી જ્યુસ બનાવવા માટે સૌ પ્રથમ ટામેટાને ધોઈ કટકા કરી વધારાના બીયા કાઢી લો. ત્યારબાદ તેમાં પાણી નાખી મિક્સરમાં ક્રશ કરી લો. તેને પાંચ થી સાત મિનિટ માટે ઉકાળી લો અને ઠંડુ કરવા મૂકી દો. તેમાં લીંબુનો રસ મીઠું અને દળેલી ખાંડ નાખો. નારંગીનો જ્યુસ કાઢી લો. હવે એક ગ્લાસમાં તૈયાર કરેલ ટામેટા જ્યુસ અને ઓરેન્જ જ્યુસ રેડી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર અને સંચળ પાવડર નાખી ક્રશ્ડ આઇસ નાખી મજા લો.

Leave a Reply

Your email address will not be published.