ઉનાળા ની ઋતુ મા થતી ધાધર તથા ખંજવાળ થી છૂટકારો મેળવવા અપનાવો આ સચોટ ઉપાય

ઉનાળા ની ઋતુ મા થતી ધાધર તથા ખંજવાળ થી છૂટકારો મેળવવા અપનાવો આ સચોટ ઉપાય

મિત્રો આપનુ હાર્દિક સ્વાગત છે. જો આપ કોઈ જૂની ધાધર તથા ખંજવાળ ની તકલીફ થી પરેશાન છો તો હવે આપ આ સમસ્યા મા થી સરળતા થી રાહત મેળવી શકો. તમામ વ્યક્તિ ખ્યાલ હશે જ કે આ ધાધર , ખરજવુ તથા ખંજવાળ એ ત્વચા ને લગતી બિમારી છે જેને અંગ્રેજી ભાષા મા ફંગલ ઈન્ફેકશન તરીકે ઓળખવા મા આવે છે. માનવી આ તકલીફ થી રાહત મેળવવા તથા આ તકલીફ નો નાશ કરવા માટે અનેકવિધ નૂસ્ખા અપનાવે છે.

નવી-નવી ક્રિમ વાપરે છે , બોડિ લોશન નો પણ ઉપયોગ કરે છે છતા પણ તેમા રાહત મળતી નથી. પણ આજ ના આ લેખ મા હુ આપની સમક્ષ એવી વસ્તુ જણાવીશ કે જે તમારે બહાર થી ખરીદવી નહી પડે અને તેનુ રીઝલ્ટ પણ સારુ જ આવશે. આપ સૌપ્રથમ એક નાનુ એવુ પાત્ર લો. આ પાત્ર મા આપ સુકાયેલી હળદર લો અથવા તો હળદર કે જે રસોઈ મા ઉપયોગ કરીએ છીએ એ વધુ સારી રહેશે. એક ચપટી હળદર નો પાવડર લેવો.

તમામ વ્યક્તિઓ ને ખબર જ હશે કે હળદર એ એન્ટીબેક્ટેરીયલ હોય છે. આ હળદર માનવી ને થયેલી ઈજા ને જલદી થી સરખી કરવા મા ખુબ જ ઉપયોગી છે. તેમજ આ જ હળદર માનવી ને થયેલ ધાધર , ખરજવુ તથા ખંજવાળ મા પણ ફાયદાકારક સાબિત થાય છે. ધાધર પર એકઠા થયેલા જીવાણું નો નાશ કરવા માટે આ હળદર એ ખૂબ જ ફાયદો કરે છે. ત્યારબાદ આપ એક ડેટોલ શોપ લો. આ ડેટોલ શોપ ને તમારે બારીક સમારી લેવા નો છે એકદમ ટોપરા ના ખમણ ની જેમ.

ત્યારબાદ તમારે કુંવારપાઠા નો અર્ક લેવા નો રહેશે. આ વસ્તુઓ ને એકી સાથે ભેગી કરી લેવી. આ ડેટોલ સાબુ જીવાણુ નાશક તરીકે કાર્ય કરે છે. તેમા એવા તત્વો રહેલા હોય છે જે જૂના મા જૂની ખંજવાળ ને પણ દૂર કરી દે છે. કુંવારાપાઠા નો અર્ક એ માનવી ની ચામડી ને સુવાળી બનાવવા મા ઉપયોગી છે. જેમ-જેમ તમારી ધાધર મા ઘટાડૉ દેખાશે તેમ-તેમ એ જગ્યા તમે કોમળ થતા અનુભવશો.

તો લો આ તૈયાર છે તમારી ઔષધી અને હવે આ મિશ્રણ ને આપ કઈ રીતે ઉપયોગ કરશો. તેના માટે અહી આપ સમક્ષ બે ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ. તમારે રોજ એક ને એક કપડા પહેરવા ન જોઈએ, તમારે ક્યારેય ભીના પોશાક ધારણ ના કરવા તથા અન્ય વ્યક્તિએ તમારા કપડા કે અંડરવિયર તેમજ અંડર ગારમેન્ટ્સ નો ઉપયોગ ના કરવો. જ્યારે પણ દર્દી ઊંઘવા જાય ત્યારે એક વાત ની ખાસ કાળજી રાખવી કે સૂતા પહેલા ધાધર, ખરજવુ તથા ખંજવાળ વાળી જગ્યા ને સરખી રીતે સ્વચ્છ કરવી તથા ખુલતા કપડા ધારણ કરી ને જ ઊંઘવુ.

હવે આપણે આ મિશ્રણ કઈ રીતે લગાવવુ તેના વિશે જાણીએ.
જે વ્યક્તિ ને ધાધર ની સમસ્યા હોય તે વ્યક્તિ એ ધાધર વાળી જગ્યા પર એક રૂ ના પૂમડા થી આ જગ્યા ને સાફ કરી લેવી. પછી આ તૈયાર કરેલ મિશ્રણ ને આંગળી મા લઈ ને ધાધર પર લગાવવી. આ જગ્યા ને ખુલી રાખવી અને આખી રાત આમ જ રાખવી. પરોઢે જાગી ને સાદા પાણી થી ધાધર વાળી જગ્યા સાફ કરી લેવી. આમ કરવા થી ધીમે ધીમે ધાધર ની સમસ્યા દૂર થઈ જશે.